ડાયાબિટીસમાં સંજીવની સમાન છે આ પીળી વસ્તુનું સેવન… જાણી લો ઉપયોગ કરવાની રીત.. ખર્ચા બચી જશે

ડાયાબિટીસ માટે અનેક દવાઓ બજારમાં મળે છે. લોકો પોતાનાના ડોક્ટરની સલાહ અનુસાર જે તે દવાઓનું સેવન કરે છે. પરંતુ અમુક વસ્તુઓનું સેવન કરીને પણ તમે બ્લડ શુગર લેવલ ઘટાડી શકો છો. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ. 

ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે. જેનો કોઈ સ્થાયી ઈલાજ નથી. તેનો અર્થ એ છે કે, એક વખત જે લોકો તેની ઝપેટમાં આવી પછી તેને તેમાંથી બહાર નીકળવું અશક્ય છે. આ રોગમાં દર્દીનું બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે, જેનાથી ગંભીર સમસ્યાઓનું જોખમ વધી શકે છે. 

એક્સપર્ટ ડાયાબિટીસના દર્દીને હેલ્દી ડાયટ લેવાની સલાહ આપે છે. કારણ તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. અનાજ, પાસ્તા, ફળ, દૂધ, મીઠાઈ અને બ્રેડ જેવી કાર્બોહાઈડ્રેટ જેવા ખાદ્ય પદાર્થ બ્લડ શુગરને વધારી શકે છે. તમારે આ વસ્તુઓનું ઓછી સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસમાં તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જેનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ લેવલ ઓછું હોય અને શુગર અને કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી હોય. એવું માનવામાં આવે છે કે, ઓછી ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વેલ્યુ વાળા ખાદ્ય પદાર્થ બ્લડ શુગરને સારી રીતે મેનેજ કરી શકે છે. આ લીસ્ટમાં ઘણી વસ્તુઓ આવે છે. પરંતુ અમે તમને પીળા રંગની એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકે. સાથે થાક અને કમજોરીને પણ દુર કરે છે. 

1) કોળું અને કોળાના બીજ : એક અધ્યયન અનુસાર પીળા રંગના કોળા ફાઈબર અને એન્ટી ઓક્સીડેંટનો ભંડાર છે. જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેક્સિકો અને ઈરાન જેવા ઘણા દેશોમાં કોળાનો ઉપયોગ ડાયાબિટીસના ઉપચારના રૂપમાં કરવામાં આવે છે. કોળામાં પોલીસેકેરાઈડ નામનું કાર્બ્સનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.

2) લીંબુ : લીંબુ એ ડાયાબિટીસના દર્દી માટે ખુબ જ સારો વિકલ્પ છે. લીંબુ પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરી ખુબ ઓછી હોય છે અને તે તમને હાઈડ્રેટેડ રાખે છે. ડાયાબિટીસના દર્દીને ડીહાઈડ્રેશનનું જોખમ હોય છે. તેવામાં લીંબુ પાણી તેમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. 

3) આડું(પિચ ફ્રુટ) : આડું એક એવું ફળ છે કે, તેમાંથી બધા જ પોષક તત્વો મળે છે. જે શરીરને સારી રીતે કામકાજ કરવામાં મદદ કરે છે. તેમાં નેચરલ શુગર હોય છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. તેની ગ્લાઈસેમિક ઇન્ડેકસની વાત કરીએ તો તેની જીઆઈ રેકિંગ 28 છે. 

4) પીળા ગાજર : ગાજરમાં બીટા કેરોટીન આંખની રોશનીમાં મદદ કરવા માટે ઓળખાય છે અને તેમાં વિટામીન એ નું પ્રમાણ વધુ હોય છે. તમે તેને મટરની સાથે પણ ખાય શકો છો. તેનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે જેમ કે આનું 19 જ છે.

5) જરદાળુ : જરદાળુ એક સ્વાદિષ્ટ ફળ છે. જે ડાયાબિટીસના દર્દી માટે સારો વિકલ્પ છે. તેને કિશમિશની જેમ સુકવીને પણ ખાય શકાય છે. તેમાં એ બધા જ પોષક તત્વો રહેલા છે જે ડાયાબિટીસના દર્દી માટે જરૂરી હોય છે. તેનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું હોવાના કારણે તમે તેને સરળતાથી પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. 

આમ અહી આપેલ આ 5 પીળા રંગની વસ્તુઓનું સેવન કરીને તમે સરળતાથી ડાયાબિટીસ લેવલ ઘટાડી શકો છો. ડાયાબિટીસના લેવલને કંટ્રોલ કરવા માટે જો તમે અમુક વસ્તુઓના સેવન પણ ધ્યાન આપશો તો આ બીમારીથી થતા અન્ય જોખમથી બચી શકો છો. આથી એવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment