પાણીમાં પલાળેલી આ વસ્તુના 10 દાણા રોજ ખાવ, શરીરને થશે ચોંકાવનારા ફાયદા…

કિસમિસ તો લગભગ દરેકને ભાવતી હોય છે. કિસમિસ એટલે સુકાયેલી દ્રાક્ષ. તેનો ઉપયોગ ઘણી વસ્તુ બનાવવામાં થતો હોય છે. જેમ કે, શીરો, દૂધપાક, ખીર, બરફની પ્યાલી વગેરે જેવી અનેક વસ્તુમાં થતો હોય છે. કિસમિસને લોકો પલાળ્યા વિના પણ સેવન કરતાં હોય છે પણ કિસમિસને પલાળીને તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે તો ચાલો તેના ફાયદા વિશે આપણે જાણીએ.

કિસમિસ અથવા અન્ય ડ્રાયફ્રૂટ આપણા બધા દ્વારા ખાવામાં આવે છે. સદીઓથી આપણા ઘરોમાં કિસમિસ દ્વારા વાનગીઓ બનાવવામાં આવે છે. તેના અંતર્ગત ગુણધર્મો અને તેના સ્વાદને કારણે લોકો તેના દિવાના છે. તે ભારતીય બજારોમાં અન્ય ડ્રાયફ્રૂટ કરતા પણ સસ્તી છે. પરંતુ તેના ફાયદાઓને બમણી કરવા વિશે ખુબ ઓછા લોકો જાણે છે.

જો તમે પણ કિસમિસના ફાયદાને બમણા કરવા માંગતા હો, તો તમારે તેને પલાળીને તેનું સેવન કરવું પડશે. તમે આજ સુધી ફક્ત બદામને અથવા અખરોટને જ પલાળીને તેનું સેવન કર્યું હશે. પરંતુ તમે કિસમિસને પલાળીને ખાવા વિશે વિચાર્યું પણ નહીં હોય. ચાલો આજે અમે તમને જણાવીએ કે, કિસમિસને પલાળીને શા માટે તમારે ખાવી જોઈએ ?

આ રીતે કિસમિસનું સેવન કરવું : કિસમિસ પલાળીને તેનું સેવન કરવાથી તેમાં હાજર તત્વો વધુ સારા બને છે. તેથી, દરરોજ રાત્રે 20 થી 30 કિસમિસ પલાળીને સવારે તેને ખાલી પેટે સેવન કરો. અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમે તેને પલાળી રાખો છો, તો તેની ઉપરની છાલ હળવી થઈ જાય છે અને સીધું તેનું સેવન કરવાથી કિસમિસની અંદર રહેલા વિટામિન અને ખનિજો તમારા શરીરમાં સીધા જ તમને મળે છે. આ સિવાય કિસમિસમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વો પણ તેને પલાળીને રાખવાથી વધે છે.

દાંત અને હાડકાં માટે : દાંત અને હાડકાંને મજબૂત રાખવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. આ સ્થિતિમાં દાંત અને હાડકાં માટે પણ કિસમિસનું સેવન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ કિસમિસની અંદર લગભગ 50mg કેલ્શિયમ હોય છે. જે તમારા દાંત અને હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે.

હૃદય માટે ફાયદાકારક : કિસમિસ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે અને તે લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે. આ સિવાય કિસમિસની અંદર ફાઇબર અને ઘણા વિટામિન, ખનીજ જોવા મળે છે. કિસમિસના આ ગુણો તમને હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઇપર ટેન્શન જેવી સમસ્યાઓથી બચાવે છે.

એનિમિયાથી સુરક્ષિત કરે છે : એનિમિયા શરીરમાં લોહી બનાવવાની પ્રક્રિયાને ધીમી કરે છે. તેનાથી બચાવવા માટે શરીરને આયર્નની જરૂર હોય છે. કારણ કે લાલ રક્તકણો આયર્ન દ્વારા ઉત્પન્ન થાય છે. આ કિસ્સામાં, તમે પલાળેલા કિસમિસ લઈ શકો છો. તેની અંદર વિપુલ પ્રમાણમાં લોખંડ હાજર છે. આ સિવાય જ્યારે તમે તેને પલાળો છો, ત્યારે તે નાઈટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ પણ વધારે છે. જેના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે.

બ્લડ પ્રેશર સંતુલન કરે છે : કિસમિસની અંદર વિપુલ પ્રમાણમાં પોટેશિયમ જોવા મળે છે. જે શરીરમાં હાજર સોડિયમની અસર ઘટાડી શકે છે. આ દ્વારા તમારું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે.

પાચનશક્તિમાં વધારો : જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે તેના માટે કિસમિસ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસની અંદર ફાઇબર મળી આવે છે જે પલાળવાથી વધુ અસરકારક બને છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે કિસમિસનું સેવન કરો છો, ત્યારે તે તમારું પાચન ધીમું કરે છે. આ સિવાય કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.

ઊંઘની સમસ્યામાં ફાયદાકારક : કિસમિસના ફાયદા છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જો કોઈ એવી વ્યક્તિ હોય કે જેને ઊંઘમાં તકલીફ હોય, તો તેના માટે પલાળેલી કિસમિસ એક વરદાનથી ઓછી નથી. કિસમિસની અંદર રહેલા તત્વોનો ઉપયોગ તમને સારી ઊંઘ લાવવા માટે પણ ઉપયોગી છે. 

રોગપ્રતિકારક શક્તિ વધુ સારી કરે છે : બદલાતા હવામાનથી પીડિત લોકો ઘણીવાર બીમાર રહે છે. આનું કારણ તેમની નબળી રોગપ્રતિકારક શક્તિ છે. જો તમને પણ આ સમસ્યા છે તો તમે કિસમિસનું સેવન કરી શકો છો. ખરેખર, કિસમિસની અંદર વિટામિન બી અને સી નો પુરતા પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણ પણ હોય છે. આ તમારી પ્રતિરક્ષામાં સારો  સુધારો કરે છે. આ સિવાય તેની અંદર બાયો ફ્લેવેનોઈડ પણ છે, જે તમને ચેપથી બચાવે છે.

ઊર્જા આપીને કાર્યક્ષમતામાં વધારો : કિસમિસની અંદર કુદરતી ખાંડ હોય છે, જે તમને તત્કાલ ઉર્જા આપે છે. આ સિવાય કિસમિસની અંદર ઘણી માત્રામાં એમિનો એસિડ હોય છે, જે હાઈઇંટેસીટીની તીવ્રતાના વર્કઆઉટ પછી તમારા સ્નાયુઓની ઝડપથી પુનઃ રીકવર કરવામાં મદદ કરે છે. જો તમે રમતગમતના શોખીન વ્યક્તિ છો, તો પછી કિસમિસને પલાળીને ખાઓ, જેનાથી તમને પૂરતી શક્તિ મળશે.

શરીરને ડિટોક્સ કરે છે : જો તમે 150 ગ્રામ કિસમિસને સીધી ન ખાવાના બદલે તેને બે કપ પાણીમાં પલાળી રાખો અને બીજે દિવસે સવારે આ પાણીને ખાલી પેટે પીવો, તો તે તમારા શરીરની અંદરના રહેલા ઝેરને બહાર કાઢવાનું કામ કરે છે. આ સિવાય આ પાણી તમારી યકૃત(હૃદય) પ્રક્રિયાઓને સુધારે છે. ઉપરાંત, તે તમારું લોહી પણ સાફ કરે છે. ધ્યાનમાં રાખો કે આ પ્રક્રિયા ફક્ત કાર્બનિક કિસમિસ સાથે કરવાની છે. કેમ કે કેમિકલનો ઉપયોગ અન્ય કિસમિસમાં  કરવામાં આવી રહ્યો હોય છે. જેના બદલે માત્ર ઓર્ગેનિક કિસમિસને જ પલાળીને પાણી પીવું જોઇયે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે આ ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment