આ ગામમાં થયો ચમત્કાર, 13 મહિનાનું વાછરડું બન્યું ચર્ચાનો વિષય: જાણીને ચોંકી જશો.

ચમત્કાર શબ્દ સાંભળીને જ દરેક વ્યક્તિને જાણવાનો અનેરો ઉત્સાહ હોય છે કે આ ઘટના શું હશે ? પરંતુ વાત જ્યારે ચમત્કારની હોય ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. આવો જ કંઈક ચમત્કાર હમીરપુર ગામમાં થયો છે. જેની ચર્ચા આખા ગામમાં થઈ રહી છે. મિત્રો હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના કુલ્હેરા ગામમાં એક ચમત્કારિક વાછરડું છે. તેને ચમત્કારિક એટલા માટે કહેવામાં આવે છે કેમ કે વાછરડું ગર્ભધારણ કર્યા વગર જ દૂધ આપે છે. તો આવું ક્યારેય બનતું નથી. પરંતુ આ કિસ્સો ખુબ જ અજબ કહી શકાય. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

કુલ્હેરા ગામના પ્રતાપસિંહનું 13 મહિનાનું વાછરડું કલ્પના કર્યા વિના દરરોજ સવારે અને સાંજે અડધો કિલો એટલે કે 500 ગ્રામ જેટલું દૂધ આપે છે. આ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થાય છે, પ્રતાપસિંહે અને ગામમાં ઉપસ્થિત વડીલોએ કહ્યું કે, તેઓ એ આવું ક્યારેય જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી. પરંતુ પ્રતાપસિંહનું વાછરડું ચમત્કારિક છે, જે રોજ આટલું દૂધ આપે છે. તો બીજી તરફ પશુપાલન વિભાગના સિનિયર ડોક્ટર કે.એલ. શર્મા કહે છે કે, પશુ હોર્મોન્સમાં વધારો થવાને કારણે આવું શક્ય છે. આ પ્રકારની ઘટના ઘણા પ્રાણીઓમાં જો મળે છે.

હમીરપુર જિલ્લાના બદસર પેટા વિભાગના કુલ્હેરા ગામમાં પ્રતાપસિંહનું 13 મહિનાનું વાછરડું ગર્ભધારણ કર્યા વિના દૂર્ધારુ બની છે. જેને સ્થાનિકો ચમત્કાર માની રહ્યા છે. ગામ લોકોના મતે, તેઓએ આવું ક્યારેય સાંભળ્યું કે જોયું નથી. જે પ્રાણી ગર્ભધારણ કર્યા વિના જ આટલું દૂધ આપે છે, ગર્ભધારણ કર્યા અને પ્રસવ આપ્યા વિના સવાર સાંજ અડધો કિલો દૂધ આપે છે, જે કોઈ ચમત્કારથી ઓછું નથી.

જો પ્રતાપસિંહ અને તેની પત્ની રેખા દેવીનું માનવામાં તો આ તેમના ઘરની પાળેલી વાછરડી છે. જેની ઉંમર ફક્ત 13 મહિના છે. એક અઠવાડિયા પહેલા વાછરડાનું આંચળ અચાનક ચરબીયુક્ત બની ગયું હતું. તેથી તેને પશુના ડોક્ટર પાસે લઇ ગયા હતા, ડોક્ટરે જ્યારે આંચળ દબાવ્યું તો પહેલા પાણીની ધાર થઇ ત્યાર બાદ તેમાંથી દૂધ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. હવે આ વાછરડું સવારે અને સાંજે સતત દૂધ આપે છે. જોકે, પ્રતાપસિંહે હજુ સુધી આ વાછરડાના દૂધનો ઉપયોગ કર્યો નથી.પરંતુ તે આ દૂધને શિવજીના મંદિરમાં અર્પણ કરે છે.

જો ગામના વડીલ  80 વર્ષીય શક્તિચંદ અને પ્યાર ચંદનું માનવામાં તો તેઓનું કહેવું છે કે, ‘પ્રસવ કે ગર્ભધારણ કર્યા વિના વાછરડી દૂધ આપે તેવી ઘટના તો પહેલી વખત જ સાંભળવા મળી છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી.’ તો બીજી તરફ વરિષ્ઠ પશુચિકિત્સક કે.એલ. શર્માએ જણાવ્યું કે, ‘કેટલાક પ્રાણીઓના હોર્મોન્સમાં વધારો થાય છે. જેના કારણે પ્રાણીઓ ગર્ભધારણ કર્યા વિના દૂધ આપવાનું શરૂ કરે છે. પ્રતાપસિંહનું વાછરડું પણ આવું જ એક પ્રાણી છે, જે દૂધ આપે છે.’

ડો.કે.એલ. શર્માએ પશુપાલકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ‘આ રીતે દુધાળા બનેલા પ્રાણીઓ ચાર કે પાંચ દિવસ સુધી દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ ત્યારબાદના દિવસોમાં તેઓ દૂધનો ઉપયોગ કરી શકે છે. તેના ઉપયોગથી કોઈ નુકસાન થતું નથી.’

Leave a Comment