રુદ્રાક્ષ પહેરતા પહેલા જાણી લેજો આ મહત્વની વાતો.

મિત્રો શિવજીની કૃપા મેળવવા માટે રુદ્રાક્ષ પહેરવાની પરંપરા આદિ સમયથી ચાલી આવે છે. એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુઓ માંથી થઇ હતી. તેના અનુસંધાનમાં કહેવામાં આવે છે કે, એક વાર શિવજી ધ્યાનમાં બેઠા હતા અને તે સમયે તેની આંખોમાંથી આંસુ સારી પડ્યા. તે આંસુ જ રુદ્રાક્ષના વૃક્ષ તરીકે બદલી ગયા. મિત્રો એક મુખીથી લઈને 14 મુખી સુધીના રુદ્રાક્ષ આવે છે. તો આજે આ લેખમાં અમે રુદ્રાક્ષ વિશે મહત્વની વાત તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.  

રુદ્રાક્ષ સાથે જોડાયેલી સાવધાની : જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે, તેમણે અધાર્મિક કામોથી બચવું જોઈએ, જેમાં માંસાહાર ન કરવો જોઈએ અને બધા જ લોકોનું સમ્માન કરવું જોઈએ. ભૂલથી પણ તમારા માતા-પિતાઅનાદર ન કરવો અને તેની બની શકે એટલી સેવા કરવી. નશો ન કરવો, તેમજ જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે રુદ્રાક્ષ પહેરે તો પણ કોઈ લાભ નથી થતો. 

ત્રણ પ્રકારના રુદ્રાક્ષ હોય છે : મિત્રો રુદ્રાક્ષ ત્રણ પ્રકારના હોય છે. અમુક રુદ્રાક્ષ આકારમાં આંબળા જેવા હોય છે, તેને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો અમુક રુદ્રાક્ષ બેર પ્રકારના હોય છે, તેને મધ્યમ ફળ આપનાર કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારના રુદ્રાક્ષ ચણાના આકાર સમાન હોય છે. પરંતુ આ રુદ્રાક્ષને સૌથી ઓછા ફળ આપનાર માનવામાં આવે છે. 

આ રુદ્રાક્ષને ધારણ ન કરવા : જો કોઈ રુદ્રાક્ષને સુક્ષ્મ જીવો દ્વારા ખરાબ કરી નાંખવામાં આવે, અથવા તૂટેલો હોય અથવા પૂરો ગોળ ન હોય, એવા રુદ્રાક્ષને ધારણ કરવાથી બચવું જોઈએ. જે રુદ્રાક્ષમાં ઉપસી ગયેલા નાના નાના દાણા હોય તેવા રુદ્રાક્ષ પણ ન પહેરવા જોઈએ. જે રુદ્રાક્ષની વચ્ચે પહેલેથી જ કાણું હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે, તે કાણામાં દોરો પરોવીને રુદ્રાક્ષને ધારણ કરવામાં આવે છે. 

રુદ્રાક્ષને ધારણ કરવા માટેની સરળ વિધિ : રુદ્રાક્ષને સોમવારના દિવસે ધરણ કરવો જોઈએ, તમે ઈચ્છો તો તમે સોમવારે જ રુદ્રાક્ષ ખરીદી શકો છો. તેના અન્ય શુભ મુહુર્તમાં પણ રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. રુદ્રાક્ષની ખરીદી કર્યા બાદ કોઈ પણ શિવ મંદિરમાં રુદ્રાક્ષને કાચા દૂધ, પંચગવ્ય, પંચામૃત, અથવા ગંગાજળ નાખીને પવિત્ર કરવા જોઈએ. અષ્ટગંધા, કેસર, ચંદન, ધૂપ-દીપ, ફૂલ આદિથી શિવલિંગ અને રુદ્રાક્ષની પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ 108 વાર શિવ મંત્ર ૐ નમઃ શિવાય નો જાપ કરવો. 

ત્યાર બાદ રુદ્રાક્ષને લાલ દોરમાં, સોના અહવા ચાંદીના તારમાં પરોવીને રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. પરંતુ રુદ્રાક્ષને ધારણ કર્યા બાદ રોજ સવારે શિવજીની પૂજા કરવી જોઈએ. શિવજીને તાંબાના લોટમાં જળ ચડાવવું જોઈએ, તેમજ ધર્મ અનુસાર કર્મ કરતા રહેવું જોઈએ. 

Leave a Comment