ઘરના ખાલી પડેલા ટેરેસનો આ રીતે કરો ઉપયોગ, માત્ર 70 હજાર રૂપિયામાં થશે 25 વર્ષ સુધીની કમાણી

માત્ર 70 હજાર રૂપિયામાં થશે 25 વર્ષ સુધીની આવક, આ બિઝનેસથી કરો ઘરે બેઠા મોટી કમાણી 

મિત્રો દરેકની ઈચ્છા હોય છે કે, તે એવો કોઈ બિઝનેસ કરે જેનાથી તેને ઓછી મહેનતે વધુ કમાણી થઈ શકે. તેમજ આ કમાણીથી તેને વર્ષોથી આવક પણ થઈ શકે. આ માટે તેઓ અનેક બિઝનેસ કરવાનું વિચારે છે. તમે પણ કદાચ આવો જ કોઈ બિઝનેસ કરવા માંગતા હશો. પણ હજી સુધી સફળ નથી થયા તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી વર્ષો સુધી આવક કરી શકો છો. ચાલો તો આ બિઝનેસ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

જો તમે કોઈ એવા બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો જેમાં તમને અલગથી કોઈ જગ્યા ન લેવી પડે તો તમે તે માટે પોતાના ઘરની ખાલી પડેલ અગાસીનો ઉપયોગ કરી શકો છો. અને તેનાથી લાખોની કમાણી કરી શકો છો. આ માટે તમારે અગાસી પર સોલાર પેનલ લગાવવી પડશે. સોલાર પેનલ કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ઈચ્છો તો અગાસી પર સોલાર પેનલ લગાવીને વીજળી બનાવીને ગ્રીડમાં પણ સપ્લાય કરી શકો છો. સોલાર પેનલ લગાવનારને કેન્દ્ર સરકારનું ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલાર પ્લાન્ટ પર 30% સબસીડી આપે છે. વગર સબસીડીથી રૂફટોપ સોલાર પેનલ લગાવવા પર લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ચાલો તો તમને જણાવી દઈએ કે આ સ્કીમનો શું છે આખી પ્રોસેસ અને તેનો લાભ વિશે જાણી લઈએ.

સૌથી પહેલા વાત કરીએ તેમાં થતા ખર્ચ વિશે : એલ સોલાર પેનલની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. દરેક રાજ્યના હિસાબે આ ખર્ચ અલગ અલગ છે. પણ સરકાર તરફથી મળતી સબસિડી પછી એક કિલોવોટનો સોલાર પ્લાન્ટ માત્ર 60 થી 70 હજાર રૂપિયામાં ઇન્સ્ટોલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યો આ માટે અલગથી વધુ સબસીડી પણ આપે છે. સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે જો રોકડ 60 હજાર રૂપિયા નથી. તો તમે કોઈ પણ બેંકથી હોમ લોન પણ લઈ શકો છો. આર્થિક મંત્રાલયએ બધી બેંકોને હોમ લોન આપવાનું કહ્યું છે. 

હવે વાત કરીએ તેનાથી થતા લાભ વિશે : સોલાર પેનલની ઉંમર 25 વર્ષની હોય છે. આ પેનલને તમે પોતાના ઘરની અગાસી પર સહેલાઈથી મૂકી શકો છો અને પેનલથી મળેલ વીજળી નિશુલ્ક હશે. સાથે જ વધેલી વીજળીને તમે ગ્રીડથી સરકાર અથવા કંપનીને વેચી શકો છો. મતબલ કે ફ્રી ની સાથે કમાણી પણ. જો તમે પોતાના ઘરની અગાસી પર બે કિલોવોટનું સોલાર પેનલ મુકો છો તો દિવસના 10 કલાક સુધી તડકો નીકળવાની સ્થિતિમાં તેનાથી લગભગ 10 યુનિટ વીજળી બને છે. જો મહિનાનો હિસાબ લગાવવામાં આવે તો બે કિલોવોટનું સોલાર પેનલ લગભગ 300 યુનિટ વીજળી બનાવશે.

આ રીતે ખરીદો સોલાર પેનલ : સોલાર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓર્થોરીટીનો સંપર્ક કરી શકો છો. જેના માટે રાજ્યોના પ્રમુખ શહેરોમાં કાર્યાલય પણ બન્યા છે. દરેક શહેરમાં પ્રાઈવેટ ડીલર્સની પાસે પણ સોલાર પેનલ હાજર છે. સબસીડી માટે ફોર્મ પણ ઓર્થોરીટી કાર્યાલયથી જ મળશે. ઓર્થોરીટીથી લોન લેવા માટે પહેલા સંપર્ક કરવો પડશે. 

મેન્ટનેન્સ માટે કોઈ ખર્ચ નથી : સોલાર પેનલમાં મેન્ટનેન્સ ખર્ચનું પણ ટેન્શન નથી. પણ દરેક 10 વર્ષમાં એક વખત તેની બેટરી બદલવાની હોય છે. તેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા હોય છે. આ સોલાર પેનલને એક સ્થાનથી બીજા સ્થાન પર સહેલાઈથી લઈ જઈ શકાય છે.

મળશે 500 વોટ સુધીનું સોલાર પેનલ : સરકાર તરફથી પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર 500 વોટ સુધીની ક્ષમતાના સોલાર પાવર પેનલ લગાવી શકાય છે. તેના દ્વારા 500 વોટના એવા દરેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ પ્લાન્ટ એક કિલોવોટથી 500 કિલોવોટની ક્ષમતા સુધી લગાવી શકાય છે. 

Leave a Comment