2021 ના બજેટમાં ખર્ચ વધારવાનું એલાન કરશે સરકાર ! દેશની અર્થવ્યવસ્થાને કાબુમાં લેવા કરશે આ કામ…..

મિત્રો કોરોનાની ખુબ મોટી અસર દેશના બજેટ તેમજ આર્થિક રીતે થઈ છે. જેને કારણે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દરેક ઉદ્યોગ તેમજ રોજગાર અને ધંધા પર કોરોનાની અસર જોવા મળી છે. જેને કારણે દેશને ખુબ મોટું નુકસાન સહેવું પડે છે. આ જ કારણે હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કાબુમાં રાખવા માટે 2021 ના વર્ષમાં બજેટનો વધારો કરશે. ચાલો તો આ અંગે વિગતે વાત કરીએ. 

કોરોનાની અસરને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેને કારણે દેશમાં આર્થિક ગતિવિધિ લાંબા સમય સુધી ઠપ રહી હતી. જ્યારે હાલ લોકડાઉનમાં છૂટ પછી ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. આર્થિક વર્ષ 2020-2021 માં દેશના બધા જ ઘરેલું ઉત્પાદનમાં ગિરાવટ આવી છે. હજુ પણ દેશ-દુનિયાના સંસ્થાન ચાલુ આર્થિક વર્ષ દરમિયાન અર્થવ્યવસ્થામાં 7 થી 8 %  ગિરાવટનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આર્થિક મંત્રી નિર્મલા સીતારમણેએ એવી ઉમ્મીદ બતાવી છે કે, જલ્દી અર્થવ્યવસ્થામાં સુધાર આવશે. તેમણે હાલમાં કહ્યું હતું કે, નુકસાન પછી પણ સરકારી ખર્ચમાં કોઈ પણ પ્રકારની કટોતી કરવામાં નહિ આવે. આ સાથે જ સરકારી કંપનીઓથી પુંજીગત ખર્ચ વધારવાનું કહેવામાં આવશે. તેના પરથી સાફ કહી શકાય કે, આર્થિક મંત્રાલય બજેટ 2021 માં સરકારી ખર્ચ વધારવાનું એલાન કરશે. જો સરકાર વધુ ખર્ચ કરે છે તો જીડીપીમાં મજબુત જમીન તૈયાર થઈ જશે. આ ઉપરાંત નિર્મલા સીતારમણે કહ્યું કે, સારા ઇકોનોમિક ગ્રોથ માટે આર્થિક વર્ષ 2021-2022 ખુબ જ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ ખર્ચ ચારથી પાંચ વર્ષ માટે મજબુત વધારાની નીંવ તૈયાર કરશે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, તેમનું મુખ્ય ધ્યેય બજેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા પર છે. આ સિવાય 2021 ના બજેટમાં સરકારી ખર્ચ પર કેટલા ટકા વધારાનું પ્રાવધાન કરી શકાય છે. તેમને જણાવ્યું કે, સરકારે આર્થિક વૃદ્ધિની રફતાર વધારવા માટે આવનાર સમયમાં ખર્ચમાં વધારો કરવો પડશે. 

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના કહ્યા મુજબ જો ખર્ચ વધારવામાં નહિ આવે તો કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલ સાવધાનીઓનો કોઈ મતલબ નહી રહે. એટલું જ નહીં અર્થવ્યવસ્થામાં સુધાર પણ ખુબ મુશ્કેલ થઈ જશે. જ્યારે ઇકોનોમિકસનું કહેવું એવું છે કે, અર્થવ્યવસ્થામાં સુધારની રફતાર એ કોરોના વાયરસની વેક્સીનની આપૂર્તિ પર નિર્ભર કરે છે. ભારતે હજી સુધી કોઈ પણ દેશ સાથે વેક્સીન ખરીદવાનો સોદો નથી કર્યો. જો કે દેશમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ છે. ભારત આ જ કંપનીઓની વેક્સીન આપૂર્તિ પર પૂરી રીતે નિર્ભર છે. સરકારને ઉમ્મીદ છે કે, તેને બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકા અને રૂસની સ્પુતનિક-5 જેવી વેક્સીન મળી જશે. આ સિવાય તમને જણાવી દઈએ કે એસ્ટ્રાજેનેકાની સાથે ભારતીય કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની ભાગીદારી છે. 

Leave a Comment