પાકિસ્તાનમાં દુષ્કર્મ કરનાર આરોપીને અપાય છે રૂવાંડા ઉભા કરી નાખે તેવી સજા ! જાણો કેવા કડક છે નિયમો.

મિત્રો વર્ષ 2012 માં નિર્ભયા દુષ્કર્મ કેસ બાદ આખા દેશભરમાં એવી માંગ ઉઠી છે કે, દુષ્કર્મ આચરનારને ફાંસીની જગ્યાએ તેને સખ્ત સજા આપવી જોઈએ અને તેને નપુંસક બનાવી દેવા જોઈએ. જો કે સરકાર અને સિવિલ સોસાયટીએ તેને માનવતા વિરુદ્ધ બતાવતા ઇનકાર કરી દીધો હતો. ભારતમાં દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધ માટે જેલ અને અમુક મામલામાં ફાંસીની સજાની વ્યવસ્થા કરી છે. કારણ એવું છે કે, નિર્ભયાના દોષીઓને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ શું તમને ખબર છે કે ઘણા દેશો એવા પણ છે જ્યાં દોષીને નપુંસક બનાવવાથી લઈને પ્રાઈવેટ પાર્ટને કાપવા અથવા મસ્તક પર ગોળી મારીને પણ સજા અપાય છે. તો આજે અમુક દેશો વિશે જણાવશું જ્યાં દુષ્કર્મની છે કેટલી ગંભીર સજાઓ છે.

પાકિસ્તાનમાં નવો કાનુન : આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં દુષ્કર્મને લઈને નવો કાનુન બનાવવામાં આવ્યો છે. જેને પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી છે. તે અનુસાર જો ત્યાં કોઈ પણ શખ્સ દુષ્કર્મનો દોષી મળી આવે તો તેને સર્જિકલ અથવા કેમિકલ દ્વારા નપુંસક બનાવી શકાય. તેમજ ઉત્તર કોરિયામાં દુષ્કર્મ કરનારને મસ્તકમાં સીધી ગોળી મારવામાં આવે છે. આ કામ પણ ત્યાં સાર્વજનિક જગ્યાઓ પર કરવામાં આવે છે. 

સાઉદી અરબ : સાઉદી અરબમાં દુષ્કર્મને લઈને ખુબ જ મોટો કાનુન છે. ત્યાં ઇસ્લામિક કાનુન શરિયાના હિસાબથી દુષ્કર્મ કરનારને સજા આપવામાં આવે છે. ત્યાં જો કોઈ વ્યક્તિ દુષ્કર્મનો દોષી મળી આવે તો એ અપરાધીને ફાંસી આપવાની, સર કલમ કરવાની સાથે સાથે તેના અંગત અંગને કાપવાની પણ સજા સંભળાવવાઆવે છે. આ દેશમાં કોઈ પણ અપરાધ માટે મૃત્યુની સજાનો જ નિયમ છે. પોલેન્ડ : પોલેન્ડમાં દુષ્કર્મના દોષીને ખુબ જ ખતરનાક સજા આપવામાં આવે છે. દોષીને જંગલી સુઅરોથી કપાવીને મૃત્યુ આપવાની સજા મળે છે. જો કે હવે ત્યાં તેના માટે એક બીજો કાનુન બનાવવામાં આવ્યો છે, તે હેઠળ દોષીઓને હંમેશા માટે નપુંસક બનાવવામાં આવે છે. 

ચીનમાં આપવામાં આવતી સજા : ચીનમાં દુષ્કર્મના દોષીઓને ફાંસીની સજા આપવાનું પ્રાવધાન છે. ચીનમાં આ અપરાધને લઈને જલ્દી દોષીઓને ફાંસીએ ચડાવવામાં આવે છે. આ દરમિયાન ટ્રાયલ પણ ઓછું જ થાય છે. અને સીધા મેડિકલ ટેસ્ટમાં રેપની પૃષ્ટિ થાય તો ફાંસી પર લટકાવી દેવામાં આવે છે. જો કે ઘણી વાર ત્યાં આ કારણે નિર્દોષને પણ સજા આપી દેવામાં આવે છે, જે મૃત્યુ બાદ જાણ થાય છે. 

ઈરાકની સજા : ઇસ્લામિક દેશ ઈરાકમાં પણ દુષ્કર્મની એવી સજા આપવામાં આવે છે જેનો વિચાર કરવાથી પણ આપણા રુંવાડા ઉભા થઈ જાય. ત્યાં દુષ્કર્મના દોષીઓને પથ્થરોથી મારી મારીને તેનું મૃત્યુ કરી નાખવામાં આવે છે. અપરાધીને ત્યાં સુધી પથ્થર મારવામાં આવે જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય. આવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે તેને આસાન મુત્યુ ન મળે અને યાતનાઓ માંથી પસાર થવું પડે. ઇન્ડોનેશિયા : ઇન્ડોનેશિયામાં બળાત્કારના દોષીઓને નપુંસક બનાવવાની સજા આપવામાં આવે છે. ત્યાં ઘણી વાર અપરાધીને પ્રાઈવેટ પાર્ટ કાપવાની સજા આપવામાં આવે છે. ત્યાર બાદ તે વ્યક્તિમાં મહિલાના હોર્મોન્સ નાખી દેવામાં આવે છે. 

અમેરિકા : અમેરિકામાં જો કે દુષ્કર્મના મામલામાં દોષીઓને ઉમ્રકેદની સજા આપવામાં આવે છે. પરંતુ કેલિફોર્નિયા, ફલોરીડા, જોર્જિયા, લોવા, લુસિયાના, મોનટાના, ઓરેગોન, ટેક્સાસ જેવા અમુક એવા પ્રાંત છે જ્યાં કેમિકલ અને સર્જિકલ રીતે નપુંસક બનાવવાની પણ સજા આપવામાં આવે છે. 

Leave a Comment