લીંબુની છાલ માંથી થતા આ કામ જાણીલો.. પછી ફેંકાવનો વિચાર પણ નહીં આવે.

મિત્રો તમે લીંબુના અસંખ્ય ગુણો વિશે તો જાણતા હશો જ. તેમાં રહેલ અનેક ગુણો શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. લીંબુ એ વિટામીન સી નો સારો એવો સ્ત્રોત છે અને વિટામીન સી એ શરીરને એનર્જી પૂરી પાડે છે. આથી જો તમને શારીરિક રીતે નબળાઈ રહેતી હોય તો તમે લીંબુનું સેવન કરી શકો છો. તે શરીરને એક ઉર્જા પ્રદાન કરે છે. આમ લીંબુના તો ઘણા ફાયદા છે પણ તેની છાલના પણ અનેક ફાયદાઓ છે. જેના વિશે આપણે જાણી લઈએ. 

શું તમે લીંબુમાંથી તેનો રસ કાઢીને તેની છાલને ફેકી દો છો ? શું તમે પણ લીંબુની છાલને બેકાર સમજો છો ? જો તમે એવું વિચારો છો તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો. લીંબુની છાલના ખુબ જ ફાયદાઓ છે. તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, લીંબુની છાલ પણ એટલી જ મહત્વની છે જેટલું લીંબુ અને લીંબુનો રસ. આ રીતે ખાટા ફળમાં વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ, અને ફાઈબર હોય છે. આથી તેને ફેંકવા કરતા તેના પોષક ગુણોનો લાભ મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ચાલો તો આ લેખમાં જાણી લઈએ કે કેવી રીતે તેની છાલનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. 

લેમન વિનેગર ક્લીનર : તમારે હવે મોંઘા ક્લીનરમાં પૈસા ખર્ચ કરવાની જરૂર નથી કારણ કે તમે પોતાના ઘરમાં જ લીંબુની છાલથી એક ક્લીનર બનાવી શકો છો. તમે એક ગંદા રસોઈઘરને સાફ કરવા માટે એક લેમન વિનેગર ક્લીનર બનાવી શકો છો. જેનાથી તમે પોતાના રસોઈઘર, ખાસ કરીને ગેસની આસપાસની સફાઈ કરી શકો છો. તમે ડ્રાય લેમન વિનેગર ક્લીનર બનાવી શકો છો. 

આ માટે તમે એક એર ડાયટ કન્ટેનર લો અને તેમાં લીંબુની છાલ નાખી દો. હવે તમે લીંબુની છાલ વાળા કન્ટેનરમાં વિનેગર નાખી દો. કન્ટેનરને લગભગ બે-ત્રણ અઠવાડિયા સુધી બંધ રાખી દો. બે-ત્રણ અઠવાડિયા પછી તમે એક કન્ટેનરમાં થોડું પાણી નાખી દો. પછી તમે આ વિનેગર અને પાણીનો ઉપયોગ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. 

લેમન જેસ્ટ બનાવો : રસ કાઢેલા લીંબુની છાલને તમે લેમન જેસ્ટ બનાવી શકો છો. તમે લીંબુની છાલને તાજી અથવા તો સુકવીને લેમન જેસ્ટ બનાવી શકો છો. આ માટે તમે માત્ર છાલને પીસીને એક વાસણમાં સ્ટોર કરી દો. તમે તેનો પછી ઉપયોગ કરવા માટે ફ્રીજમાં પણ રાખી શકો છો. આ એક ડીશના રૂપે ખાટો સ્વાદ લેવા માટે ખુબ જ ઉપયોગી છે. 

લીંબુના છાલની બનાવો કેન્ડી : જ્યારે પણ તમે કંઈક મીઠું ખાવાનું વિચારી રહ્યા હો, તો તમે લીંબુની છાલની કેન્ડી બનાવી શકો છો. તમે લીંબુની છાલથી બનાવેલ કેન્ડીને સાદી રીતે પણ ખાઈ શકાય છે, અથવા કેક પર નાખી શકાય છે. તમે તેને ઓગાળેલ ચોકલેટમાં પણ ડુબાડી શકો છો અને બાળકોને નાસ્તાના રૂપે પણ આપી શકો છો. 

ત્વચાને ચમકદાર બનાવે છે : ત્વચાને ચમકદાર બનાવવા માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકાય છે. લીંબુની છાલમાં ત્વચાને ચમકાવવાના એક પ્રાકૃતિક ગુણ રહેલા છે. તે ત્વચાને નીખારીને તેને બ્લીચિંગ એજન્ટના રૂપે કામ કરે છે. તમે ટેનિંગને દુર કરવા અને પોર્સને કસવા માટે લીંબુની છાલને ત્વચા પર ઘસી શકો છો. તમે લીંબુની છાલથી કોણીનો કાળાશ પડતો ભાગ, એડી પર લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. 

લેમન શુગર સ્ક્રબના રૂપે : તમે લીંબુની છાલનો ઉપયોગ કરીને ઘર પર લેમન શુગર સ્ક્રબ બનાવી શકો છો. તમે એક વાસણમાં ½ કપ ખાંડ, જેતુનનું તેલ, અને પીસેલી લીંબુની છાલ મિક્સ કરીને તેની એક ખુબ જ ઝીણી પેસ્ટ બનાવી લો. પોતાની ત્વચાને એક્સફોલિએટ કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવો. આ તમારી ત્વચાને મુલાયમ, અને ચમકદાર બનાવે છે. 

માઈક્રોવેવને સાફ કરે છે : એક માઈક્રોવેવ કન્ટેનર લો અને તેમાં લીંબુની છાલ અને પાણી મિક્સ કરો. હવે તમે 5 મિનીટ માટે ઉચ્ચ તાપમાન પર ચડવા દો. ઓવનમાં રહેલ ભાપ તેને સાફ કરે છે. કન્ટેનરને બહાર કાઢો અને માઈક્રોવેવને કપડાથી સાફ કરી લો.

Leave a Comment