લીવરને સ્વસ્થ અને મજબૂત બનાવવાનું કામ કરે છે આ જડીબુટ્ટી…લીવરને આજીવન સ્વસ્થ રાખવા માટે જાણીલો આ સંપૂર્ણ માહિતી…

મિત્રો આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. એવી જ એક જડીબુટ્ટી અશ્વગંધા છે જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો ઉપલબ્ધ હોય છે. અશ્વગંધાનું સેવન સામાન્ય રીતે તણાવ અને ઊંઘથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત લાભકારી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો લીવર સંબંધી સમસ્યાઓ દૂર કરીને હેલ્ધી લીવર માટે પણ આ જડીબુટ્ટી ખૂબ જ મદદરૂપ થાય છે.

ન્યુટ્રિશિયનિસ્ટ અને ડાયટીશિયન ના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી લીવરને સ્વસ્થ રાખવા માટે અનેક અધ્યયનો થઈ ચૂક્યા છે. મોટા ભાગમાં એ તારણ કાઢવામાં આવ્યું છે કે અશ્વગંધા લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે મોટાભાગના સંશોધન પ્રાણી ઓ પર કરવામાં આવ્યા છે પરંતુ આયુર્વેદનું માનીએ તો અશ્વગંધા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે.આ લીવરને સ્વાસ્થ્યમંદ રાખવા માટે પણ તમારી અનેક રીતે મદદ કરે છે. માત્ર તેના સેવનની યોગ્ય રીત વિશે જાણકારી અને જીવનશૈલીમાં કેટલાક સામાન્ય બદલાવ કરવાની જરૂર છે. જો તમે પણ તમારા લીવરને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોય તો આ લેખમાં અમે તમને અશ્વગંધાના ફાયદા જણાવીશું.

લીવરને સ્વસ્થ રાખવા માટે અશ્વગંધાના ફાયદા:- ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે અશ્વગંધા એક શ્રેષ્ઠ ટોનિક છે. આ શરીરમાં ઉર્જા વધારવામાં મદદ કરે છે અને ટેન્શન દૂર કરે છે. પુરુષોની અનેક સામાન્ય સમસ્યાઓને દૂર કરવા અને તેમના સ્ટેમિના પાવરને વધારવામાં પણ ખૂબ જ લાભદાયક છે. હાલમાં જ કરવામાં આવેલા એક અધ્યયનથી જાણવા મળે છે કે અશ્વગંધા લીવરને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે. સાથે જ આ લીવર ફંકશનમાં સુધારો કરે છે ફેંટી લીવરના દર્દીઓમાં અશ્વગંધાનું સેવન કરવાની સ્થિતિમાં સુધારો કરી શકાય છે. તેના સિવાય આ શરીરના ત્રણ દોષોને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ લીવરને મજબૂત બનાવે છે અને તેને સ્વસ્થ રાખે છે. જો કે તેની પર હજુ વધારે શોધ કરવાની આવશ્યકતા છે.સ્વસ્થ લીવર માટે અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું:- ડાયટીશિયન સામાન્ય રીતે અશ્વગંધાનો પાવડર એક ચમચી રાત્રે સુતા પહેલા હૂંફાળા દૂધ કે પાણી સાથે લેવાની સલાહ આપે છે. પરંતુ તમારે હંમેશા તેનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. ડોક્ટરની સલાહ લીધા વગર તેનું સેવન ન કરવું જોઈએ.

આટલું પણ રાખો ધ્યાન:- ડાયટીશિયનના જણાવ્યા પ્રમાણે ભલે અશ્વગંધા લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ આ ડોક્ટરના ઉપચાર નો કોઈ વિકલ્પ નથી. જો કોઈ વ્યક્તિ લીવર સંબંધી કોઈ સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો હોય તો એવામાં તેમને ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. તમે ડોક્ટરના ઉપચાર ની સાથે જ ડાયટમાં અશ્વગંધા જેવી સારી વસ્તુઓને સામેલ કરી શકો છો. તેના સિવાય તમારે જીવનશૈલીમાં પણ કેટલાક જરૂરી બદલાવ કરવાની જરૂર છે જેમ કે..દારૂ, ધુમ્રપાન અને તમાકુથી પરેજી કરવી. અત્યંત વધારે તળેલું, શેકેલું, નમકીન, મસાલેદાર ભોજન કરવાથી બચવું. પ્રોસેસ્ડ ફૂડનું વધુ સેવન કરવાથી પણ બચવું. નિયમિત એક્સરસાઇઝ કરવાથી પણ લીવર ના કાર્ય માં સુધારો થાય છે. હળવો અને પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો. વજન નિયંત્રિત રાખવું. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment