જાણો આ શ્રાવણ મહિનો રહેશે ખાસ : 47 વર્ષ બાદ બની રહ્યા છે બે મોટા સંયોગ.

મિત્રો આપણે ત્યાં ઘણા ધાર્મિક તહેવારો અને દિવસો આવે છે, જે વર્ષમાં એક વાર આવતા હોય છે. તેને હિંદુ ધર્મમાં ઘણા લોકો ખુબ જ આસ્થાભેર ઉજવતા હોય છે. જેમાં નવરાત્રી, શિવરાત્રી, સાતમ-આઠમ, મકરસંક્રાંતિ, ધૂળેટી, હોળી વગેરે. આ બધા તહેવારુનું કોઈને કોઈ ધર્મિક મહત્વ છે. પરંતુ દેવોના દેવ મહાદેવને આખો મહિનો ભજવાનો સમય આવી ગયો છે. ટૂંક સમયમાં શ્રાવણ માસ શરૂ થવા થઈ રહ્યો છે. 

આ વખત કોરોના હોવાથી દરેક મંદિરોમાં ખુબ જ નીતિનિયમોનું પાલન કરવું પડશે. પરંતુ લોકો દર્શન કરી શકશે. આ મહિનો ભગવાન શિવજીને ખુબ જ પ્રિય છે. માટે આ મહિનામાં લોકો મહાદેવની પૂજાનો વિશેષ લાભ લેતા હોય છે. પરંતુ આ વખતે શ્રાવણ માસનો મહિનો ખુબ જ દુર્લભ છે. જેમાં ઘણા યોગ બની રહ્યા છે. આ વખતે શ્રાવણ માસ ઘણી રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક રહેશે. તો ચાલો જાણીએ આવી રહેલ શ્રાવણ માસની વિશેષતા વિશે અને કોને થશ લાભ. 

આ વખતનો ભગવાન શિવજીના પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે. પરંતુ પૂર્ણ પણ સોમવારના દિવસે જ થાય છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે. પરંતુ શ્રાવણ મહિનાના એક સોમવારે અમાસ અને બીજા સોમવારે પુનમના સંયોગ થઈ રહ્યા છે. આવો સંયોગ 47 વર્ષ બાદ થઈ રહ્યો છે. એટલા માટે આ શ્રાવણ માસ ખુબ જ વિશેષ હશે. 

તમને જણાવી દઈએ કે સોમવતી અમાસ અને સોમવારના રોજ પુનમ આવતી હોય એવો સંયોગ 47 વર્ષ બાદ પહેલી વાર સામે આવ્યો છે. જ્યારે 20 વર્ષ બાદ સોમવતી અને હરિયાળી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ પહેલા વર્ષ 2000 માં સોમવતી અને હરિયાળી અમાસનો સંયોગ બન્યો હતો. જે આ શ્રાવણ માસમાં બનાવ જઈ રહ્યો છે. જ્યોતિષ અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે, ગ્રહોની સ્થિતિનો શુભ પ્રભાવ ઘણી રાશીઓ પર જોવા મળશે. તેની પાછળનું કારણ એ છે કે, હરિયાળી અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહ પોતાની રાશિઓમાં રહેશે. 

આ વિશે જ્યોતિષ જણાવે છે કે, અમાસની તિથીનો સંબંધ પિતૃ સાથે પણ માનવામાં આવે છે. પિતૃમાં પ્રધાન આર્યમાને માનવામાં આવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, તે સ્વયં પિતૃમાં પ્રધાન આર્યમા છે. એવું કહેવામાં આવે છે કે, જો હરિયાળી અમાસના દિવસે વૃક્ષ કે છોડ લગાવવામાં આવે તો પિતૃ તૃપ્ત થાય છે. એટલા માટે આ અમાસના દિવસે વૃક્ષ વાવવું પણ ખુબ જ ઉપયોગી છે.

આ વખતે 20 જુલાઈના રોજ સોમવતી હરિયાળી અમાસ છે, 23 જુલાઈના રોજ હરિયાળી ત્રીજ છે. તેમજ 25 જુલાઈના રોજ નાગપંચમી છે અને 30 જુલાઈના રોજ પવિત્ર એકાદશી છે. સોમવતી પૂર્ણિમા, શ્રાવણી ઉપાકર્મ અને રક્ષાબંધ 3 ઓગસ્ટના રોજ છે. 

Leave a Comment