કમરને પાતળી કરી વધારી દેશે તમારી ઇમ્યુનિટી, આ દાણાનું સેવન કરશો તો આજીવન નહિ ખાવી પડે દવાઓ…

રાજમાં, છોલે, લોબીયા અને લીલી ફળી આ બધા જ કઠોળ આ જ શ્રેણીમાં આવે છે. છોલે-ભાત, અથવા રાજમાં-ભાતનું નામ સાંભળીને જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. તેમાંથી મળતા ન્યુટ્રીશંસ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. લીલા કઠોળ બીમારીઓને દૂર કરવાની સાથે શરીરને અંદરથી શક્તિ પ્રદાન કરે છે. ચાલો તો જાણી લઈએ કઠોળ ખાવાથી શરીરને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે. 

ફાઈબર : કઠોળ ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે. શરીરના સુચારુ રૂપથી ચલાવવા માટે ફાઈબર ખુબ જ જરૂરી છે. ફાઈબર હૃદયની બીમારીઓ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને પાચનમાં મુશ્કેલી કરે છે. એક કપ સફેદ રાજમામાં 19 ગ્રામ ફાઈબર હોય છે. તમે તેને બાફીને તેમાં ડુંગળી, ટમેટા, ગાજર નાખીને સલાડ બનાવી ખાઈ શકો છો.

પ્રોટીન : કઠોળ લો-ફેટ, લો-કેલરી, પ્રોટીન હોવાથી સાથે ફાઈબર અને કાર્બ્સથી ભરપુર છે. એક કપમાં લગભગ 15 ગ્રામ પ્રોટીન હોય છે જે ચોખા અથવા ઘઉંથી બે ગણું વધુ છે. જો તમે શાકાહારી છો તો રાજમાં અને કઠોળ દ્વારા તમે સરળતાથી પ્રોટીન મેળવી શકો છો. 

વજન : કઠોળ વજનને પણ કંટ્રોલ કરી શકે છે. જે લોકો વધુ કઠોળ ખાય છે, તેમની કમર પાતળી હોય છે. અને લોઅર બોડી ફેટ ઓછું હોય છે. અભ્યાસ અનુસાર પ્રોટીન માટે કઠોળનો ઉપયોગ કરવાથી વજન ઝડપથી ઘટે છે. મીટ (માંસ) ની જગ્યાએ રાજમા ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. 

હૃદય : જે લોકો નિયમિત રૂપે કઠોળ ખાય છે તેઓ હૃદયની બીમારીઓથી દૂર રહે છે. અભ્યાસ મુજબ તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જો તમને હૃદય સંબંધિત કોઈ બીમારી છે તો વધુમાં વધુ કઠોળ ખાવાની કોશિશ કરો. આ માટે કઠોળ, બીટ અને લીલા શાકભાજી નાખીને સલાડ પણ તૈયાર કરી શકાય છે.

ડાયાબિટીસ : ઘણા પ્રકારના કઠોળ ખાવાથી તમે માત્ર ડાયાબિટીસની સમસ્યાથી બચો છો પણ તે હાઈ બ્લડ શુગરને પણ ઓછું કરે છે. સબ્જી સિવાય પણ તમે તમે તેને ઘણી રીતે ખાઈ શકો છો. તાજા ગ્રીન કઠોળને બાફીને તેમાં ઓલીવ ઓઈલ અને મીઠું નાખીને ખાય શકાય છે. 

આયરનની કમી : બ્લડ પ્રોટીન બનાવવા માટે શરીરને આયરનની જરૂરત હોય છે. હાર્મોન્સ માટે પણ આયરન જરૂરી છે. આયરન શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડે છે. એક કપ સોયાબીન કઠોળમાં લગભગ 8 મીલીગ્રામ આયરન હોય છે. મીઠાના પાણીમાં સોયાબીન કઠોળને બાફીને ખાવાથી તે તેનો સ્વાદ વધારે છે. 

મેગ્નેશિયમ : મેગ્નેશિયમ શરીરમાં પ્રોટીન અને હાડકાઓ બનાવવામાં મદદ કરે છે. તે બ્લડ શુગરને પણ સ્થિર કરે છે. એક કપ કાળા રાજમામાં 120 મીલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. તે દૈનિક જીવનની જરૂરી માત્રા છે. કાળા રાજમાં અને ચોખા ખાવામાં સ્વાદિષ્ટ લાગવાની સાથે ખુબ જ ફાયદાકારક પણ છે.

ઝીંકની કમી : કીટાણુંઓથી લડવા માટે શરીરની કોશિકાઓને ઝીંકની જરૂરત હોય છે. તે ઈજાને ભરવામાં મદદ કરે છે. ઝીંક બાળકોમાં સ્વાદ અને ગંધ ઓળખવાની ક્ષમતા વધારવાનું કામ કરે છે. એક કપ છોલેમાં 2.4 મીલીગ્રામ ઝીંક મળે છે. 

શું કઠોળ ખાવાથી પેટમાં ગેસ થાય છે ? : ડાયેટમાં અચાનક ખુબ વધુ કઠોળ ખાવાથી પેટમાં ગેસ થવા લાગે છે. આ જ કારણ છે કે ઘણા લોકો વધુ રાજમા, છોલે ખાવામાં પરેજી કરે છે. કઠોળના કારણે પેટમાં થતો ગેસ નુકશાનકારક નથી હોતો પણ તે તમને પરેશાન જરૂર કરે છે. પોતાના ડાયટમાં થોડું થોડું કરીને જ કઠોળ સામેલ  કરવું જોઈએ. આમ તમારા શરીરને તેની આદત થઈ જશે. જો કઠોળને કારણે ગેસ બને છે તો તમે ખુબ વધુ પણ પીવું જોઈએ. તેનાથી તમને આરામ મળશે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment