ફક્ત એક ગ્લાસ આનું સેવન પાણી જેમ ઉતરશે તમારી ચરબી, ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખી ઇમ્યુનિટી કરી દેશે ડબલ…

ટમેટાંનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજી અને ચટણી બનાવવા માટે થતો હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોએ ટમેટાંનો રસ પીવાના અનેક ફાયદાઓ જણાવ્યા છે. દરરોજ ટમેટાંનો રસ પીવાથી અનેક રોગોનું જોખમ ઓછું થાય છે. આમ, તો આપણે બધા જ અનેક ફળોના રસને પીતા જ હોઈએ છીએ, પરંતુ ટમેટાંના રસના લાભો વિષે ખુબ જ ઓછા લોકોને જાણકારી હશે. શાકભાજી અને ચટણીના રૂપમાં ઉપયોગ થતાં ટમેટાં, ખુબ જ પૌષ્ટિક છે. ટમેટાં સ્વાદમાં તો ખુબ જ સારા લાગે છે, પરંતુ સાથે જ ટમેટાં પેટ ભરવાનું કામ પણ કરે છે.

આ ડાયટિંગ કરવા વાળા લોકો માટે ખુબ જ સારું ફૂડ છે. એક શોધ અનુસાર, ટમેટાંના રસમાં કેટલાક બાયોએક્ટિવ સંયોજન હોય છે, જેમ કે, GABA એક પ્રકૃતિક એમિનો એસિડ છે, જે મગજના ન્યુરોટ્રાંસમીટરના રૂપમાં કામ કરે છે. આ સિવાય, લાઇકોપીન, એસ્ક્યુલોસાઈડ-એ અને 13-ઓક્સો-9, 11-ઓકટાડેકેડીએનોઇક એસિડ જેવા કમ્પાઉન્ડ હોય છે. આજે અમે તમને ટમેટાંથી થતા થતા ફાયદાઓ વિશે જણાવશું. ટમેટાંના જ્યુસ વિશે શું કહે છે શોધ : ટમેટાંમાં મળવા વાળું લાઈકોપિન યૌગિક તેને નેચરલ લાલ રંગ પ્રદાન કરે છે અને એસ્ક્યુલોસાઈડ-એથી આપણાં શરીરને અનેક લાભો મળે છે. જ્યારે સ્પિરોસોલન સ્ટેરાઈડલ ગ્લાઇકોસાઇડ અ ને13-ઓક્સો-ઓડીએ મેટાબોલાઇટના રૂપમાં કામ કરે છે.

વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરવામાં આવેલ તેમાં એ જાણવા મળ્યું છે કે, તાજા ટમેટાંની તુલનામાં ટમેટાંના રસમાંથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. કારણ કે, ડબ્બા બંધની પ્રક્રિયામાં લાઈકોપિનનું સ્તર વધી જાય છે અને 13-ઓક્સો ઓડીએ માત્ર તાજા ટમેટાંના રસમાં જ મળે છે. તેના ફળમાં મળતું નથી. ટમેટાંનો રસ પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભો મળે છે.કોલેસ્ટ્રોલ : જેમ કે, ઉપર જણાવવામાં આવ્યું છે કે, ટમેટાંના રસમાં 13-ઓક્સો-ઓડીએ મળી આવે છે, જે એક શક્તિશાળી પીપીએઆર અલ્ફા એગોનિસ્ટ(Alpha-adrenergic agonist) છે. તેનો અર્થ એ છે કે, આ યૌગિક શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે.

કોલેસ્ટ્રોલના વધી જવાથી, એથેરોસ્ક્લેરોસિસ, સ્ટ્રોક સિવાય બીજી અનેક સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ટમેટાંના રસના સેવનથી લિપિડ મેટાબોલીઝ્મ અને સોજાને નિયંત્રણમાં રાખે છે.

ડાયાબિટીસ : આ વાત શોધમાં પણ સાબિત થઈ ચૂકી છે કે, વજન વધારો એ એક ડાયાબિટીસનો રિસ્કી ફેક્ટર છે. એક શક્તિશાળી PPAR અલ્ફા એગોનિસ્ટના રૂપમાં ટમેટાંના રસનું સેવન કોલેસ્ટ્રોલના લેવલને તો ઓછું કરે જ છે, પરંતુ સાથે જ ગ્લુકોઝના લેવલને પણ નિયંત્રણમાં રાખે છે.આ રીતે ટમેટાંનો રસ, ડાયાબિટીસના રોગીઓ માટે, ઇન્સુલિન સેન્સિટિવિટીના સુધારવામાં મદદ કરે છે. PPAR ના કારણે શરીરમાં થવા વાળા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. ત્યાં જ, એડિપોનેક્ટિવ અને એડિપોઆર હોર્મોન્સના પ્રોડકશનને વધારે છે, જેનું ઓછું સ્તર વધવાથી વજન વધારો ડાયાબિટીસને ટ્રિગર કરે છે.

ઇમ્યુન સિસ્ટમ : ટમેટાંના રસમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ટમેટાંના રસમાં લાઈકોપિન અને બીટા-કેરોટિન જેવા મજબૂત કેરોટીનોઈડની ઉપસ્થિતિ તેના ઇમ્યુનોમોડયુલેટિંગ ઇફેક્ટ માટે સૌથી સારી રીતે જાણવામાં આવે છે. ટમેટાંના રસમાં હાજર કેરેટોનોઈડ નુકશાનકારક મુક્ત રેડિકલ્સને દૂર કરે છે. ટમેટાંના રસના સેવનથી કેરોટીનોઈડ વધે છે, જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને ઓટોઇમ્યુનના વિકારોને રોકવામાં મદદ કરે છે.

કેન્સર : ટમેટાંના રસનું લાઈકોપિન યૌગિકમાં કેન્સર નિવારક ગુણ હોય છે. એક અધ્યયન અનુસાર, અમેરિકામાં 80%થી પણ વધારે લોકોની ડાયટમાં લાઈકોપિન ટમેટાંનો રસ સામેલ છે. આ ટમેટાં પ્રોડકટનું વેંચાણ વિભિન્ન પ્રકારના કેન્સર જેવા કે, ફેફસા, પેટ, સ્તન અને પ્રોસ્ટેટની ઓછી ઘટનાથી જોડાયેલ છે. લાઈકોપિન એક મજબૂત એન્ટી ઓક્સીડેન્ટ હોવાના કારણે શરીરમાં રહેલા મુક્ત કણોનો નાશ કરવામાં મદદ કરે છે અને આ રીતે જ તે કેન્સરના જોખમથી બચાવે છે.હૃદયની બીમારી : ટમેટાંના રસનું સેવન કરવાથી હૃદય રોગોનું જોખમ ઓછું થાય છે. તેમાં આવશ્યક વિટામિન-સી અને ફિલોનીક એસિડ સામેલ હોય છે. તેમજ ટમેટાંના રસમાં 50.4 મિલીગ્રામથી, કોલેસ્ટ્રોલ અને ગ્લુકોઝના સ્તરને ઓછું કરવામાં મદદ મળે છે, જે હૃદય રોગનું કારણ બને છે.

એન્ટી-એજિંગ એજંટ : ટમેટાંના જ્યુસમાં કેરોટોનોઈડ્સ હોય છે, જે એક કુદરતી એન્ટી-એજિંગ યૌગિક છે. તમે તમારી દરરોજની ડાયટમાં ટમેટાંના રસને શામિલ કરીને મુક્ત કણોથી કોશિકાને થવા વાળા નુકશાનને રોકવામાં મદદ કરી શકો છો.

દરરોજ ટમેટાંના રસનું સેવન કરવાથી તમારી સ્કીન ચમકવા લાગે છે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાય શકો છો. ટમેટાંના રસથી ત્વચા સંબંધી કેટલીક સમસ્યા દૂર થાય છે, જેમ કે ખીલ, ફૂસી અને સુખી ત્વચા જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.તણાવ અને ચિંતા : ટમેટાંના રસમાં લાઈકોપિન વધારે માત્રામાં હોય છે. આ બંને સંયોજનો ઘણા માનસિક લક્ષણો જેવા કે, ડિપ્રેશન, અસ્વસ્થતા અને તણાવમાં ખાસ કરીએ મેનોપલ્સ સ્ત્રીઓમાં ઘટાડો કરવામાં ખુબ જ જાણવામાં આવે છે. એક અધ્યયન અનુસાર, મગજના ન્યૂરોટ્રાન્સમીટરના અસંતુલનમાં ઘણા માનસિક વિકારનું કારણ બની શકે છે. જીએબીએ અને લાઈકોપિન ચેતા પ્રસારણમાં મદદ કરે છે.

વજન : ટમેટાંનું જ્યુસ પીવાથી વજન ઘટવામાં પણ મદદ મળે છે. એક અધ્યયન અનુસાર, ટમેટાંનું જ્યુસ ઇન્ફ્લેમેટરી સાઇટોકિંસને ઓછું કરવામાં મદદ કરે છે, જેની ઉચ્ચ સાંદ્રતા ચરબીને અથવા તો વધારે વજનને, ફેટ માસને, મસલ્સ અને કમરના વધારે વજનથી જોડાયેલ હોય છે. આ સિવાય, ટમેટાંના જ્યુસમાં કેલેરી ઓછી હોય છે, તે કારણથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

આવા જ સરસ લેખ અને ટિપ્સ માટે નીચેનું બ્લુ કલરનું લાઈક બટન દબાવો. 

Leave a Comment