ફક્ત 15 દિવસ કરો આ 3 આસન, પગથી લઈને કમર સુધીના તમામ દુખાવામાં છે રામબાણ ઈલાજ… સ્ત્રીઓ માટે છે 100% ઉપયોગી છે આ આસન…

આજની વ્યસ્ત જીવન શૈલીના કારણે અને કામના વધુ પડતા પ્રેશરના કારણે ઘણા લોકોને કમર અને પગમાં અતિશય દુખાવો થતો હોય છે. વિશેષ રૂપે મહિલાઓને આ સમસ્યા વધુ પરેશાન કરે છે. આવા દુખાવાને સહન કરવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. આવા દુખાવાના કારણે ઉઠવા, બેસવા, ચાલવામાં, ફરવામાં ઘણી તકલીફ થાય છે તથા નીચે ઝુકી પણ શકાતું નથી.

આવા દુખાવામાં આપણે પેનકિલર કે દવાઓનો સહારો લઈએ છીએ પરંતુ તે લાંબા ગાળે નુકસાન કરે છે તેથી આજે અમે બે એવા યોગાસન જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે દુખાવાને કાયમ માટે દૂર કરી શકશો. આ યોગાસનનું પરિણામ તમને માત્ર 15 જ દિવસમાં જોવા મળશે. આ યોગાસનને તમારે સવારમાં ઉઠ્યા બાદ તમારી પથારીમાં જ કરવાનું છે અને તેને તમે સુતા સુતા જ કરી શકો છો. આ યોગાસન કેવી રીતે કરી શકાય અને તમારા માટે અતિ ઉપયોગી એવી આ માહિતી જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

પગનો દુઃખાવો દુર કરે ઉત્તાનપાદાસન:- સૌપ્રથમ પગ નો દુખાવો દૂર કરવા માટે માનસિક રીતે શાંત થઈ જવું.ત્યાર પછી પથારી માંજ કમર પર દબાણ આપીને સીધા સુઈ જવું. ત્યાર બાદ પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. શરીરમાં થતા દુખાવાનો અહેસાસ કરવો. ત્યારબાદ હાથ સીધા રાખીને હથેળીને આકાશ તરફ રાખવી.

હવે ધીમે ધીમે બંને પગને ઉપરની તરફ લઇ જવા. જયારે તમે પગને ઉપરની તરફ લઇ જાવ છો ત્યારે શ્વાસ અંદરની તરફ ખેંચવો. જેટલી વાર સુધી તમે રોકાઈ શકો ત્યાં સુધી આ સ્થિતિમાં રહેવું. આવી સ્થિતિમાં તમે જ્યાં સુધી રહી શકતા હોવ ત્યાં સુધી જ રહેવું જબરજસ્તી પૂર્વક ન રહેવું.નહીં તો વધુ નુકશાન થઇ શકે છે.

ત્યાર બાદ શ્વાસ છોડીને બંને પગને એકસાથે નીચે લાવવા. જો તમને આ આસન કરવામાં તકલીફ થાય છે તો તમારે દીવાલનો ટેકો પણ લઇ શકો છો. પગને ઉપર ઉઠાવતા દીવાલના ટેકે તે સ્થિતિમાં રહેવું. શરૂઆતમાં આ પ્રક્રિયા 5 મિનીટ સુધી અથવા તો જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી કરવું . ત્યાર બાદ આ આસન કરવા ધીમે ધીમે સમયમાં વધારો કરવો.આ આસનથી પગની નસો છૂટી પાડશે અને દુઃખાવો દુર થવા લાગશે.કમરનો દુખાવો દુર કરવા માટે કરો આ સલંબભુજંગાસન:- આ આસન કરવા માટે સૌથી પહેલા તમારે પથારીમાં પેટ પર દબાણ આપીને સુઈ જવું. બંને હાથને આગળની તરફ સીધા રાખવા. અને હથેળીને જમીનની તરફ રાખવી. હવે બંને કોણીને વાળીને બંને ખભા સમાંતર રહે તે રીતે રાખવા. હવે બંને કોણી પર શરીરના વજનનું દબાણ આપતા આપતા છાતીના ભાગને ધીમે ધીમે આરામથી ઉપરની તરફ ઉઠાવવો. આ સ્થિતિમાં એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે આ સ્થિતિમાં કમર પર વધારે બળ કરવું નહિ.

આ સ્થિતિ માં થોડી વાર સુધી રહેવું ત્યાર બાદ છાતી અને દાઢીને જમીન પર રાખી સુઈ જવું.  હવે ફરી પાછો છાતીનો ભાગ કોણી પર દબાણ રાખીને ઉપર ઉઠાવવો. અને ફરી પાછા ધીમે ધીમે છાતી અને મોંના ભાગને જમીન પર લાવવા. આ રીતે આ પ્રક્રિયા શરૂઆતમાં 3 થી 4 વખત જ કરવી ત્યાર બાદ ધીમે ધીમે યોગાસન કરવાના સમયમાં વધારો કરતા રહેવાનો. આ યોગ વધુમાં વધુ 50 વખત સુધી કરી શકો છો. તેનાથી વધારે વખત કરવો નહિ. નિયમિત આ બંને આસન કરવાથી ઝડપથી કમરથી લઈને પગ સુધીનો દુઃખાવો દુર થશે અને ઘણી રાહત થશે.કમરની નીચેના ભાગનો દુખાવો દુર કરવા આ માલાસન:- માલાસન કરવાથી તમારી કમરથી નીચેના ભાગમાં થતા દુખાવા સહિતની સમસ્યાઓ દુર થવા લાગે છે. આ આસન કરવાથી મનની એકાગ્રતા વધે છે. 6 પેક્સ બનાવવામાં મદદ મળે છે અને પાચન વ્યવસ્થામાં સુધારો લાવે છે. માંસપેશીઓના દુખાવા દુર કરી શરીરને ટોનમાં લાવે છે. નિતંબના દુખાવા દુર કરવામાં આ આસન ખુબ જ કારગર સાબિત થાય છે. 

આ આસન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:- જે લોકોએ શરીરમાં કોઈ પણ પ્રકારની સર્જરી કે ઓપરેશન કરાવ્યું છે તેમણે આ આસન કરવાથી બચવું. આ ઉપરાંત યોગાસન ધીમે ધીમે કરવા. એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આવો ત્યારે ખૂબ જ સંભાળીને ધીમે ધીમે આવવું. શરીરને કોઈ ઝટકો ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત જે લોકોને કમર અને પગનો દુઃખાવો છે તેમણે જ્યાં સુધી દુઃખાવો દુર ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ભારે વજન ઉંચકવું નહિ. નહિ તો દુઃખાવો વધી શકે છે. યોગાસન કરવાની  શરૂઆત કરો ત્યારે આ આસનો ફક્ત 1-5 મિનીટ જ કરવા. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment