કોરોના વેક્સીન વિશે 10 મહત્વની મોટી જાણકારી ! જે દરેક સામાન્ય માણસને ખબર હોવી જરૂરી છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ ફરીવાર વાપસી કરી છે. ભારતના ઘણા પ્રદેશોમાં કોરોનાનો કહેર જારી છે. સરકાર તેનાથી બચવા માટે તમામ ઉપાય કરી રહી છે. અમુક જગ્યાઓ પર તેના સંક્રમણને ફેલવાથી રોકવા માટે કડક પગલા પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે લોકોની નજર હવે વેક્સીન પર છે. વેક્સીન વિશે ઘણી બધી એવી બાબતો છે જે લોકોના ધ્યાનમાં છે. પરંતુ લોકોના મનમાં વેક્સીનને લઈને ઘણા સવાલો  થઈ રહ્યા છે. જેના વિશે આજે અમે તમને જણાવશું. માટે આ લેખ અંત સુધી વાંચો.

વેક્સીન આવવામાં આટલી વાર કેમ : આ એક મોટો સવાલ લોકોના મનમાં છે. ખરેખર, રસી અથવા વેક્સીનની શોધ અને પરિક્ષણમાં લાંબો સમય લાગે છે. એવું એટલા માટે કારણ કે લેબમાં સફળતા હોવા છતાં, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે વિભિન્ન પ્રકારના લોકો પર પરિક્ષણ કરવાની જરૂરિયાત પણ હોય છે. હાલમાં ફાઈઝર અને મોડર્નાની વેક્સીનની 90 ટકા સફળતાના વચનો કરવામાં આવ્યા છે. તેના ત્રીજા ચરણનું પરિક્ષણ પૂરું કરવામાં આવ્યું છે. ત્યાં જ, ભારતમાં બની રહેલ બાયોટેકના Covaxin ના ત્રીજા ચરણનું પરિક્ષણ ચાલી રહ્યું છે. તેનું પરિણામ આવતા થોડા મહિના સુધીમાં આવી શકે છે.

ક્યાં સુધીમાં આવશે વેક્સીન : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બરમાં તેની વેક્સીનના કટોકટીના ઉપયોગ માટેની અરજી કરી છે અને જાહેરાત કરી છે કે, ત્યાં સુધી 100 મિલિયન ડોઝ તૈયાર થઇ જશે. જયારે, સામાન્ય લોકો માટે વેક્સીન ઉપલબ્ધ થવા માટે થોડા મહિના હજુ લાગશે. જણાવવામાં આવ્યું છે કે તેની કિંમત 500 થી 600 રૂપિયા હશે. ફાઈઝર અને મોડર્નાએ ભારત માટે તેની યોજનાઓ અથવા કીમાંતોની જાહેરાત નથી કરી.શું બધા ભારતીયોને મળશે વેક્સીન : આ એક મોટો સવાલ છે કે શું બધા ભારતીયોને મળી જશે. 1.32 મિલિયન લોકોને રસીકરણ કરવામાં આવે તો મહિનાઓ થઈ જશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મત્રાલય (MoHFW) એ સંકેત આપ્યો છે કે આવતા વર્ષે જુલાઈ સુધી 250 મિલિયન લોકોએ ટીકાકરણની ઉમ્મીદ છે. 

વેક્સીનને કોણ આપશે લીલી ઝંડી : DGCI (ડ્રગ્સ એન્ડ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા), ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ) અને MoHFW નિર્ણાયક ભૂમિકા નિભાવશે કે નિર્માતા દ્વારા પ્રદાન કરવામાં આવેલ દસ્તાવેજોના આધાર પર ભારતમાં કોણ વેક્સીન વેંચશે. તે પોતાના નિર્ણયના આધાર સાર્વજનિક પણ કરી શકે છે અને નહિ પણ. 

શું વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ થશે : ફિલહાલ અત્યારે તો વેક્સીનના પરીક્ષણોનો દોર ચાલી રહ્યો છે. પરીક્ષણોના એક પ્રમુખ ભાગમાં સ્વાસ્થ્ય પર થનાર કોઈ પણ પ્રભાવ પર નજર રાખવી જરૂર શામિલ  છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ પોતાની વેક્સીનના દુષ્પ્રભાવો વિશે કોઈ ડેટા પ્રકાશિત નહિ કરવામાં આવે.

વેક્સીન આવ્યા બાદ શું કોઈને પ્રમાણપત્ર આપવામાં આવશે : વેક્સીન દરમિયાન આ યોજના જરૂર બનાવવામાં આવી શકે કે, કેવી રીતે આ ઉપાય કરવામાં કે પુનરાવર્તિત કરવામાં ન આવે. એવામાં ટીકાકરણને ડિજીટલ પદ્ધતિથી ટ્રેક કરવાની વ્યવસ્થા પણ બનાવવામાં આવી શકે છે. વેક્સીન સરકાર આપશે કે પ્રાઈવેટ સંસ્થા : અત્યાર સુધી તેના પર કોઈ ઔપચારિક ઘોષણા કરવામાં નથી આવી કે, શું સરકાર ટીકાકરણ પર પોતાનો બરકરાર રાખશે અથવા શું પ્રાઈવેટ સંસ્થાને અનુમતિ આપવામાં આવશે. જો કે કોવિડ-19 આરટી-પીસીઆર પરીક્ષણના અનુભવમાંથી પસાર થતા, વિશેષજ્ઞોનું માનવું છે કે, સંભાવના વધુ છે કે પ્રાઈવેટ હોસ્પિટલોને લાયસન્સ આપવામાં આવી શકે છે. 

વેક્સીન પહેલા કોને આપવામાં આવશે : સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રંટલાઈન વર્કર્સ, વૃદ્ધ નાગરિકો અને અમુક લક્ષિત બીમારીઓ વાળા લોકોને પ્રાથમિકતા આપવમાં આવશે. 

વેક્સીન લગાવ્યા બાદ પણ કંઈ સાવધાની રાખવી પડશે : એવું ઘણી વાર જોવામાં આવ્યું છે કે, અધિકાંશ વેક્સીનમાં દોહરી ખોરાકની આવશ્યકતા પડી છે. એક વાર જ્યારે વેક્સીનનો પૂરો કોર્સ પૂરો થઈ જશે તો વ્યક્તિમાં કોરોના સંક્રમણથી દુર કરવા માટે પર્યાપ્ત એન્ટીબોડી હોવી જોઈએ. જો કે, એક તથ્ય એવું પણ છે કે, કોઈ પણ ટીકા 100% પ્રભાવી નથી મળી આવી.

શું દરેકને આપવામાં વેક્સીન : એવું નક્કી છે કે, વેક્સીન બધા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. પરંતુ સરકારે અત્યાર સુધી કોઈ પણ યોજનાની ઘોષણા નથી કરી.

Leave a Comment