બુર્જ ખલીફા જેટલી મોટી ઉલ્કાપિંડ મિસાઈલની ઝડપે આવી રહી છે પૃથ્વી તરફ…. જાણો આગળ શું થશે.

વર્ષ 2020 માં દુનિયાને અનેક સ્તર પર કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ક્લાઈમેન્ટ ચેંજ, કોરોના વાયરસ મહામારી જેવી તમામ બાબતોએ દુનિયાને આ વર્ષમાં ચિંતાતુર કર્યા છે. હવે આં વર્ષના અંતના થોડાક સમય પહેલા એક ઉલ્કાપિંડના પૃથ્વી તરફ પગલા વધી રહ્યા છે અને આ કોઈ નાની-મોટી ઉલ્કાપિંડ નથી, પરંતુ તેની સાઈઝ દુનિયાની સૌથી લાંબી બિલ્ડીંગ દુબઈની બુર્જ ખલીફા જેટલી છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું.    

નાસાએ કન્ફોર્મ કર્યું છે કે, 153201 2000 WO107 નામની આ ઉલ્કાપિંડ નવેમ્બર 29 એટલે કે રવિવારે ધરતીની નજીકથી પસાર થશે. આ ઉલ્કાપિંડ 90 હાજર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પ્રવાસ કરી રહી છે. આ ઉલ્કાપિંડની સાઈઝ 820 મીટરની આસપાસ બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બુર્જ ખલીફાની હાઈટ 829 મીટર છે અને તે દુનિયાની સૌથી મોટું માનવ નિર્મિત સ્ટ્રક્ચર છે.  

આ ઉલ્કાપિંડની ગતિનો અંદાજ એમાંથી લગાવી શકાય છે કે, કોઈ બંદુકમાંથી નીકળેલી ગોળી સડા ચાર હાજર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પ્રવાસ કરી રહી છે. પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સરેરાશ અંતર 3 લાખ 85 હજાર કિલોમીટરનું છે. પરંતુ નાસા આ અંતરને લગભગ 20 ગણી રેન્જમાં આવતી દરેક વસ્તુને મોનીટર કરવાની પ્રાથમિકતા આપે છે. આ ઉલ્કાપિંડની સાઈઝ અને તેની ગતિને જોતા તે ચિંતા કરવા માટે બંધાયેલા છે અને જો તે પૃથ્વી પર પડે છે તો તેનાથી ઘણું નુકસાન થવાની સંભાવના છે. જો કે નાસાનું સાફ કહેવું છે કે, આ ઉલ્કાપિંડને ધરતી સાથે ટકરાવવાની કોઈ સંભાવના નથી. નાસાએ આ ઉલ્કાપિંડને નિયોર અર્થ ઓબ્જેક્ટ (એન.ઈ.ઓ.) ની કેટેગરીમાં દાખલ કરવામાં આવી છે.   

નાસાના મત પ્રમાણે, 4.6 અબજ વર્ષ પહેલા નિર્માણ થયલા આપણા સોલર સિસ્ટમને રોકી, વાયુહીન અવશેષોને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે. નાસાએ અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ઉલ્કાપિંડના વિશે શોધ કરી ચુકી છે. વર્ષ 2020 માં કેટલીક નાની-મોટી ઉલ્કાપિંડ ધરતીની નજીકથી પસાર થઈ છે.  

Leave a Comment