જિંદગીમાં ક્યારેય નહિ ચડે વધારાની ચરબી અને આજીવન વજન રહેશે તમારા કંટ્રોલમાં, જાણી લો સવારની આ 8 વસ્તુ…

વજન વધારો એ ઘણી બીમારીઓની જડ છે અને મોટાભાગના લોકો તેના પર ધ્યાન નથી આપતા. જ્યારે પરેશાની વધુ થવા લાગે છે તો લોકો વજન ઓછું કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ અજમાવે છે. પણ તે એટલી સરળ નથી હોતી. આ એક લાંબી પ્રક્રિયા છે. જેના માટે ખુબ જ ધીરજની જરૂર છે. સવારની આ 10 આદત વજનને ઝડપથી ઘટાડવામાં કામ કરે છે. ચાલો તો જાણીએ કે કંઈ છે એવી આદતો જે આપણને વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. 

હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ : આખા દિવસનો સૌથી જરૂરી ખોરાક બ્રેકફાસ્ટ હોય છે. હાઈ પ્રોટીન વાળો બ્રેકફાસ્ટ કરવાથી બપોર સુધી ભૂખ નથી લાગતી. એક અભ્યાસ અનુસાર સામાન્ય પ્રોટીન વાળા નાસ્તાની તુલનામાં હાઈ પ્રોટીન વાળો નાસ્તો ખાવાથી વારંવાર ખાવાની ઈચ્છા નથી થતી. હાઈ પ્રોટીન ઘ્રેલીન હાર્મોનની માત્રાને ઓછી કરે છે. આ હાર્મોનને હંગર હાર્મોન એટલે કે ભૂખનો હાર્મોન પણ કહેવાય છે. પ્રોટીન આ હાર્મોનને ઘટાડવાનું કામ કરે છે. આ માટે પોતાન બ્રેકફાસ્ટમાં ઇંડા, યોગર્ટ, નટ્સ ચીઝ અને ચીયા સીડ્સ સામેલ કરો.

પાણી : સવારની શરૂઆત એક અથવા બે ગ્લાસ પાણીની સાથે કરો. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. પાણી શરીરમાં એનર્જી  વધારે છે અને 60 મિનીટ સુધી કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. એક અભ્યાસ અનુસાર 500 એમએલ પાણી મેટાબોલીઝ્મ રેટને 30% સુધી વધારે છે. વધુ પાણી પીવાથી ડાયટમાં બદલાવ કરવાની જરૂર નથી રહેતી. દિવસની શરૂઆત પાણીથી કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને વજન ઝડપથી ઘટે છે. તેનાથી ભૂખ નથી લાગતી. 

વજન માપવું : દરરોજ સવારે પોતાનો વજન માપતો રહેવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેનાથી આત્મ નિયંત્રણની આદત બને છે. એક અભ્યાસ અનુસાર દરરોજ વજન માપતા લોકોમાં 47 લોકોએ 6 મહિનામાં પોતાનો 6 કિલો વજન ઓછો કર્યો. જ્યારે ક્યારેક ક્યારેક માપતા લોકોમાં આવું ન હતું. દરરોજ  સવારે વજન માપવાથી સારી આદતો વધે છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. સારા પરિણામ માટે તમારે સવારે ઉઠતા જ વજન માપવું જોઈએ. 

તડકો : સવારે થોડી વાર તડકે બેસવાથી વેટ લોસ કરવામાં મદદ મળે છે. સૂર્યની રોશની મળવાથી વિટામીન ડી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અભ્યાસ અનુસાર વિટામીન ડી વજન ઘટાડવાની સાથે તેને વધતા પણ રોકે છે. આમ એક અભ્યાસમાં ઘણી મહિલાઓએ જ્યારે એક વર્ષ માટે વિટામીન ડી લીધું. જ્યારે વિટામીન ડી ન લેતા લોકો સાથે તેની તુલના કરવામાં આવી તો તેમાં વિટામીન ડી લેતા લોકોમાં 3 કિલો વજન ઓછો થયો. દરરોજ સવારે 10 થી 15 મિનીટ તડકે બેસવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે.

કસરત : સવારે ઉઠીને કસરત કરવાથી વજન ઝડપથી ઓછો થાય છે. સવાર સવારમાં કસરત કરવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને તેના કારણે ભૂખ પણ ઓછી લાગે છે. આ સિવાય સવારે કસરત કરવાથી શાંતિનો અનુભવ થાય છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો દરરોજ સવારે ઉઠીને કસરત કરવાની આદત કરો. 

બપોરના ભોજન પર ધ્યાન આપો : સમય પહેલા ભોજન બનાવવાની કોશિશ કરો. તેનાથી તમે શું ખાઈ રહ્યા છો, તેના પર યોગ્ય ધ્યાન આપી શકશે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. અભ્યાસ અનુસાર મીલ પ્લાનિંગનો સંબંધ સારી ડાયટ ક્વોલીટીથી છે. તે વજન ઓછું કરવામાં કરગર છે. ઘરનું ભોજન વજન ઓછું કરવામાં ખુબ જ મદદ કરે છે અને શરીરથી ચરબી ઓછી થાય છે. દિવસના ભોજનની તૈયારી એક દિવસ પહેલા જ કરી લો. જેથી કરીને સવારે ઉઠીને તમને ભોજન પર ધ્યાન રહે.

નિંદર : રાત્રે જલ્દી સુવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. નિંદર અને ભૂખનો ઊંડો સંબંધ છે. જે લોકો મોડે સુધી જાગે છે તે સામાન્ય રીતે કંઈને કંઈ ખાતા રહે છે. રાત્રે હૈયા કાર્બ અને કેલેરી વાળો ખોરાક ખાવાથી વજન ખુબ જ વધે છે. સૂતા પહેલા કેલરી વાળો ખોરાક ન લો. અભ્યાસ અનુસાર જે લોકો જે જલ્દી સુઈને જલ્દી ઉઠે છે તે સારું બ્રેકફાસ્ટ કરે છે, કસરત કરે છે, અને પોતાનું રૂટીન સારું રાખે છે, આ સારી આદત વજન ઓછું કરવામાં મદદ કરે છે. 

આવવા-જવાના સાધન પર ધ્યાન રાખો : કામ પર જવાનો સૌથી સરળ ઉપાય કોઈને કોઈ સાધન સાથે જ છે. પણ તમારી કમરની સાઈઝ માટે આ યોગ્ય નથી. શોધ અનુસાર વોક કરો, સાયકલ ચલાવો, અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી ઝડપથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. અભ્યાસ અનુસાર જે લોકો દરેક જગ્યાએ આવવા-જવા માટે કારનો ઉપયોગ કરે છે. તેનો વજન મોટાભાગે વધેલો હોય છે. અઠવાડિયામાં થોડા દિવસો સુધી સાયકલ અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. આમ તમે સારી આદત અપનાવીને વજન ઓછો કરી શકો છો. જે તમને સારું પરિણામ આપે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment