એક ચમચી મધમાં લવિંગ મિક્સ કરીને ખાવ… ભાગી જશે શરીરની આટલી બીમારી.

મિત્રો તમે જાણો છો આજે કોઈપણ દવાખાને માત્ર સામાન્ય તાવ, કે શરદી કે ઉધરસની દવા લેવા જવું હોય તો કેટલી ફીસ ચૂકવવી પડે છે. જેમાં માત્ર ડોક્ટર દ્વારા તપાસ જ કરવામાં આવે છે અને ડોક્ટર તમને દવા લખી દે છે અને તમારે તે દવા બહાર મેડીકલ માંથી લેવાની હોય છે. પણ જો તમે થોડી સાવચેતી રાખો તો તમે ઘરે ઘરેલું ઉપચાર વડે ઘણી બીમારીને પોતાનાથી દુર રાખી શકો છો. 

આ ઘરેલું ઉપચાર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ને દુર કરવામાં મદદ કરે છે. લવિંગ અને મધના મિશ્રણનું સેવન કરવાથી મોઢાના ચાદા અને ગળાનો દુખાવો ની સાથે જ ઘણી પરેશાનીઓ દુર થઈ શકે છે. 

મધ અને લવિંગનો ઉપયોગ પ્રાચીન સમયથી જ ઘણી બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. જે શરીર માટે ખુબ ફાયદાકારક છે. લવિંગ એક મસાલો છે. જેમાં એન્ટી બેકટરીયલ ગુણ મળે છે. આ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ને દુર કરવામાં મદદ કરે છે. 

મધ પણ ઔષધીય ગુણોથી ભરપુર છે. તેના નિયમિત સેવનથી ઘણી બીમારીઓ દુર થાય છે. લવિંગ અને મધ એક સાથે મિક્સ કરીને સેવન કરવાથી તંદુરસ્તી સારી રહે છે. શરીરના ઘણા રોગ ઠીક થઈ જાય છે. ચાલો તો જાણી લઈએ મધ અને લવિંગના સેવનથી થતા ફાયદા અંગે. 

ખીલ દુર કરે છે :
મધમાં વિટામીન બી, પેપ્ટાઈડ, એન્ટી ઓક્સીડેંટ અને ફેટી એસીડ હોય છે. જે ત્વચાની લાલીમાં બનાવી રાખે છે. તેના એન્ટી બેકટરીયલ ગુણ ત્વચા ને સંક્રમણથી બચાવે છે. અને ખીલને દુર કરે છે. અડધી ચપટી જેટલો લવિંગનો પાઉડરમાં એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીલ પર લગાવી આખી રાત રહેવા દો. સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ નાખો. થોડા દિવસોમાં તમારા ખીલ દુર થઈ જશે. 

ત્વચાની દેખભાળ કરે છે :
લવિંગ ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ મળે છે. જે બેકટરિયા ના હુમલાથી ત્વચાની સુરક્ષા કરે છે. મધ ચહેરાને હાઈડ્રેડ અને મોશ્ચારાઈજ કરે છે. ડ્રાઈ અને ઓઈલી સ્કીન માટે આ ફાયદાકારક છે. એક ચમચી મધમાં લવિંગનો પાઉડર અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર  લગાવો. 20 મિનીટ પછી ચહેરો ધોઈ નાખો. આનાથી ત્વચા ખીલી ઉઠશે. 

ગળાનો દુખાવો દુર કરે છે:
મધ ચીકણું હોય છે. જે ગળાના કફને ઓછુ કરે છે. ગળાનો દુખાવો સામાન્ય રીતે ઇન્ફેકશન થી જોડાયેલ હોય છે. મધ અને લવિંગ ના મિશ્રણ નું સેવન કરવાથી સંક્રમણ અને દુખાવાથી રાહત મળે છે. લવિંગની ત્યાં કળીઓ તોડીને તેમાં એક ચમચી મધ મિક્સ કરો અને 5 કલાક મૂકી રાખો. હવે લવિંગ ને બહાર કાઢી લો અને મધ ચાટી લો. ત્યાર પછી એક ગ્લાસ પાણી પીવો. આનથી ગળામાં દુખાવામાં રાહત મળે છે. 

મોઢાના ચાદા દુર કરે છે :
ગાલની અંદર ભૂલથી બટકું ભરી જવાથી મોઢામાં ચાદા પડી જાય છે. લવિંગ આ માટે ખુબ ફાયદાકારક છે. લવિંગમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીસેપ્ટિક એજેંટ મળે છે. એ મોઢા ના ચાદા ને દુર કરે છે. એક ચમચી મધમાં અડધી ચમચી લવિંગનો પાઉડર મિક્સ કરો. તેને ચાદા પર લગાવો અને થોડી મિનીટ રહેવા દો. સારા પરિણામ માટે તેને દિવસમાં ત્રણ વખત લગાવો.

ઉલટી ઉબકા દુર કરે છે :
ઉલટી અને ઉબકા ની સમસ્યા દુર કરવા માટે લવિંગ ફાયદાકારક છે. ઇન્ફેકશન, અથવા વધુ ભોજન કર્યા પછી ઉલટી જેવું અનુભુત થાય છે. મધ અને લવિંગ નું મિશ્રણ આ સમસ્યા દુર કરે છે. 5 શેકેલા લવિંગને પીસીને તેનો પાઉડર બનાવી લો અને તેન સારી રીતે મધમાં મિક્સ કરી લો. ઉલટી જેવું અનુભુત થાય ત્યારે આ મિશ્રણને ચાટવું. આ વિધિ ગર્ભાવસ્થામાં પણ સુરક્ષિત છે. 

Leave a Comment