આધુનિકતાથી સજ્જ હશે નવું સંસદ ભવન ! દેશના દરેક ખૂણાની ઝલક હશે આ ભવનમાં, જુઓ અંદરથી કેવું હશે….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ પ્રધાનમંત્રી મોદીએ 10 ડિસેમ્બરના રોજ એવી જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ જાહેરાતની સાથે પીએમ મોદીએ પોતાના ભાષણમાં જુના સંસદ ભવન વિશે પણ ઘણી વાતો કરી છે. જુનું સંસદ ભવન એ ભારતના ઈતિહાસનો સબુત છે. તેમજ લોકતંત્ર ભારતની આધારશિલા બરાબર છે. અહી જ લોકતંત્રની નીવ રાખવામાં આવી હતી. તો શું મિત્રો તમે પણ આ નવા સંસદ ભવન વિશે વધુ વિગતે જાણવા માંગો છો તો અંત સુધી આ લેખ જરૂરથી વાંછો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણની નીવ રાખી છે. આમ આઝાદી ના 75 વર્ષ પુરા થવા પર આ નવી ઈમારત તૈયાર થઈ જશે. સંસદ ભવનની ઈમારત વધુ મોટી, આકર્ષક, અને આધુનિક સુવિધાઓથી ભરેલી હશે. ચાલો તો જાણીએ કેવું હશે નવું સંસદ ભવન. 

હકીકતમાં પ્રસ્તાવ અનુસાર નવું સંસદ ભવન 64500 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવશે. જે ચાર માળની હશે. તેનો ખર્ચ 971 કરોડ રૂપિયા થશે. આ સંસદ ભવન 2022 સુધમાં તૈયાર કરવામાં આવશે. બધા જ સાંસદ માટે સંસદ ભવન પરિસરમાં ઓફીસ બનાવવમાં આવશે. જેને 2024 સુધીમાં તૈયાર કરવામાં આવશે. નવી ઈમારતની ડિઝાઇન HCP ડિઝાઇન મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે અમદાવાદથી છે. નવા સંસદ ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા કરવામાં આવશે. નવી ઈમારતમાં ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, ડેટા નેટવર્ક ફેસીલીટીનું ધ્યાન રાખવામાં આવશે. નવી ઈમારતમાં કુલ 1224 સાંસદ બેઠકની સુવિધા હશે. આમાં 888 લોકસભા ચેમ્બરમાં બેસી શકશે. જ્યારે રાજ્યસભા ચેમ્બરમાં 384 સાંસદોને બેસવાની સુવિધા હશે. 

આ સિવાય વિશેષ વાત એ છે કે, ભવિષ્યમાં જો સાંસદોની સંખ્યા વધે છે, તો તેની જરૂરત પણ પૂરી થઈ શકશે. સંસદ ભવનમાં દેશના દરેક ખુણાની તસ્વીર જોવાની કોશિશ કરવામાં આવશે. નવી ઈમારતમાં સેન્ટ્રલ હોલ નહિ હોય, લોકસભા ચેમ્બરમાં જ બને સદનોના સાંસદ બેસી શકશે. લોકસભા અને રાજ્યસભા કક્ષો સિવાય નવા ભવનમાં એક ભવ્ય સંવિધાન કક્ષ હશે. જેમાં ભારતની લોકતાંત્રિક વિરાસત દર્શાવવા માટે અન્ય વસ્તુઓની સાથે સાથે સંવિધાનની મૂળ પ્રતિ, ડીઝીટલ ડિસ્પ્લે વગેરે હશે. નવું સંસદ ભવન કેન્દ્ર સરકારની યોજના સેન્ટ્રલ વિસ્ટા નીચે બનાવવામાં આવશે. જેમાં સંસદ ભવન સિવાય પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અને આસપાસના એરિયાનું નવીનીકરણ પણ કરવામાં આવશે. 

Leave a Comment