આ જગ્યાએ દીકરીના લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો કેવી રીતે લઈ શકો છો તેનો લાભ…..

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ 2021 નું વર્ષ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તેથી નવા વર્ષમાં નવા લગ્ન મુહુર્ત આવશે. એક દીકરીના માતા-પિતાને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે, તેની દીકરીના લગ્ન સારી જગ્યાએ થાય તો તેને કોઈ કમી ન રહે. તે માટે તેને કરિયાવરમાં ઘણી વસ્તુઓ આપે છે. આ બધી વસ્તુઓમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે સોનું અને તમે જાણો છો, તેમ હાલ સોનાનો ભાવ ખુબ ઉંચો છે. તેથી સોનું ખરીદવું ખુબ મુશ્કેલ છે. પરંતુ દીકરીના લગ્ન માટે સરકાર પણ સોનું આપે છે. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે. 

આજના સમયમાં માતા-પિતા સૌથી મોટું ચેલેન્જ એ છે કે, લગ્ન સમયે દીકરી માટે સોનાનો ખર્ચ કરવો. જ્યારે આપણા દેશમાં દીકરીઓને સોનું દેવાની પ્રથા સદીયો જૂની છે. આવા સમયે આસામ સરકારે પોતાના રાજ્યની દીકરીઓ માટે લગ્ન સમયે ગોલ્ડ આપવાની અરુંધતી ગોલ્ડ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં સરકાર તરફથી ગોલ્ડ આપવામાં આવે છે. સરકાર દીકરીઓને 10 ગ્રામ સોનું આપશે. 

આ સ્કીમ માટેના નિયમો અને યોજનાઓ : આ સ્કીમનો લાભ લેવા માટે દીકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આ સિવાય લગ્નનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. દીકરીના પરિવારની વાર્ષિક કમાણી 5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ. આ યોજનાનો લાભ પહેલી વખત લગ્ન કરવા પર મળશે. આ સિવાય લગ્નમાં છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 નીચે રજીસ્ટર્ડ હોવી જોઈએ. જે દિવસે રજિસ્ટ્રેશન થયું હોય તે દિવસે જ દીકરીએ એપ્લાઇ કરવાનું રહેશે. ગરીબ પરિવારને મળશે રાહત : આ યોજના દ્વારા ગરીબ પરિવારને ઘણી મદદ મળશે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય ગરીબ માતા-પિતાને આર્થિક સહાય પહોંચાડવાનું છે. સરકાર તરફથી આપવામાં આવતું સોનું છોકરીને પણ આર્થિક રીતે મજબુત બનાવે છે. 

આ સ્કીમ માટે કેવી રીતે કરશો એપ્લાઈ : આ સ્કીમમાં પ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે revenueassam.nic.in. પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે તેની પ્રિન્ટ કાઢવી પડશે. ઓનલાઈનની સાથે સાથે તેમારે આ પ્રિન્ટ આઉટને પણ જમા કરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી છોકરીને તેની એક રસીદ આપવામાં આવશે. તમારી એપ્લીકેશન મંજુર થઈ કે નહિ તેની જાણ તમને SMS દ્વારા થઈ જશે. જો એપ્લીકેશન મંજુર થઈ ગઈ હશે તો સ્કીમ મુજબ જે પૈસા થશે તે એપ્લાઈ કરનારના ખાતામાં જમા થઈ જશે. 

આ સિવાય તમને જણાવી દઈએ કે આસામમાં ઘણા એવા ગામડાઓ છે જ્યાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે કરી દેવામાં આવે છે. જેને કારણે તેના ભણતર અને સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આમ અરુંધતી ગોલ્ડ સ્કીમમાં મળતા સોનાના કારણે ઘણા પરિવાર પોતાની દીકરીઓના લગ્ન કરવાથી બચી રહ્યા છે. આ સ્કીમ લોકોની ઘણી રીતે મદદ કર  છે. 

Leave a Comment