ગુજરાત – કિસાન આંદોલન પર PM મોદી બોલ્યા, કિસાનોને ગુમરાહ કરવાની કોશિશમાં છે આ પક્ષ….. 

મિત્રો હાલ તમે જાણો છો તેમ સિંધુ બોર્ડર પર કિસાન આંદોલન શરૂ છે. જેમાં કિસાન પોતાની માંગ સરકાર પાસે કરી રહી છે. કિસાન સમુદાય પોતાની માંગ પર અટલ છે. જેને કારણે હાલ આંદોલન પણ શરૂ છે. તો બીજી બાજુ પ્રધાનમંત્રી મોદી દ્વારા કિસાનોના આ આંદોલન પર વાત કરી રહ્યા છે. તો આ અંગે વધુ વિગતે વાત કરીએ. 

જાણવા મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર હતા. કૃષિ કાનૂનીના વિરોધમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે તેઓ કચ્છના કૃષક સમુદાય સિવાય ગુજરાતના શીખ કિસાનો સાથે પણ મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતમાં ઘણી પરીયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ દરમિયાન તેમણે કચ્છમાં શિલાન્યાસ કાર્યક્રમમાં કહ્યું કે, કચ્છમાં આજે નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. 

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં ધોરડોના કિસાનો અને કલાકારો સાથે પણ મુલાકાત કરશે. મુખ્ય કાર્યક્રમ પહેલા તેઓ કચ્છ કિસાનો સાથે પણ ચર્ચા કરશે. ભારત-પાકિસ્તાન સીમા નજીક વસેલા શીખ કિસાનોને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવાદ માટે આમંત્રિત કર્યા છે. કચ્છના લખપત તાલુકામાં અને તેની આસપાસ મળીને લગભગ 5000 શીખ પરિવાર રહે છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજકાલ દિલ્હીની પાસે કિસાનોને ગુમરાહ કરવાની કોશિશ થઈ રહી છે. કૃષિ સુધારાઓને લઈને લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે કે, કિસાનોને પોતાની ઉપજ ગમે ત્યાં વેંચવાની છૂટ મળે. પરંતુ હવે વિપક્ષમાં બેઠેલા લોકો કિસાનોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે ઘણી કિસાનોના હિત વાળી યોજનાઓ બનાવી છે. ગુજરાત એ શરૂઆતી રાજ્યોમાંથી હતું જ્યાં સોલાર એનર્જીને મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું. એક સમય હતો જ્યારે ગુજરાતના લોકોની માંગ હતી કે, ઓછામાં ઓછી રાતે ખાવા સમયે તો વીજળી મળી જાય. આજે ગુજરાત દેશના એ રાજ્યોમાંથી છે જ્યાં શહેર હોય કે ગામડું 24 કલાક વીજળી સુનિશ્ચિત કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં દુનિયામાં ચોથા નંબર પર છે. આ સિવાય જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં ભારત આખી દુનિયાને રાહ બતાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે કચ્છ દેશના સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલા ક્ષેત્રોમાંથી એક છે. અહીંની કનેક્ટીવીટી દિવસે દિવસે વધી રહી છે. 

પીએમ મોદીએ કહ્યું કે,  ખાવડામાં રીન્યુએબલ એનર્જી પાર્ક છે, માંડવીમાં ડીસેલીનેશન પ્લાન્ટ હોય, અંજારમાં સરહદ ડેરીના નવા ઓટોમેટિક પ્લાન્ટનો શિલાન્યાસ, ત્રણેય કચ્છના વિકાસની યાત્રામા નવા આયામ લખનાર છે. તેનો ખુબ મોટો લાભ મારા આદિવાસી ભાઈ-બહેનો, અહીંના કિસાન, પશુપાલક અને સામાન્ય લોકોને મળશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, ક્યારેક વિરાન રહેતું  કચ્છ આજે પર્યટકોથી ભરપુર છે.  પીએમ મોદીએ કહ્યું કે, ઘણા લોકો કહેતા હતા કે કચ્છનો વિકાસ ન થઈ શકે, કચ્છમાં આજે નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. કેમ કે તે દિવસે સરદાર પટેલની પુણ્યતિથિ છે. 

Leave a Comment