સોનુ સુદે લોન્ચ કર્યું, ‘ખુદ કમાઓ, ઘર ચલાઓ’ આ જરૂરિયાત વાળા લોકોને મદદ કરશે સોનુ સુદ.

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું છે કે, દેશેને આત્મનિર્ભર બનાવો છે. તેથી અનેક સહાયક યોજનાઓ પણ બહાર પાડી છે. જ્યારે તેમની જ પ્રેરણા લઈને અનેક કલાકારો તેમજ બિઝનેસમેન પણ ગરીબ લોકોની સહાય માટે મદદ કરી રહ્યા છે. તો બોલીવુડના સ્ટાર એવા સોનુ સુદે પણ લોકોની મદદ માટે એક નવી યોજના બહાર પાડી છે. ચાલો તો આ અંગે વધુ વિગતે વાત કરીએ. 

જાણવા મળતી માહિતી મુજબ, કોરોના દરમિયાન સોનુ સુદ દરેક વખતે મદદની એક નવી જ મિસાઈલ કરી રહ્યા છે. પોતાની પ્રોપટી ગીરવી મૂકીને પણ તેઓ આ કામ કરી રહ્યા છે. હવે તેમણે જરૂરતમંદ લોકોની મદદ માટે એક નવો પ્રયાસ શરૂ કર્યો છે. જ્યારે સોનુ સુદે આ વાતની ખબર સોશિયલ મીડિયાને આપી છે. સોનુ સુદ ગરીબ લોકોને મદદ માટે નાના લેવલથી કામ શરૂ કરવા માટે રિક્શા મફતમાં આપી રહ્યા છે. આ પહેલને સોનુ સુદે ‘ખુદ કમાઓ, ઘર ચલાઓ’ નામ આપ્યું છે. 

આ ઉપરાંત સોનુ સુદ પોતાના ઈનીશીએટીવ વિશે લખે છે કે, ‘કાલની મોટી છલાંગ માટે આજની આ એક નાની શરૂઆત. એક નાનો પ્રયાસ જેથી કરીને લોકોને સશક્ત બનાવવા અને નાનો વ્યવસાય શરૂ કરવા માટે ફ્રી ઈ-રિક્શા આપવાનો. ખુદ કમાઓ ઘર ચલાઓ. મકસદ તો ઇન્ડિયાએ બનાવવાનું છે. આ પહેલા એવી વાત સામે આવી હતી કે, તેમણે 10 કરોડ રૂપિયા લોન પર લઈને ગરીબ લોકોની મદદ કરી હતી. 

આ સિવાય સોનું સુદ વિશે વધુ વાત કરીએ તો સોનુ સુદનું હવે પછીનું મિશન વડીલોના ઢીંચણની સર્જરીનું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું વડીલોના ઢીંચણની સર્જરી કરાવવા માંગું છું. જેથી કરીને તેને એમ મહેસુસ ન થાય કે, તેઓ સમાજનો બેકાર અને ઉપેક્ષિત ભાગ છે. 2021 માં ઢીંચણનું ટ્રાન્સપ્લાન્ટ હું પોતાની પ્રાથમિકતામાં ઈચ્છું છું.’ 

આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ગરીબ લોકોની મદદ માટે સક્રિય રહેલ સોનુ સુદે સેકંડો પ્રવાસી મજુરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા. હજારો લોકોના ખાવા-પીવાના સામાનથી લઈને પૈસા સુધીની વ્યવસ્થા કરી હતી. પંજાબમાં પેરામેડીકલ સ્ટાફ માટે 1500 PPE કીટ્સ ઉપલબ્ધ કરાવી હતી. પોલીસ ઓફિસરોને 25 હજાર ફેસ શીલ્ડ્સ લાવીને આપી હતી. 

આ રીતે લોકડાઉન દરમિયાન તેમણે ઘણા કામ કર્યા હતા. હજી પણ તેઓ સતત ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો સોનુ સુદ પાસે મદદ માંગી રહ્યા છે. આ સિવાય સોનુ સુદે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. 

Leave a Comment