આનું સેવન સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન, સવારે ઉઠતાની સાથે જ પીવાથી થાય છે આ અઢળક ફાયદાઓ. જાણીલો આ ખાસ માહિતી.

આપણે નાના હતા ત્યારથી જ આપણે જોઈએ છે કે, આપણા વડવાઓ સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીવે છે. આમ પણ સવારમાં ખાલી પેટે હંમેશા હેલ્ધી ફૂડ ડ્રિન્ક પીવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના લોકો સવારમાં જ્યુસ વગેરે નથી બનાવી શકતા, એવામાં તેઓ વાસી મોઢે માત્ર પાણી પી લે છે. પરંતુ કેટલાંક લોકોના મનમાં એવો સવાલ એ છે કે શું ખાલી પેટે ફ્રીઝ, માટલું, તાંબુ કે નોર્મલ કયું પાણી પીવું જોઈએ? જેથી શરીરને હાઈડ્રેટ કરી શકાય અને સ્વસ્થ રહી શકાય. તો ચાલો જાણીએ વિસ્તારપૂર્વક સવારમાં ખાલી પેટે કયું પાણી પીવું જોઈએ.

આયુર્વેદાચાર્ય ના જણાવ્યા પ્રમાણે અત્યંત ફાયદાકારક હોય છે. સવારમાં ઉઠીને માટલાનું પાણી પીવું સૌથી અધિક લાભદાયક છે. માટલાનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, શરીરને ઠંડક મળે છે અને શરીરમાં જમા થયેલા ઝેર પદાર્થ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. પરંતુ તમારી પાસે માટલું ન હોય તો તમે નોર્મલ કે તાજું પાણી પણ પી શકો છો સવારમાં ઉઠીને ફ્રીજનું પાણી ન પીવું જોઈએ.માટલાનું પાણી પીવાના ફાયદા:- ડોક્ટરે જણાવ્યું કે આયુર્વેદમાં માટલાના પાણી ને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવ્યું છે. માટલાનું પાણી સૌથી સર્વોત્તમ ગણાય છે. ડોક્ટર આગળ જણાવે છે કે માટલાનું પાણી અન્ય વાસણોની તુલનાએ તેનો કોઈ મુકાબલો નથી. માટલાનું પાણી ટીડીએસ ને ઓછા કરી શકે છે સાથે જ વધારી પણ શકે છે. વિશેષરૂપે ઉનાળામાં માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. માટલાનું પાણી પિત્તને સંતુલિત કરે છે સાથે જ પેટની સમસ્યાઓ પણ દૂર કરે છે.

સવારમાં ઉઠીને નોર્મલ પાણી કેવી રીતે પીવું?:- જો તમારી પાસે માટલું ન હોય તો તમે ફ્રીજનું પાણી પીવાની જગ્યાએ નોર્મલ કે તાજું પાણી પણ પી શકો છો. નોર્મલ પાણી પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય રહે છે. તમે ઈચ્છો તો નોર્મલ પાણીને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં લીંબૂ, મધ વગેરે મેળવી શકો છો. તેના સિવાય નોર્મલ પાણીમાં કાકડી, એલોવેરા રસ, આમળા વગેરે નાખી શકો છો. આ પ્રકારનું પાણી પીવાથી તેના પોષક તત્વો વધી જાય છે અને શરીરને અનેક લાભ પણ મળે છે.ફ્રીજનું પાણી પીવાના નુકશાન:- ફ્રીજનું પાણી સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક છે. ફ્રીજનું પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ પાણીને પીવાથી આંતરડા સંકોચાય છે. કબજિયાત અને અપચાની સમસ્યા પણ રહે છે. તેથી સવારમાં કે દિવસમાં પણ ફ્રીજનું પાણી ન પીવું જોઈએ.

જો તમે પણ સવારમાં ઊઠીને પાણી પીવો છો તો ફ્રીજ કે તાંબાના પાણીની જગ્યાએ માટલાનું પાણી પીવો. તમે ઈચ્છો તો નોર્મલ કે તાજું પાણી પણ પી શકો છો. માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, તમે ઈચ્છો તો ફળનું જ્યુસ કે શાકભાજીનું જ્યુસ વગેરે પણ પી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment