ભારતમાં ખુબ જ ઝડપથી લોન્ચ થઈ રહ્યા છે 5G સ્માર્ટફોન્સ ! જાણો આપણે એ ફોન ખરીદવો જોઈએ કે નહિ…..

મિત્રો આજ આપણા મોબાઈલ નેટવર્કની વાત થાય તો હજી આપણે 4G નેટવર્કનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. એવા એમ જાણવા મળ્યું છે કે, હાલ ઘણી મોબાઈલ કંપનીઓ 5G મોબાઈલ ફોન્સ લોન્ચ કરી રહી છે. પણ હજી ભારતમાં 5G નેટવર્ક કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી. ત્યારે એમ વિચાર આવે કે શું 5G મોબાઈલ ફોન્સ ખરીદવા જોઈએ કે નહિ. ચાલો તો તમને આ વિશે વધુ સારી માહિતી આપીએ. 

છેલ્લા થોડા સમયથી માર્કેટમાં ખુબ જ ઝડપથી 5G સ્માર્ટફોન્સ લોન્ચ થઈ રહ્યા છે. તો તમે ઘણી વખત એવું વિચારતા હશો કે, હાલ તો 5G નું કોઈ પણ નામોનિશાન નથી. એટલે કે કોઈ પણ નેટવર્ક પ્રોવાઇડર 5G નથી આપી રહ્યું, તો પછી 5G ફોન લેવાથી શું ફાયદો થાય ? 

તમે એવું વિચારી રહ્યા હશો કે, એવા ફોનના ફીચરનો શું ફાયદો જેનો તમે ઉપયોગ જ  ન કરી શકો. આ માટે સ્વાભાવિક છે કે, તમારે વધુ પૈસા પણ આપવા પડે. પણ એવું નથી 5G સ્માર્ટફોન્સના પોતાના અલગ જ ફાયદા છે. અમે તમને એ કારણો અંગે માહિતી આપીશું જેના દ્વારા તમને એ જાણવામાં સહેલાઈ રહેશે કે 5G ને પ્રાથમિકતા આપવી જોઈએ કે નહિ ?સૌથી પહેલી વાત એ છે કે, જો તમે 20 હજારથી ઉપરનો મોબાઈલ ફોન ખરીદી રહ્યા છો તો નિશ્ચિત રૂપે તમારે એવો ફોન જોવો જોઈએ જેમાં 5G આવતું હોય. પરંતુ હજી ભારતમાં આ ઓપ્શન ઘણું ઓછું જોવા મળે છે. આ સિવાય બીજી વાત એ છે કે, જો તમે પોતાનો ફોન લાંબા સમય સુધી ચલાવો છો તો જેમ કે એક, બે વર્ષ, તો પણ તમારે 5G ફોન ખરીદવો જોઈએ. કારણ કે એક અથવા બે વર્ષની અંદર ભારતમાં 5G લોન્ચ થઈ શકે છે. 

આ ઉપરાંત જાણવા મળતી જાણકારી મુજબ રિલાયન્સ કંપનીના ચેયરમેન મુકેશ અંબાણીએ હાલમાં જ એવું કહ્યું છે કે, 2021 ના મધ્યમાં Jio 5G લોન્ચ કરવામાં આવશે.  એટલે કે jio 5G લઈને આવશે.  તો નક્કી છે કે, VI પણ 5G લાવશે. આ વિશે તમે એવું માની લો કે 2021 ના અંતમાં અથવા 2022 ની શરૂઆતમાં ભારતની ટેલીકોમ કંપનીઓ 5G આપવાનું શરૂ કરી દીધું તો તમને પોતાનો 4G સ્લો લાગશે. પણ કેમ ? 4G ની સ્પીડ તો સારી મળશે ? 

જો તમને યાદ હોય તો થોડા વર્ષો પહેલા તમને 3G ની સ્પીડ તેજ લાગતી હશે પણ જેવું માર્કેટમાં 4G આવ્યું તો ત્યાર પછી 3G ની હાલત ખરાબ થઈ ગઈ અને હવે મોટાભાગના લોકો 4G માં પોતાને અપગ્રેડ કરી ચુક્યા છે. આવી જ રીતે જ્યારે માર્કેટમાં 5G આવશે ત્યારે 4G ની હાલત થઈ જશે. એટલે કે લોકોને સ્પીડની સમસ્યા થવા લાગશે. હવે ઘણી કંપનીઓએ 3G પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. આથી જ જો તમે તમારો મોબાઈલ વર્ષ માટે ચલાવવ માંગો છો અને તમારું બજેટ 20 હજાર કરતા વધુ છે તો તમારે 5G સ્માર્ટફોન્સ ખરીદવો જોઈએ. આ તમારા માટે બેસ્ટ છે. કારણ કે 5G આવ્યા પછી તમારે ફોન અપગ્રેડ કરવાની જરૂર નહિ રહે. જો તમે 5G સ્માર્ટફોન્સ લેવાનું વિચારી રહ્યા છો પણ તમારું બજેટ ઓછું છે તો તમે થોડા મહિના માટે ઇન્તજાર કરી લો. કારણ કે હવે 5G સ્માર્ટફોન્સ સસ્તા લોન્ચ થશે. હાલમાં જ motorola એ 20 હજારના સેગ્મેટ 5G સ્માર્ટફોન્સ લોન્ચ કર્યો છે. 

જો તમે બજેટ ઓછું હોવાથી લોન લઈને અથવા EMI પર 5G સ્માર્ટફોન્સ લઈ લીધો છે તો તમારે પછતાવાનો વારો આવશે. કારણ કે ઘણી કંપની હવે સસ્તા 5G મોબાઈલ પર કામ કરી રહી છે. આમ પછીથી ભારતીય માર્કેટમાં સસ્તા 5G સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની હરીફાઈ થશે. એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, આવતા મહિનાઓમાં 20 હજારના સેગ્મેટમાં હજી વધુ 5G સ્માર્ટફોન્સ આવશે. ત્યારે તમારે મોબાઈલ ખરીદવા માટે સારો સમય હશે. 

Leave a Comment