TV ના DTH કનેક્શનને લઈને સરકારે લીધો મોટો નિર્ણય. TV જોવા માટે બદલી જશે નિયમો.

મિત્રો તમે ટીવીના કનેક્શન અંગે જાણતા હશો. તેમાં પણ DTH કનેક્શન વિશે. હાલમાં જ કેબીનેટ મંત્રીઓની એક બેઠક દરમિયાન DTH ને લગતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. જે અંગે આપણે આજે થોડી વિસ્તૃત માહિતી ભેગી કરીશું. મિત્રો આજે દરેક લોકોના ઘરમાં ટીવી હોય છે. કારણ કે ટીવીએ મનોરંજનનું એક માધ્યમ છે. ટીવી દ્વારા આપણે દેશ વિદેશની ગતિવિધિઓ જાણી શકીએ છીએ. તેમજ આપણી આસપાસની દુનિયાની માહિતી મળે છે. તો ચાલો આજે DTH વિશે જાણકારી મેળવી લઈએ. 

જાણવા મળતી વિગત મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં DTH ના ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. સરકારનું કહેવું છે કે, આ સેક્ટરમાં 100% વિદેશી નિવેશ માટે દરવાજા ખોલી નાખવામાં આવશે. આ સાથે આ સેક્ટરમાં રોજગારના નવા અવસર પણ મળશે. હાલ તો દેશમાં લગભગ 18 કરોડ ટીવી છે. જેમાંથી 6 કરોડ DTH કનેક્શન છે. આ કેબિનેટમાં લીધેલ નિર્ણય આ પ્રમાણે છે. 

1 ) DTH માટે લાયસન્સ વર્તમાન 10 વર્ષની અપેક્ષા હવે 20 વર્ષની અવધી માટે જાહેર કરવામાં આવી છે. એટલે કે હવે DTH લાયસન્સ 20 વર્ષ માટે જાહેર કરવામાં આવ્યો છે. લાયસન્સ શુલ્કના જીઆર 10% થી હવે જીઆર 8% સુધી સંશોધિત કરવામાં આવ્યો છે. જીઆરથી જીએસટીને ઘટાડીને એજીઆરની ગણના કરવામાં આવશે. 2 ) આ ઉપરાંત લાયસન્સ શુલ્ક હવે વાર્ષિકની જગ્યા તિમાહી એટલે કે ત્રણ મહિને લેવામાં આવશે. એટલે કે લાયસન્સ ફ્રી નું કલેક્શન તિમાહીના આધારે કરવામાં આવશે. આમ સરકારની સતત કમાણી પણ થતી રહેશે. અને DTH ની સેવા આપતી કંપનીઓ  પર પણ ભાર નહિ રહે. 

3 ) DTH સંચાલકોને તેમના દ્વારા દેખાડવામાં આવતી કુલ અનુમતિ પ્રાપ્ત પ્લેટફોર્મ ચેનલોની ક્ષમતાથી વધુ 5% ના સંચાલનને અનુમતિ આપવામાં આવશે. એક DTH થી પ્રતિ પીએસ ચેનલ માટે 10000 રૂપિયાનો નોન-રીફંડેબલ પંજીકરણ શુલ્ક લેવામાં આવશે. 

4 ) હાલના DTH ના દિશા-નિર્દેશમાં 49% પ્રત્યક્ષ વિદેશી નિવેશ સીમાને સમય અનુસાર સંશોધિત એફડીઆઈ અનુસાર સરકારની વર્તમાન નીતિને અનુરૂપ આલેખિત કરવામાં આવશે. આ ક્ષેત્રમાં 100% FDI  નો રસ્તો સાફ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં 100% FDI ને મંજુરી પહેલેથી હતી, પણ સુચના પ્રસારણ મંત્રાલયના નિયમોના કારણે આ સંભવ ન હતું. આજની બેઠકમાં તેમાં બદલાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 ) સંશોધિત DTH દિશા-નિર્દેશ અનુરૂપ નિર્ણય પ્રભાવિત હશે. તેનાથી સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવશે. DTH ક્ષેત્રમાં રોજગારની ઘણી સંભાવના છે. આ ડાયરેક્ટ DTH સંચાલકોને રોજગાર આપવાની સાથે કોલ સેન્ટર આ કાર્યરત કર્મચારીઓ સિવાય જમીની સ્તર પર અપ્રત્યક્ષ રૂપે ઘણી મોટી સંખ્યામાં ઇન્સટોલરોને રોજગાર આપશે. 

આમ સરકારના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ સેવાઓ માટે પંજીકરણ શુલ્ક લગભગ 12 લાખ રૂપિયાના રાજસ્વ સૃજનની સંભાવના છે. DTH સંચાલકો દ્વારા મજબુત અને ઉત્તમ કામ કરવાથી દુર્લભ ઉપગ્રહ સંસાધનોનો ઉપયોગ અને કુશલ રીતે ગ્રાહકો દ્વારા આપવામાં આવતા શુલ્ક ઓછો કરી શકાય છે.

Leave a Comment