ગળાની ગમે તેવી સમસ્યા થઈ જશે દૂર.. ઘરબેઠાજ કરો આ ઉપાય

હાલના દિવસોમાં ઋતુમાં બદલાવ આવી રહ્યો છે, પરંતુ ઋતુમાં અચાનક બદલાવ આવવાના કારણે સેહ્દ પર ખુબ જ ખરાબ અસર પડી શકે છે. બદલતા મૌસમના કારણે ઘણા લોકો અલગ અલગ પ્રકારની ગંભીર બીમારીઓના સંક્રમણથી લડી રહ્યા હોય છે. પરંતુ આ પરિસ્થિતિમાં ગળાનું સંક્રમણ સામાન્ય છે, જે લગભગ લોકોને થતું હોય છે. જો તમને પણ ગળામાં ખરાશ અથવા દુઃખાવો મહેસુસ થતો હોય, તો તમારે તેને નજરઅંદાજ ન કરવો જોઈએ. પરંતુ તેનો બની શકે એટલો જલ્દી ઈલાજ કરાવવો જોઈએ. પરંતુ તમે જો જેનેરિક દવાઓના બદલે ઘરેલું ઉપાયથી પણ સારો ઉપચાર કરી શકો છો. 

જયારે છાતીમાં બળતરા થવા લાગે તો ક્યારેક તે એસિડ ગળું અને સ્વર પેટી સુધી પહોંચી જતું હોય છે. અને તેના કારણે જ આપણા ગળામાં ખરાશ થવા લાગે છે. આમ તો વાયરસ ઇન્ફેકશન ગળાની ખરાશનું સૌથી સામાન્ય લક્ષણ છે. વાયરલ ઇન્ફેકશનથી ઉધરસ, નાકમાં ખંજવાળ, બાળકોને ડાયેરિયા અને ગળું બેસી જવા સાથે ખરાશ પણ થઇ જાય છે. તો આજે અમે તમને અમુક ઉપાય જણાવશું, જે તમને આ સમસ્યામાં રાહત પ્રદાન કરશે. 

ટોન્સિલ(કાકડા)ની સમસ્યા : જો તમને ટોન્સિલ ઇન્ફેકશનની ફરિયાદ રહેતી હોય અને તેના કારણે ગળામાં દુઃખાવો અને કોઈ પણ વસ્તુને ગળા નીચે ઉતારવામાં સમસ્યા થતી હોય તો તેના માટે તમારે સૌથી પહેલા તો અડધી ચમચી સિંધાલુણ નમક અને અડધી ચમચી હળદર બે ગ્લાસ પાણીમાં મિક્સ કરીને 10 મિનીટ સુધી પાણીને ઉકાળો. હવે તે પાણીને ગાળીને પછી હુંફાળું થાય ત્યાં સુધી ઠંડુ કરી લો. આ હુંફાળા પાણીથી આખા દિવસમાં ઓછામાં ઓછા બે કોગળા કરવા. આ પ્રયોગ કરવાથી ટોન્સિલ થોડા જ દિવસોમાં સારું થઇ જશે. 

ગળામાં દુઃખાવો : મૌસમમાં બદલવા થવાના કારણે અક્સર ઘણા લોકોને ગળામાં દુઃખાવો અને સોઝાની પરેશાની થતી હોય છે. પરંતુ તેવામાં તમે 2 ગ્લાસ પાણીમાં 2 ચમચી અજમા નાખીને 10 મિનીટ સુધી ઉકાળી લેવાનું. ત્યાર બાદ હુંફાળા પાણીમાં થોડું નમક મિક્સ કરીને રાતે અને સવારે બે ટાઈમ કોગળા કરવા જોઈએ. 

ગળામાં સોઝાની સમસ્યા : ગળામાં સોઝા ચડી ગયા હોય અને તેને દુર કરવા હોય તો ફટકડીને તવા પર ગરમ કરીને પીસી લેવાની. ત્યાર બાદ અડધી ચમચી ફટકડી 1 ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને દિવસમાં 3 થી 4 વાર કોગળા કરવાના. તેનાથી ટોન્સિલમાં દુઃખાવો અથવા ચુભન ખતમ થઇ જાય છે. ગળામાં થતી ફોલ્લીઓ પણ સારી થઇ જાય છે. 

ગળામાં સમસ્યા :ગળામાં કોઈ પણ પ્રકારની તકલીફથી છુટકારો મેળવવો હોય તો તેના માટે એક કપ દુધમાં પા ચમચી સુંઠ અને હળદર મિક્સ કરીને તેને ઉકાળી લેવાનું. ત્યાર બાદ થોડું હુંફાળું થાય એટલે તેનું સેવન કરી લેવાનું. e તમારા ગળાની દરેક પ્રકારની સમસ્યાને દુર કરશે. 

Leave a Comment