10 મિનીટ કરતા વધુ સમય ટોઇલેટમાં બેસવાની ભૂલ બની શકે જોખમી, જાણો ડોક્ટર દ્વારા જણાવેલ હકીકત અને તેના પરિણામો…

ઘણા લોકો એવા હોય છે જે ટોઇલેટમાં ખુબ જ લાંબો સમય વિતાવતા હોય છે આથી જ કહી શકાય કે એવા લોકોની અછત નથી જે શૌચાલયમાં ખુબ જ વધારે સમય પસાર કરે છે. તમે જોયું હશે અથવા તો તમે પોતે આ ક્રિયા કરતા હશો કે મોટા ભાગે લોકો શૌચાલયમાં જઈને છાપું વાંચે છે અથવા તો મોબાઇલ જોવે છે. જો તમે પણ આ શ્રેણીમાં આવો છો, તો સાવધાન થઈ જાવ. 

કારણ કે આ ટેવ તમારા માટે ખૂબ જ નુક્સાનકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટ ચેતવણી આપતા કહે છે કે શૌચાલયમાં 10 મિનિટથી વધુ સમય પસાર કરવાથી પાઇલ્સ કે બવાસીરની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટ આ વિશે જણાવે કે શૌચાલયમાં 10 મિનિટથી વધુ સમય પસાર કરવાથી હેમોરોયડસ થઈ શકે છે. તેઓએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને આ વિશે લોકોને જાગૃત કરવા ખુબ જ વિગતેવાર જણાવ્યુ છે.

નસ પર બિનજરૂરી દબાણથી થાય છે પાઇલ્સ : આ વિશે તમને વધુ માહિતી આપતા એક્સપર્ટ જણાવે છે તેમજ પોતાની રેગ્યુલર મેડિકલ એડવાઈસને સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. તેઓએ હમણાં જ એક વિડીયોમાં પાઇલ્સથી બચવા માટે શૌચાલયમાં કેવી રીતે બેસવું જોઈએ તેની સાચી રીત બતાવી છે. આ વિડીયો તેમણે યુટ્યુબ પર શેર કર્યો છે. વિડીયો શેર થતાં ની સાથે જ વાઇરલ થઇ ગયો. વિડિયોમાં તેમણે શૌચાલય સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે. 

વિડિયોમાં તેમણે તેમના ફોલોઅર્સને કહ્યું કે શૌચાલયમાં વધુ સમય ન બેસવું. પ્રયત્ન કરો કે શૌચાલયમાં 10 મિનિટથી વધુ સમય ન બેસવું પડે. તેમણે કહ્યું કે ગુરુત્વાકર્ષણ તમારો મિત્ર ન હોય શકે. તે હંમેશા વસ્તુને પોતાની તરફ ખેંચે છે. આ માટે જ્યારે તમે શૌચાલયમાં બેસો છો ત્યારે, લોહીનું ભ્રમણ ગુરુત્વાકર્ષણની દિશામાં નીચેની તરફ થાય છે જેનાથી નસ પર દબાણ લાગે છે અને હૈમરેજ એટલે કે પાઇલ્સ અથવા તો બવાસીર થવાનું જોખમ વધી જાય છે.

તણાવ (ચિંતા) ના કારણે બ્લડ વેસલ્સમાં સોજો આવી શકે છે : આ સિવાય આ વિશે તેમણે પણ કહ્યું છે કે, જો તમે વધુ સમય સુધી શૌચાલયમાં બેસી રહો છો તો, લોહીનું ભ્રમણ નીચેની તરફ વધુ થવા લાગશે. આના કારણે મળાશયની નસ પર બીનજરૂરી દબાણ વધી જાય છે જેથી હૈમરેજ એટલે કે પાઇલ્સ અથવા તો બવાસીરનું જોખમ વધી જાય છે.

આ માટે પ્રયત્ન કરવો કે શૌચાલયમાં 10 મિનિટથી વધુ સમય ન બેસવું. તેઓની બીજી સલાહ એ છે કે, જ્યારે પણ શૌચાલયમાં જઈએ ત્યારે તણાવ ન લેવો જોઈએ. તેઓએ કહ્યું કે જ્યારે તમે તણાવમાં એટલે કે ચિંતામાં રહીને શૌચાલયમાં જાવ છો, ત્યારે પાછળની બાજુ દબાણ વધુ લાગે છે જેના કારણે બ્લડ વેસલ્સમાં સોજો આવી શકે છે. આનાથી પાઇલ્સ અથવા તો બવાસીર થવાનું જોખમ રહે છે. ડોક્ટર આ વિશે ત્રીજો મહત્વપૂર્ણ ઉપયોગ જણાવતા કહ્યું છે કે પાઇલ્સ થી બચવા માટે દરરોજ 2 થી 30  ગ્રામ ફાઇબરનું સેવન કરવું. 

આમ જો તમે ટોઇલેટમાં વધુ સમય બેસો છો તો તેનાથી તમારા શરીરની અનેક તકલીફો શરુ થઇ જાય છે. તેમજ પાઈલ્સ અને નસનું દબાણ તેમજ લોહીનું પરિભ્રમણ પર તેની અસર થઇ શકે છે. આથી તમારે શૌચાલયમાં વધુ સમય ન લેતા વધુમાં 10 મિનીટ જ બેસવું જોઈએ, જે તમારા માટે હિતકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment