આ છે ભારતના સૌથી ચમત્કારી અને રહસ્યમયી 11 મંદિર, જાણીને તમે પણ ધન્ય થઈ જશો.

મિત્રો આપણે ત્યાં પ્રાચીન સમયથી તેમજ પૌરાણિક સમયથી અનેક દેવી-દેવતાઓના મંદિર આવ્યા છે. તેમજ આ દરેક મંદિર સાથે કોઈને કોઈ કથા અથવા તો ઈતિહાસ જોડાયેલો છે. આથી આવા મંદિરો વિશે જાણવું દરેકને ગમતું હોય છે. આ સિવાય આવા મંદિરની શિલ્પકલા પણ ખુબ આકર્ષક હોય છે. આથી સહજથી તેના તરફ આપણું ધ્યાન ખેંચાય છે. આજે અમે તમને ભારતના એવા 11 મંદિર વિશે માહિતી આપીશું જેના ચમત્કાર અને રહસ્ય વિશે લોકો હજુ સુધી હેરાન છે. 

ભારતમાં એવા અનેક મંદિર છે જે પોતાની ખુબસુરતી અને ચમત્કારો માટે આખી દુનિયામાં લોકપ્રિય છે. આ મંદિરોને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ભારતના ઇતિહાસમાં એવા ઘણા મંદિર છે જેને ચમત્કારી અને રહસ્યમય માનવામાં આવે છે. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

તિરુપતિ બાલાજી મંદિર : ભગવાન વ્યંકટેશ્વર તિરુપતિ બાલાજીને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ભગવાન બાલાજીએ ધનના દેવતા કુબેરથી પોતાની દીકરી લગ્ન માટે મોટી રકમ ઉધાર લીધી. આ કરજને ચૂકવવા માટે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં ધન, સોનું, વગેરે દાન આપે છે. તિરુપતિ બાલાજીનું આ મંદિર આખી દુનિયામાં સૌથી અમીર મંદિર માનવામાં આવે છે.

કામાખ્યા મંદિર : આસામમાં સ્થિત કામાખ્યા મંદિર દેવીનું મંદિર શક્તિ પીઠોમાંથી એક છે. આ મંદિર ખુબ જ ચમત્કારી અને રહસ્યમયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં દેવી આખા વર્ષમાં 5 દિવસ માટે રજસ્વલા પણ થાય છે. 

કાશી વિશ્વનાથ મંદિર : કાશીમાં સ્થિત આ જ્યોતિર્લિંગ ભગવાન શિવનું મનપસંદ સ્થાનમાંથી એક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓ અનુસાર કાશી ભગવાન શિવના ત્રિશુલ પર બિરાજમાન છે. માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

કેદારનાથ મંદિર : આ શિવ મંદિર દેશના ચાર ધામમાંથી એક છે. કહેવામાં આવે છે કે પાંડવો, ભગવાન શિવના દિવ્ય આશીર્વાદ લેવા માટે આ સ્થાન પર આવ્યા હતા.

મીનાક્ષી અમ્મન મંદિર : મીનાક્ષી અમ્મન મંદિર માતા પાર્વતીને સમર્પિત દેશના પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે. આ મંદિર પોતાની વાસ્તુકલા માટે વિશ્વ વિખ્યાત છે. 

પૂરી જગન્નાથ મંદિર : પૂરી જગન્નાથ મંદિર ચાર ધામમાંથી એક છે. પૂરી ભગવાન વિષ્ણુ અને તેના પરિવારના ઘરના રૂપમાં માનવામાં આવે છે. આ ભારતના સૌથી પવિત્ર સ્થાનમાંથી એક છે અને તેની વાર્ષિક રથયાત્રા પણ ખુબ જ પ્રસિદ્ધ છે. 

વૈષ્ણો દેવી મંદિર : હિંદુ ધર્મ અનુસાર વૈષ્ણો દેવી મંદિર શક્તિને સમર્પિત પવિત્ર મંદિરોમાંથી એક છે. વૈષ્ણો દેવી તે ગુફાના રૂપમાં પ્રસિદ્ધ છે. જ્યાં દુર્ગા એ 9 દિવસ સુધી એક દુષ્ટ રાક્ષસથી બચવા માટે શરણ લીધી હતી. એવું માનવામાં આવે છે કે, વૈષ્ણો દેવી મંદિરના દર્શન કરવાથી કોઈ પણ વ્યક્તિના જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

સિદ્ધિ વિનાયક મંદિર : મુંબઈમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત ખુબ જ લોકપ્રિય મંદિર છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં ઉઘાડા પગે જવાથી તમારી દરેક મનોકામનાઓ પૂરી થાય છે.

સોમનાથ મંદિર : ગુજરાતમાં આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ માંથી પ્રથમ લિંગ છે. ઈતિહાસ જોવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે આ મંદિરને ઘણી વખત તોડવામાં આવ્યું છે અને પુનનિર્મિત કરવામાં આવ્યું છે. આ મંદિરની દિવ્યતા અને ભવ્યતા જોવા અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે.

સાંઈ બાબા મંદિર : સાંઈ બાબા માટે હિંદુ અને મુસ્લિમ બધા જ એક સમાન છે. એવી માન્યતા છે કે, શિરડીમાં તીર્થયાત્રા કરવાથી તમારા બધા જ કષ્ટ દુર થઈ જાય છે અને સાંઈ બાબા સ્વયં તમારી રક્ષા કરે છે. 

સબરીમાલા મંદિર : સબરીમાલામાં ભગવાન અયપ્પનનું મંદિર છે. ધાર્મિક કથાઓ અનુસાર ભગવાન અયપ્પા ભગવાન શિવ અને વિષ્ણુજીના મોહિની રૂપનું મિલન છે. માસિક ધર્મ વાળી મહિલાઓને આ મંદિરમાં જવાની મનાઈ છે. 

Leave a Comment