સામાન્ય લગતા આ પાન, લોહીમાં જામેલા યુરિક એસિડ ને જડમુળથી સફાયો કરી બચાવશે અનેક ગંભીર બીમારીઓથી.

યુરિક એસિડ લોહીમાં હાજર એક ગંદો પદાર્થ છે. આ શરીરમાં જ્યારે પ્યુરિન નામના રસાયણો ને તોડે છે ત્યારે બને છે. મોટાભાગે યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે. કિડનીઓમાંથી પસાર થાય છે અને શરીરમાં પેશાબ દ્વારા બહાર નીકળે છે. પ્યુરીન થી ભરપુર ખાદ્ય પદાર્થ અને પીણા પણ લોહીમાં યુરિક એસિડ ના સ્તર ને વધારે છે.

લોહીમાં આની માત્રા વધવાથી સંધિવા રોગ થઈ શકે છે. સંધિવા એક ગઠીયા જેવો જ રોગ હોય છે જેમાં સાંધામાં અત્યંત દુખાવો થાય છે. જો શરીરમાં વધારે યુરિક એસિડ રહે છે તો હાઇપરયૂરિસીમિયા ની સમસ્યા થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં યુરિક એસિડ ક્રિસ્ટલ બની શકે છે. આ ક્રિસ્ટલ સાંધામાં જમા થઈ શકે છે અને ગઠિયા વા નું કારણ બની શકે છે. એટલું જ નહીં આનાથી કિડની ની પથરી પણ બની શકે છે.જો હાઈ યુરિક એસિડ લેવલનો યોગ્ય ઇલાજ ન કરવામાં આવે તો હાડકા, સાંધા અને પેશીઓને નુકશાન પહોંચાડે છે. એટલું જ નહીં આનાથી કિડની રોગ અને હૃદયરોગનો પણ ખતરો રહે છે. મેડિકલમાં આના અનેક ઈલાજ છે પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપચાર દ્વારા આનાથી રાહત મેળવી શકો છો.

1) યુરિક એસિડ ની રામબાણ દવા ધાણાના પાન:- ધાણા ના લીલા પાન માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પરંતુ અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો ઈલાજ પણ કરે છે. ધાણા નું આયુર્વેદમાં એક મુખ્ય સ્થાન છે. ધાણા ના પાનનો ઉપયોગ લોહીમાં ક્રિએટાઈન અને યુરિક એસિડ ના સ્તર ને ઘટાડવા માટે કરી શકાય છે. આ ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ અને મેંગેનીઝ નો એક સારો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય આ પાનમાં વિટામિન સી અને વિટામિન કે હોય છે. આમાંથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન, ફોસ્ફરસ અને નિયાસિન જેવા મિનરલ્સ પણ મળે છે.કેવી રીતે કરવો ધાણાનો ઉપયોગ:- ધાણા ના પાન ની એક સારી ઝૂડી લો. ત્યારબાદ પાનને અડધા કલાક માટે મીઠા વાળા પાણીમાં પલાળીને રાખી દો. ધાણા ને કાપી ને બે ગ્લાસ પાણીમાં એક બંધ વાસણમાં દસ મિનિટ સુધી ઉકાળો. ઢાકણ હટાવ્યા વગર તેને ઠંડુ થવા દો. આ પ્રવાહીનું સેવન ખાલી પેટે કરો.

2) યુરિક એસિડ ઘટાડવા અસરકારક તમાલપત્ર:- એક અભ્યાસ પ્રમાણે રસોઈ ના મસાલા સ્વરૂપે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતો પરંતુ તેનો ઉપચાર રૂપે પણ ઉપયોગ કરી શકાય છે જે યુરિક એસિડ ઘટાડવામાં સહાયક છે. આમાં વિટામીન-સી, વિટામીન-એ અને ફોલિક એસિડ હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે સારા હોય છે. હાઈ યુરીક એસિડને ઘટાડવા માટે તમાલપત્ર અસરકારક છે.કેવી રીતે કરવો તમાલપત્રનો ઉપયોગ:- 10 થી 25 તમાલપત્ર લો. અને ત્રણ ગ્લાસ પાણી લો. તમાલપત્ર ને સાફ કરવા માટે વહેતા પાણીથી ધોઈ લો. તમે એક ગ્લાસ પાણી ને છોડવા માટે ઉકળતા પાણીમાં તમાલપત્ર નાખો. આ ઉકળેલા પાણીને બે ભાગમાં વહેંચી લો. આ ઉકાળેલું પાણી દિવસમાં બે વાર પીવો.

3) નાગરવેલના પાન:- નાગરવેલના લીલા પાન પણ યુરિક એસિડની અસરને ઘટાડવામાં સહાયક છે. એક અભ્યાસ પ્રમાણે સંશોધન દરમિયાન જે ઉંદરોને નાગરવેલના પાનનો અર્ક આપવામાં આવ્યો હતો તેમનું યુરિક એસિડનું સ્તર ઘટેલું જોવા મળ્યું હતું. તેના માટે તમે નાગરવેલના પાન ચાવી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેની સાથે કોઈ પણ પ્રકારનું તમાકુ નું સેવન ન કરવુ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment