છોડને હંમેશા લીલાછમ રાખવા માટે તેમાં રાખી દો આ ખાસ પ્રકારની સળી, કીટાણુનો નાશ કરીને થશે છોડનો ગ્રોથ થઈ જશે ડબલ

મિત્રો આપણા ઘરની આસપાસ જો નાનો બગીચો હોય કે, અવનવા પ્રકારના છોડ હોય તો આપણા આંગણાની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે. દરેક લોકોનું એવું સપનું હોય છે કે, પોતાના નાના સરખા બગીચાને ખૂબ જ સુંદર બનાવે, અને તેમાં લગાવવામાં આવેલા દરેક છોડ હર્યા-ભર્યા અને તંદુરસ્ત દેખાય. તો આજે આ જ વિષયને લઈને અમે તમને માહિતી પૂરી પાડવાના છીએ, જેથી તમારા છોડ હંમેશા લીલાછમ રહે. એક એવો આઈડિયા તમારી સમક્ષ મુકીશું જે તમારા છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે, અને તે છે માચીસની સળી. જી હા મિત્રો માચીસની સળી એટલે કે દીવાસળી.

આજના સમયમાં મોટાભાગના લોકો બાગ કામના શોખીન હોય છે. ફ્લેટમાં રહેતા લોકો પણ પોતાની બાલ્કનીમાં ઘણા બધા છોડ લગાવે છે અને સજાવે છે. તેના માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા કરે છે. પરંતુ તમને અહીંયા અમે એક નુસ્ખો જણાવીશું જે તમારા છોડને નવું જીવન આપશે. બાગકામના જાણકાર જણાવે છે કે, છોડનો વિકાસ, લીલોતરી અને તેની વાસ્તવિક ચમક માટે તમે ખાતરવાળી માટી મેળવો છો, અને સમયાંતરે પાણી પણ આપો છો. તે છતાં કેટલીક વાર છોડ તેવી રીતે નથી વિકાસ પામતા જેટલી આપણને આશા હોય છે અથવા તો તેનો વિકાસ થતો નથી.

કેટલીક વાર એવું પણ હોય છે કે, તમે નર્સરીથી જેવી રીતે છોડ લઈને આવ્યા હતા તે તેને અનુરૂપ નથી હોતો. આખરે કેમ, શું તમે એવું વિચાર્યું છે ? કેટલાક લોકો બાગ કામના જાણકારની પણ સલાહ લે છે અને દવાઓનો છંટકાવ પણ કરે છે. પરંતુ અમે તમને દીવાસળીની સળીનો નુસ્ખો જણાવીશું જે ચમત્કારીક પરિણામ આપે છે. તેનાથી છોડનો વિકાસ જોઈને તમે દંગ રહી જશો. 

1 ) દીવાસળીમાં છે કીટાણુ નાશક ગુણ : મિત્રો તમે એવું તો જોયું જ હશે કે દીવાસળીની સળી કાળા અને લાલ રંગની હોય છે. તેમાં કાળા રંગની દીવાસળીની સળીમાં પોટેશિયમ ફ્લોરેટ, ફોસ્ફરસ,સલ્ફર, મેગ્નેશિયમ અને ફેરિક ઓક્સાઇડ પણ ભેળવેલું હોય છે. લાલ રંગ વાળી દિવાસળીની સળીમાં ફોસ્ફરસનું પ્રમાણ થોડું વધારે હોય છે. આ વધારે જ્વલનશીલ હોય છે. ફોસ્ફરસનો ઉપયોગ ફટાકડામાં પણ કરવામાં આવે છે.

વળી માચીસની સળીમાં હાજર બધા રસાયણોના ગુણ હોય છે. આ કારણે દીવાસળીની સળી છોડ માટે કીટાણુ નાશકનું કામ કરે છે. ફોસ્ફરસ છોડવાઓના જડને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના સિવાય ગંધક કે સલ્ફર મેગ્નેશિયમ ક્લોરોફીલ છોડના વિકાસમાં મદદ કરે છે. જો તમે છોડના મૂળિયાં પાસે ઓછામાં ઓછી 10 અને વધુમાં વધુ 15 સળગાવ્યા વગરની દીવાસળીની સળી જમીનમાં લગાવી દેશો તો છોડનો વિકાસ પણ થશે અને છોડ લીલોછમ પણ રહેશે.

2 ) આવી રીતે કામ કરે છે દીવાસળીની સળીનો ગુણ :-  જો તમે છોડના મૂળિયાંની પાસે કેટલીક દીવાસળીની સળીઓ લગાવી દેશો તો જ્યાં સુધી માટી ભીની રહેશે તેનું રસાયણ તમારા છોડના મૂળમાં પહોંચવા લાગશે. તેના સિવાય જ્યારે તમે સમય સમય પર પાણી રેડશો તો દિવાસળીનું રસાયણ માટીમાં મિશ્રિત થતું રહેશે. તેનાથી છોડના મૂળથી લઈને ડાળીઓ સુધી સળીઓનું રસાયણ ધીરે ધીરે પહોંચતું રહેશે. આ પ્રક્રિયા તેવી જ રીતે થશે જેવી રીતે તમે ખાતર નાખો અને છોડને પોષણ મળે છે. 

3 ) ધ્યાન રાખવા જેવી બાબત :- દિવાસળીનો ઉપયોગ તમારા ઘરમાં લાગેલા નાના છોડ માટે કરો, પરંતુ ધ્યાન રાખવું કે આ કોઈ ખાતરનો કે યુરિયાનો વિકલ્પ નથી. દિવાસળીની સળી માત્ર કીટાણુનાશકનું કામ કરે છે, જે યુરિયા નથી કરતું. કેટલીક વાર છોડમાં ફૂગ કે અદ્રશ્ય કીડા લાગી જાય છે જેની તમને જાણ નથી હોતી.

કેટલીક વાર આવા કીડા તમને દેખાતા નથી. એવામાં દીવાસળીની સળી ખૂબ જ કામ આવે છે. અહીંયા એ વાત પણ કહેવી જરૂરી છે કે, એકવાર દિવાસળીની સળી માટીમાં દબાવ્યા પછી  હંમેશા માટે નથી રહેવા દેવાની તેને એક અઠવાડિયા કે દસ દિવસ પછી બહાર કાઢી લો. કારણ કે તેની અસર થોડા દિવસ પછી સમાપ્ત થઈ જાય છે.

Leave a Comment