સાંધાના દુખાવા અને નબળાઈ થઈ જશે દૂર.. સવારે નાસ્તામાં ખાવાનું શરૂ કરો ફક્ત આ એક વસ્તુ.

સાગો કરીને એક ઝાડ છે કે જે મુખ્યત્વે સાઉથ ભારતમાં વધુ જોવા મળે છે કે જેના મૂળમાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. સાબુદાણા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણકે તે પ્રોટીન અને ફાઈબરનો ખૂબ સારો સ્ત્રોત છે. જેનો વપરાશ વિશ્વભરમાં થાય છે. સાબુદાણા કસાવા છોડ માંથી ઉત્પન્ન કરાયેલ સ્વાદિષ્ટ સ્ટાર્ચ છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટસથી પણ સમૃદ્ધ છે. આ સાબુદાણામાં વિટામીન બી કોમ્પ્લેક્સ, આર્યન અને કેલ્શિયમ પણ હોય છે, જે આપણા હાડકાને અને સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. સાબુદાણામાં સંતૃપ્ત ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમનું અત્યંત નિમ્ન સ્તર છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે.

જો તમારે સવારના નાસ્તામાં બહારની વસ્તુઓથી દૂર રહેવું હોય, તો તમે સાબુદાણાની પસંદગી કરી શકો છો. તેને ખાવાથી તમે ફક્ત થોડા કલાકો સુધી બાહ્ય વસ્તુઓથી ઝપટમાં આવાથી બચી શકો છો. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય ને સારી સ્થિતિમાં રાખી શકો છો. તમને જણાવી દઈએ કે દરરોજ એક કપ સાબુદાણા ખાવાથી તમે તમારી રોજિંદા કાર્બોહાઈડ્રેટ આવશ્યક્તાનો લગભગ 45 ટકા મેળવી શકો છો. જો તમે સાબુદાણાના સ્વાસ્થ્ય લાભો વિશે અજાણ છો, તો અમે તમને જણાવીશું જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

સાંધાનો દુખાવો અને નબળાઈ માં અસરકારક : જો તમે વાંરવાર શરીર અને સાંધાના દુખાવા, નબળાઈ અને એનીમિયાથી પરેશાન છો અને ડોક્ટર દ્વારા આપેલી દવા ખાવાથી પરેશાન થઇ ગયા છો, તો પછી સવારે નાસ્તામાં સાબુદાણાની ખીચડી ખાઓ. ખાવાથી માત્ર સાંધા અને શરીરની પીડા જ દૂર નથી થતી, પણ તમારા શરીરમાં લોહીની કમી પણ.સાબુદાણા ખાવાથી શરીર મજબુત બને છે.

એનર્જી માટે ખાઓ સાબુદાણા : જો તમે કામ કરતી વખતે થાક અનુભવો છો અને તમને સતત ઊર્જાનો અભાવ લાગે છે, તો સાબુદાણાની ખીચડી માંથી તમને ખૂબજ પ્રમાણમાં ઉર્જા મળી શકે છે. સાબુદાણાની ખીચડી ખાવાથી શરીરમાં ઘણી શક્તિ મળે છે અને શરીરમાં ઉર્જા વહેતી રહે છે. આ સિવાય સાબુદાણામાં હાજર રહેલ આયર્ન લોહીની ખોટ અને નબળાઈ પણ દુર કરે છે. સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ સહાયક નીવડે છે.

હાડકા મજબૂત બનાવે છે : સબુદાણામાં રહેલ કેલ્શિયમ તમારા નબળા હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. જો તમે પણ થોડું ચાલ્યા પછી કંટાળી ગયા છો, તો પછી સવારના નાસ્તામાં સાબુદાણાની ખીર ખાવાથી ઘણો ફાયદો થાય છે. આ હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવશે. સબુદાણામાં કેલ્શિયમ, આયર્ન, વિટામીન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે : શરીરમાં ઉર્જાના  સ્ત્રોત કાર્બોહાઈડ્રેટ છે કારણકે તે આપણા શરીરને કાર્ય કરવા માટે પૂરતી ઉર્જા આપે છે. જો કે સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ જેવા ઘણા પરિબળો વજનમાં વધારવા મદદ કરે છે પરંતુ  ઉર્જાને થોડી ઓછી કરે  છે. સબુદાણામાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ ખરાબ કોલેસ્ટ્રોલ અને પર્યાપ્ત ચરબીથી મુક્ત છે. તેથી ઉર્જાનું સ્તર સાબુદાણાની ખીચડી ખાવાના કારણે બની  રહે છે અને ભૂખ પણ નથી  લાગતી.

એનીમિયા જેવી સમસ્યાઓ દૂર કરે છે : સાબુદાણામાં જોવા મળતા પોષક તત્વોમાં એક આયર્ન છે. સામાન્ય કાર્યો કરવા માટે માનવ શરીરને આયર્નની જરૂર હોય છે. આ સાથે તેનું સોંથી અગત્યનું કામ નવા લાલ રક્તકણ બનાવવાનું છે. તાંબુ સાથે આયર્ન શરીરમાં લાલ રક્તકણની સંખ્યામાં વધારો કરે છે, જે એનીમિયા સબંધિત રોગોને મટાડવામાં મદદ કરે છે. તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો આયર્નની સીરપ લેવાને બદલે સાબુદાણા ખાવાનું શરૂ કરી દો. તેના ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે તમને એનીમિયાથી બચાવે છે. તે શરીરમાં રક્તકણની સંખ્યા વધારે છે. આથી  એનીમિયા માટે સાબુદાણા રામબાણ ઈલાજ છે.

સાબુદાણા શરીરના દરેક અંગોમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. તેને કારણે શરીરના દરેક  કોષોને સારા પ્રમાણમાં લોહી મળતું હોવાથી બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મળે છે.

Leave a Comment