આ 9 દેશ જ્યાં માત્ર 100 રૂપિયામાં કારની ટાંકી થઈ જાય છે ફૂલ.. દોઢ રૂપિયા લીટર વેચાય છે પેટ્રોલ

મિત્રો તમે જાણતા હશો કે હાલ પેટ્રોલના ભાવ ખુબ વધી રહ્યા છે. દિવસે દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સામાન્ય લોકોનું જીવન અનેક મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલું રહે છે. કારણ કે આજે વાહન એ લોકોના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. વાહન વગર માણસ પોતાના જીવનની કલ્પના પણ નથી કરી શકતા. 

ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ જાણે ભડકે બળી રહ્યા છે. ભારતમાં પેટ્રોલ સૌથી મોઘું મુંબઈમાં છે. 1 માર્ચ અહી પેટ્રોલનો ભાવ 97.57 રૂપિયા હતો. જયારે 1 લીટર ડીઝલનો ભાવ તમને 88.60 રૂપિયા હતો. જયારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91.17 રૂપિયા અને ડીઝલ 81.47 રૂપિયા લીટર વેચાય છે. 

પેટ્રોલના ભાવમાં વધારાના કારણે ભારત સરકાર નિશાન પર છે.પણ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં પેટ્રોલ માત્ર દોઢ રૂપિયા લીટર વેચાય છે.તે પણ મોઘવારી વધ્યા પછી. જયારે અહી મોઘવારી કંટ્રોલમાં હતી ત્યારે આ દેશમાં પેટ્રોલ 67 પૈસા પ્રતિ લીટર હતું. આ દેશ છે વેનેજુએલા. આજે આ દેશની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે. બે વર્ષથી વધેલી મોઘવારી પછી આ દેશમાં પેટ્રોલ દોઢ રૂપિયા લીટર વેચાય છે. આજે અમે તમને દુનિયાના તે દેશ વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં પેટ્રોલ ઘણું સસ્તું છે. 

વેનેજુએલા : વેનેજુએલા માં ધરતીનો સૌથી મોટો તેલ ભંડાર છે. વર્ષ 2018 માં અહી પેટ્રોલ 67  રૂપિયા પ્રતિ લીટર વેચાતું હતું. પણ ત્યાર પછી અહીની અર્થવ્યવસ્થા લથડી ગઈ. મોઘવારી વધી. પણ સરકારે તોપણ ત્યા તેલ પર સબસીડી નથી લગાવી. આજે અહી એક લીટર તેલ માટે 1 રૂપિયા 45 પૈસા ચુકવવા પડે છે. 

ઈરાન : વેનેજુએલા પછી સસ્તા પેટ્રોલ ના દેશમાં નંબર આવે છે ઈરાન નો. આ દેશમાં 1 લીટર પેટ્રોલ માટે લોકોને 4 રૂપિયા 50 પૈસા ચુકવવા પડે છે. ઈરાનમાં પણ પેટ્રોલ નો ભંડાર છે, પણ જો કિંમત ને વેનેજુએલા થી સરખાવવામાં આવે તો તે ઘણું મોઘું છે. 

અંગોલા : આફ્રીકી દેશોમાં ગરીબી ખુબ જ છે. દક્ષિણ પશ્ચિમ આફ્રિકી દેશ અંગોલામાં પેટ્રોલ ભારત ની સરખામણી એ ઘણું સસ્તું છે. અહી એક લીટર પેટ્રોલ ના બદલે તમને 17 રૂપિયા 82 પૈસા દેવા પડે છે. આ દેશ પહેલા મેપમાં લોકોની નજરથી દુર હતો પણ હવે આ ઈધન અને સોનાની ખાણ મળવાથી ચર્ચામાં આવ્યો છે. 

અલ્જીરિયા : લીસ્ટમાં હવે પછીનું સ્થાન છે અલ્જીરિયા નો આવે છે. આ આફ્રિકી દેશ માં એક લીટર પેટ્રોલ માટે 25 રૂપિયા 15 પૈસા ચુકવવા પડે છે. 

કુવૈત : કુવૈતમાં પેટ્રોલ સહીત ઉર્જા ના ઘણા સોર્સ છે. અહી તેલના ભંડાર છે જેને એક્સપોર્ટ કરીને દેશ પૈસા બનાવે છે. અહી એક લીટર પેટ્રોલ ની કિંમત 25 રૂપિયા 26 પૈસા પ્રતિ લીટર છે. ખાડી દેશોમાં તેલના ઘણા ભંડાર છે. 

સુડાન : લીસ્ટમાં રહેલ આગળનું નામ છે સુડાનનું. આ આફ્રિકી દેશમાં ભારત ની સરખામણી ઘણું સસ્તું પેટ્રોલ મળે છે. અહી 1 લીટર તેલ માટે તમારે 27 રૂપિયા 53 પૈસા આપવા પડશે. જે ભારત ના 100 રૂપિયા થી ઘણા સસ્તા છે. 

કજાખસ્તાન, કતર  અને તુર્કમેનીસ્તાન : લીસ્ટમાં હવે પછી નંબર આવે છે ત્રણ એશીયાઇ દેશોનો. તેમાં કજાખસ્તાન, કતર  અને તુર્કમેનીસ્તાનસામેલ છે. આ દેશોમાં 30 રૂપિયા થી ઓછી કિંમતમાં પેટ્રોલ મળે છે. જ્યાં કજાખસ્તાન માં 29 રૂપિયા 70 પૈસા છે, તો કતર માં તે 29.96 રૂપિયા છે. તુર્કમેનીસ્તાનમાં 1 લીટરના બદલે તમારે 29 રૂપિયા 96 રૂપિયા ચુકવવા પડે છે. 

Leave a Comment