કાયદો બને કે ન બને, ભારતમાં લોકો હવે બે જ બાળકોને આપશે જન્મ. હકીકત જાણીને હેરાન રહી જશો.

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ દુનિયાના ઘણા દેશોમાં માત્ર બે બાળકો કરવાનો કાયદો અમલમાં છે. આથી લોકો ત્રીજું બાળક નથી કરી શકતા. પરંતુ ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં એવો કોઈ કાયદો નથી. આથી જનસંખ્યાનો વિસ્ફોટ થવાનો ભય સતત રહે છે. પણ એવું નથી ભારતમાં પણ લોકમાં હવે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે. અને લોકો આપમેળે જ પોતાના પરિવારમાં બે બાળકો કરી રહ્યા છે. આ વિશે વધુ માહિતી જાણવા માટે વાંચો જુઓ આ લેખ. 

જાણવા મળતી માહિતી મુજબ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આધુનિક ગર્ભનિરોધકના ઉપયોગ લઈને લોકોમાં સમજણ વિકસિત થઈ રહી છે. જ્યારે પરિવાર નિયોજનની માંગમાં સુધાર જોવા મળી રહ્યો છે. મહિલાઓ દ્વારા પેદા કરેલ બાળકોની સરેરાશ સંખ્યામાં નીચી જોવા મળી રહી છે. જ્યારે આ અંગે ઘણા એક્સપર્ટનું માનવું છે કે, આ આંકડા એ વાતની સાબિતી છે કે દેશમાં ‘જનસંખ્યા વિસ્ફોટ’ નો ડર નિરાધાર છે અને માત્ર બે બાળકો પેદા કરવાની યોજના લાવવાની જરૂર નથી. 

જાણવા મળતી વિગત અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જનસંખ્યા નિયંત્રણને દેશભક્તિનું એક રૂપ બનાવ્યું હતું. 2020 માં પણ પીએમ મોદીએ મહિલાઓ માટે લગ્નની ઉંમરના સંશોધન પર ભાર મુક્યો હતો. જેને ઘણા લોકો અપ્રત્યક્ષ રૂપે જનસંખ્યા નિયંત્રણ કરવાની કોશિશના રૂપે જોઈ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં આવેલ NFHS-5 ની એક રિપોર્ટ અનુસાર પહેલા પાર્ટમાં 17 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશનો રેકોર્ડ ડેટા છે. ઇન્ટરનેશનલ નોન પ્રોફિટ પોપુલેશનના ડેટા એનાલીસીસ બતાવે છે કે, 17 માંથી 14 રાજ્યોના ‘ટોટલ ફર્ટીલીટી રેટ’ માં ગિરાવટ આવી છે. આ રાજ્યોમાં પ્રતિ મહિલા બાળકોનો સરેરાશ 2.1 અથવા તેનાથી ઓછો છે. 

આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરના એનજીઓ પોપુલેશન ફાઉડેશન ઇન્ડિયાની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પૂનમ મુટરેજા જણાવે છે કે, ‘અમને કોઈ પણ સાક્ષ્ય વગર ફેલાવવામાં આવતી વાતોથી દુર રહેવાની અને વિચારવા-સમજવાની જરૂર છે. આ ડેટા બે બાળકો પેદા કરવાની યોજનાના મિથક અને ખોટી ધારણાને ઉજાગર કરે છે. રિપોર્ટનું માનવામાં આવે તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગણા, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલ અને બિહાર જેવા રાજ્યો માં 2015-16 ની તુલનામાં કોન્ટ્રાસેપ્તીવનો ઉપયોગ ઘણો વધ્યો છે.’

આ સિવાય PC ના કન્ટ્રી ડાયરેક્ટર ડો.નિરંજન સાગુતી એ આ આંકડાઓને આધારે કહ્યું છે કે, 2005 થી 2016 ની વચ્ચે NFHS – 3 અને NFHS – 4 કંડકટ કરવામાં આવ્યા છે. તે દરમિયાન 22 માંથી 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોન્ટ્રાસેપ્ટીવના આધુનિક ઉપાયો (ઓરલ પીલ, કોન્ડમ, ઇન્ટ્રા-યુટ્રીન ડીવાઈસ)ના ઉપયોગમાં મોટો ઘટાડો આવ્યો છે. પણ NFHS-5 માં 12 માંથી 11 રાજ્યોમાં તેનો ઉપયોગ પહેલાની તુલનામાં ઘણો વધારો થયો છે. 

Leave a Comment