આ છે મોંના ચાંદા અને અલ્સર દુર કરવાનો આયુર્વેદિક ઉપચાર, કોઈ પણ દવા વગર જ મટી જશે ઝડપથી… જાણો ઉપયોગની રીત….

મિત્રો અમુક વ્યક્તિઓને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. જો કે મોઢામાં ચાંદા અનેક કારણોસર પડતા હોય છે. જેમાં અમુક વિટામીનની કમી, શરીરની ગરમી, અથવા તો કોઈ વસ્તુનું સેવન કરવાથી થતી એલર્જી પણ આ માટે જવાબદાર છે. આયુર્વેદમાં બહેડા એ એક આયુર્વેદિક ઔષધી છે. જેનો ઉપયોગ તમે મોઢાના ચાંદા પડે ત્યારે કરી શકો છો. 

ઘણી વખત તમને મોઢામાં ચાંદા પડી જતા હોય છે. જયારે મોઢાના ચાંદા દુર કરવા માટે તમે બહેડા નામની ઔષધિનો ઉપયોગ કરી શકો છો. બહેડા એ સમગ્ર ભારતમાં મળી જાય છે. જો કે મુખ્ય રૂપે તે મેદાન પ્રદેશ અને પર્વત વિસ્તારમાં તેના વૃક્ષો જોવા મળે છે. આ લેખમાં આપણે મોઢાના ચાંદા એટલે કે અલ્સરની બીમારી દુર કરવા માટે બહેડાના ઉપયોગની વાત કરીશું.

બહેડા શું છે ? : બહેડાને તમે ત્રિફલાનો એક ભાગ કહી શકો છો, ઉનાળો આવતા જ તેના વૃક્ષ પર ફૂલ આવવા લાગે છે. જયારે વસંત પહેલા તેમાં ફળ પણ પાકી જાય છે. બહેડાના ફળનો ઉપયોગ તમે મોઢાના ચાંદા, સોજા, દુખાવાની સમસ્યા દુર કરવા માટે કરી શકો છો. મોઢાના ચાંદા દુર કરવા માટે બહેડા ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ બીજા અનેક રોગોમાં કરી શકો છો. 

બહેડાની છાલનો ઉપયોગ : બહેડાની છાલ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેની છાલનો ઉપયોગ કરવા માટે તમે બહેડાની છાલને પીસીને ચૂર્ણ બનાવી લો. તેને ગરમ પાણીમાં નાખીને ઉકાળો. ધીમે ધીમે પાણી ઘાટું થવા લાગશે. હવે તેને 1 થી 3 ચમચી જેટલું પીવો. અલ્સર જલ્દી ઠીક થઈ જશે. બહેડાના ચૂર્ણમાં તમે ઘી મિક્સ કરો અને તેને ચાંદા પર લગાવો તેનાથી આરામ મળશે.

બહેડાના ફૂલનો ઉપયોગ : તમે બહેડાના ફૂલનો ઉપયોગ કરીને પણ મોઢાના ચાંદા દુર કરી શકો છો. તમે બહેડાના ફૂલ અને પાનને સુકવી લો અને મિક્ચરમાં પીસી લો. હવે આ ચૂર્ણમાં ગોળ મિક્સ કરો. હવે તમારે આ ચૂર્ણનો સવાર સાંજ ઉપયોગ કરવાનો છે. તેનાથી અલ્સરની સમસ્યા અને કફની સમસ્યા દુર થઈ જશે. બહેડાના ફૂલનો ઉપયોગ કરવાની બીજી રીત એ છે કે, તમે બહેડાના ફળને શેકીને પાવડર બનાવી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે તેને ચાંદા પર લગાવો તેનાથી દુખાવો અને સોજો ઓછો થઈ જશે. 

બહેડાના બીજનો ઉપયોગ : બહેડાના સુકા ફળના બીજનો ઉપયોગ તમે અલ્સરની સમસ્યા દુર કરવા માટે કરી શકો છો. તમે બહેડાના બીજને પીસી લો અને પછી ચાંદા પર લગાવો, તેનાથી અલ્સરના દુખાવા અને આસપાસ દેખાતા સોજામાં રાહત મળે છે. બહેડાની છાલ ચૂસવાથી પણ ઉધરસમાં આરામ મળે છે, જો તમને મોઢામાં ચાંદા થઈ ગયાં છે તો તમે દુધમાં બહેડા નાખીને ઉકાળો અને પછી તેને પીવો. તેનાથી ઉધરસ ઠીક થઈ જશે અને અલ્સરની સમસ્યા પણ દુર થઈ જશે.

બહેડાની છાલની પેસ્ટ : જો તમે બહેડાની છાલની પેસ્ટ બનાવીને તેને ચાંદા પર લગાવો છો તો તે ઠીક થઈ જશે અને સોજો ઓછો થઈ જશે. યોગ્ય માત્રાની વાત કરીએ તો તમે બહેડાને 5 થી 7 ગ્રામ ઉપયોગ કરી શકો છો. બહેડાની છાલને પીસીને તમે તેમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પણ તમે મોઢાના ચાંદા દુર કરવા માટે ઉપયોગ કરી શકો છો. 

મોઢાના ચાંદા ઠીક કરવા માટે બહેડાના ફળનો ઉપયોગ સૌથી સારી રીત છે. જેનાથી ઓછા સમયમાં તમે આરામ મેળવી શકો છો. પરંતુ તેનું વધુ સેવન ન કરવું જોઈએ. જો તમે વધુ પ્રમાણમાં સેવન કરશો તો તમને ઉલટી અથવા ઝાડાની સમસ્યા થઈ શકે છે. આમ બહેડાની છાલનો ઉપયોગ કરીને તમે મોઢાના ચાંદાની સમસ્યા દુર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment