સામાન્ય લાગતા આ ઠળિયા છે અનેક ગંભીર બીમારીઓનો રામબાણ ઈલાજ…ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં છે 100% અસરકાર…

અમુક ફળ ઋતુ પ્રમાણે આવે છે. આવું જ એક ફળ ઉનાળાની ઋતુ પૂર્ણ થતાં પહેલા  આવે છે અને તે ફળ છે જાંબુ. ઉનાળાની ઋતુમાં જાંબુનું સેવન કરવું  દરેક વ્યક્તિને પસંદ હોય છે. આપણે જાંબુ ખાઈને તેના ઠળિયા ફેંકી દઈએ છીએ પરંતુ, તે આપણી ઘણી મોટી ભૂલ છે. જાંબુના ઠળિયાનું સેવન કરવાથી ઘણા બધા લાભ મળી શકે છે.

નાનકડું દેખાતું જાંબુનું ફળ ગુણો ના કિસ્સામાં ખૂબ જ મોટું છે. તેનું નિયમિત સેવન શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. વિશેષ રૂપે ડાયાબિટીસ માટે જાંબુનું ફળ અને તેના ઠળિયા અત્યંત ફાયદાકારક હોય છે. જાંબુના ઠળિયા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાની સાથે ત્વચાની ચમક વધારવા અને ડાયજેશન સારું બનાવવામાં મદદ કરે છે. આજકાલ ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચૂકી છે ઓછી ઉંમરમાં જ લોકો આ બીમારીથી ઘેરાઈ જાય છે. ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે અને ધીરે ધીરે આ બીમારી શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડે છે.ડાયાબિટીસ થવા પર એ અત્યંત જરૂરી છે કે તેને નિયંત્રણમાં રાખવામાં આવે. તેના માટે કેટલીક કુદરતી રીત પણ અપનાવી શકાય છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક બની શકે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જાંબુ ગુણો થી ભરપૂર ફળ છે અને ફળની સાથે તેના ઠળિયા પણ ખૂબ જ અસરકારક છે. તો આવો જાણીએ જાંબુના ઠળિયાના આશ્ચર્યજનક ફાયદા.

👉 જાંબુના ઠળિયાના ફાયદા:-

1) બ્લડ સુગર:- જાંબુ નું ફળ, પાન અને તેના ઠળિયા આ ત્રણે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. વિશેષ રૂપે જાંબુના ઠળિયા થી બનાવેલું ચૂર્ણ ખૂબ જ લાભદાયક હોય છે. જાંબુના ઠળિયા માં આલ્કલાઇડ હોય છે જે સ્ટાર્જ ને સુગરમાં બદલતા રોકે છે. જાંબુ શુગરના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે.2) પાચન:- જાંબુમાં હાજર તત્વ પાચનને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે. તેનું ચૂર્ણ પણ બોવેલ મુવમેન્ટ ને સારું બનાવવામાં મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સારી રીતે બોવેલ મૂવમેન્ટનું હોવું જરૂરી છે. એવામાં સારા પાચન માટે જાંબુના ફળ કે ઠળિયાનું ચૂર્ણ ખાઈ શકાય છે.

3) ડિટોક્સીફિકેશન:- જાંબુ શરીરને ડિટોક્સીફાય કરવામાં પણ અસરકારક છે. જાંબુ ના ઠળિયાના ચૂર્ણ માં સારા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સ ને શરીરમાંથી કાઢવામાં મદદ કરે છે. તેની સાથે જ આ ઇમ્યુનિટી સિસ્ટમને સારી રીતે કામ કરવામાં પણ મદદરૂપ થાય છે.4) ત્વચા:- જાંબુનું ચૂર્ણ ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવી છે જાંબુના ફળનો સ્વાદ કસાયેલો હોય છે. અને તેના પાન પણ ત્વચા માટે લાભદાયક હોય છે જાંબુના ચૂર્ણનો ઉપયોગ કરવાથી ચહેરા ની ત્વચામાં શુષ્કતા દૂર થઈને ચમક ફરીથી આવી જાય છે  

5) બ્લડ પ્રેશર:- જાંબુના ઠળિયામાં બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવાની પણ ક્ષમતા હોય છે. ઘણા રિસર્ચમાં પણ જાંબુનું સેવન બ્લડપ્રેશર માટે લાભદાયક માનવામાં આવ્યું છે. જોકે હજુ તેના માટે વધારે અભ્યાસની જરૂર છે. પરંતુ એકંદરે જાંબુના ઠળિયામા ગજબના ગુણ ઉપલબ્ધ હોય છે.👉 ડાયાબિટીસના દર્દીઓ આ રીતે કરે ચૂર્ણનું સેવન:- ડાયાબિટીસના દર્દીઓ કંઈ પણ ખાય કે પીવે તેમની ચિંતા હંમેશા બ્લડ સુગરના લેવલને વધવાની હોય છે. જો તમે કુદરતી રીતે બ્લડ સુગરને નિયંત્રિત કરવા ઇચ્છતા હોય તો દરરોજ ખાતા પહેલા જાંબુના ચૂર્ણનું સેવન કરી શકો છો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓએ ખાતા પહેલા જાંબુના ચૂર્ણ નું સેવન કરવું જોઈએ. વયસ્ક એકવારમાં બે થી ત્રણ ગ્રામ ચૂર્ણનો પ્રયોગ કરી શકે છે. જમ્યા બાદ વધતા સુગરને કંટ્રોલ કરવા માટે જાંબુના ઠળિયા નું ચૂર્ણ ખૂબ જ અસરકારક બની શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment