જાણો ચાર યુગોની શરૂઆત અને અંત : એક-એક યુગના વર્ષોની સંખ્યા જાણીને ચોંકી જશો.

મિત્રો, તમે જાણતા જ હશો કે આપણે ત્યાં ચાર યુગની વાત થાય છે. આ ચાર યુગમાં ભગવાન શ્રી હરિ પોતાના અવતાર કાર્યને પૂરું કરવા માટે આ દુનિયામાં વિવિધ અવતાર ધરે છે. સમસ્ત માનવ સમુદાયમાં વ્યાપ્ત ત્રાસ, અધર્મ, દ્રેષ, હિંસાને દુર કરવા માટે ભગવાન પોતે માનવ દેહમાં અવતરિત થાય છે. લોકોને દુષ્ટોના ત્રાંસથી બચાવવા માટે વિવિધ યુગે વિવિધ અવતાર વિશે લોકો જાણે છે. કહેવાય છે કે, પહેલો યુગ એ સતયુગ હતો, અને બીજો યુગ ત્રેતાયુગ હતો, જ્યારે ત્રીજો દ્વાપરયુગ હતો અને હવે કળિયુગ ચાલી રહ્યો છે. કહેવાય છે કે, કળિયુગમાં ભગવાન કલ્કીનો અવતાર આવશે. મિત્રો દરેક યુગોનો અમુક ચોક્કસ સમય નિર્ધારિત કરેલો છે, તે અનુસાર ભગવાન વિવિધ અવતાર ધરીને લોકોનું કલ્યાણ કરે છે.

હિંદુ પુરાણો અનુસાર જ્યારે પૃથ્વી પર અધર્મ, હિંસા, ધર્મનો નાશ થવા લાગે છે, ત્યારે ભગવન શ્રી હરિ અવતાર ધરીને ધર્મની પુનઃ સ્થાપના કરે છે. આમ એક નવા યુગની શરૂઆત થાય છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ ધરતી પર કંઈ રીતે આ ચાર યુગની શરૂઆત થઈ હશે. તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

સતયુગ : હિંદુ શાસ્ત્ર અનુસાર સૌપ્રથમ યુગની શરૂઆત થઈ એ પહેલા પણ ઘણા યુગ વીતી ચુક્યા હતા. એટલે કે જ્યારે આ માનવસૃષ્ટિ ન હતી એ પહેલા પણ આ ચાર યુગનું અસ્તિત્વ હતું. કહેવાય છે કે, જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ તે સમયે સૌપ્રથમ સતયુગની શરૂઆત થઈ છે.  કહેવાય છે કે આ સતયુગની સમય મર્યાદા 4800 દિવ્ય વર્ષ માનવામાં આવે છે. 4800 વર્ષ એટલે કે 17,28,000 માનવ વર્ષ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે આ યુગમાં મનુષ્યની આયુષ્ય 1 લાખ વર્ષ જેટલી માનવામાં આવે છે. જ્યારે સતયુગમાં મનુષ્યની લંબાઈ પણ ખુબ ઉંચી હતી. એવું પણ માનવામાં આવે છે કે, આ યુગમાં પાપની માત્રા પણ 0 % જ હતી. જ્યારે આ યુગમાં પુણ્યની માત્રા 100% હતી. તેમ છતાં પણ આ યુગમાં શ્રી હરિ મત્સ્ય અવતાર, વરાહ અવતાર, કુર્મ અવતાર, અને નરસિંહ અવતારમાં અવતરિત થયા હતા. 

જો ભગવાન વિષ્ણુએ આ યુગમાં આમ ચાર અવતાર લીધા, તો એવો સવાલ જરૂર થાય છે કે, આ યુગમાં તો પાપની માત્રા તો શૂન્ય હતી તેમ છતાં પણ ભગવાનનો અવતાર કેમ થયો ? તો આ સવાલનો જવાબ એવો છે કે, જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પતિ કરી ત્યારે તે સમયે દેવો, નાગ, ગંધર્વ, યક્ષ વગેરેને ઉત્પન્ન કર્યા. તેની સાથે સાથે દાનવો પણ ઉત્પન્ન કર્યા. જેથી કરીને પૃથ્વીનું સંતુલન સ્થિર બની રહે. આ સમયે શંખાસુર, હિરનાક્શ્ય દૈત્ય, હિરણ્યકશ્ય્પ જેવા દાનવો પણ ઉત્પન્ન કર્યા. આ દૈત્યોનો નાશ કરવા માટે ભગવાન શ્રી હરિએ વિવિધ અવતાર લેવા પડ્યા. 

હવે એવો સવાલ ઉભો થાય કે, સતયુગ સમાપ્ત કેવી રીતે થયો. તો તમને જણાવી દઈએ કે, જ્યારે પૃથ્વી પર રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુએ શ્રી રામના રૂપમાં અવતાર લીધો એ સમયે જ બરાબર સતયુગની અવધી પૂરી થતી હતી. આ સિવાય હવે માનવ પણ ત્રેતાયુગ સુધી પહોંચતા પોતાનો વિકાસ ધીમે ધીમે કરી રહ્યા હતા. આમ માનવ ધીમે ધીમે પોતાના અસલી સ્વરૂપમાં આવી રહ્યો હતો. 

 

ત્રેતાયુગ : આમ ભગવન શ્રી રામના જન્મની સાથે ત્રેતાયુગની શરૂઆત થવા લાગી. આ યુગમાં ભગવાન વિષ્ણુએ વામન, અને રામના અવતાર કાર્યો કર્યા હતા. જ્યારે તેમણે ભગવાન પરશુરામના રૂપમાં અંશાવતાર પણ લીધો હતો. ત્રેતાયુગની સમય મર્યાદા 3600 દિવ્ય વર્ષ એટલે કે 12,96,000 માનવ વર્ષ માનવામાં આવે છે. આ યુગમાં માનવની આયુષ 10,000 વર્ષ હતી એવું માનવામાં આવે છે. જ્યારે આ યુગમાં માનવની લંબાઈ 100-150 ફૂટ જેટલી માનવામાં આવે છે. આ યુગમાં પાપનું પ્રમાણ 25 % હતું જ્યારે પુણ્યનું પ્રમાણ 75 % હતું. 

આ યુગમાં જ રાવણ, કુંભકર્ણ, અહિ રાવણ જેવા અત્યાચારી રાક્ષસો થયા. આ રાક્ષસોએ પોતાના બળ દ્વારા લોકોને ખુબ ત્રાસ આપ્યો. જેના કારણે જ ભગવાન વિષ્ણુએ અવતાર લેવો પડ્યો. ભગવાન રામના સમયમાં તેમણે વનવાસ કર્યો અને વનવાસમાંથી આવ્યા બાદ ઘણા વર્ષો સુધી રાજ કર્યું. પછી એક સમયે તેમણે પણ જળ સમાધિ લઈ લીધી અને આ રીતે શ્રી રામનું અવતાર કાર્ય પૂરું થયું. 

દ્વાપરયુગ : એવું માનવામાં આવે છે કે, ભગવાન શ્રી રામના ચાલ્યા ગયા તે સમયે જ ત્રેતાયુગ પૂરો થયો. ત્યાર પછી દ્વાપરયુગની શરૂઆત થઈ અને આ યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો. આ યુગની કાળ અવધી 2400 દિવ્ય વર્ષ માનવામાં આવે છે. એટલે કે 8,84,000 માનવ વર્ષ માનવામાં આવે છે. આ યુગમાં માનવોની આયુષ 1000 વર્ષ હોવાનું માનવામાં આવે છે. આ યુગમાં પાપનું પ્રમાણ 50 % હતું જ્યારે પુણ્યનું પ્રમાણ પણ 50 % જ હતું. જ્યારે દ્વાપરયુગને યુદ્ધોનો યુગ પણ કહેવામાં આવે છે. કારણ કે, આ યુગમાં ધર્મ માટે ઘણા યુદ્ધ થયા છે. સૌથી મોટું યુદ્ધ મહાભારત માનવામાં આવે છે. જ્યારે ભગવાને ધીમે ધીમે કરીને બધા જ દુષ્ટોનો નાશ કર્યો અને મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને રાજા બનાવ્યો. 

જે સમયે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો, તે સમયે ગાંધારી ત્યાં આવી અને ભગવન શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે, જે રીતે મારો વંશ સમાપ્ત થયો છે તે રીતે તારો વંશ પણ પૂરો થઈ જશે. આમ ધીમે ધીમે શાપને કારણે દ્વારિકા નગરીની સ્થિતિ ખરાબ થવા લાગી અંતે સમસ્ત યાદવકુળ સમાપ્ત થઈ ગયું. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણને પણ એક શિકારીના હાથે પગમાં બાણ લાગવાથી મૃત્યુ થઈ ગયું. શ્રી કૃષ્ણના મૃત્યુના સમાચાર સાંભળી પાંડવો પણ પોતાનું રાજ્ય પરીક્ષિતને સોંપી હિમાલય તરફ પાંચેય ભાઈ દ્રૌપદી સહીત ચાલ્યા ગયા. બસ આમ દ્વાપરયુગ પૂરો થવા આવ્યો. 

કળિયુગ : આમ પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણના ચાલ્યા જવાની સાથે જ કળિયુગનો પ્રારંભ થવા લાગ્યો હતો અને આજે આપણે બધા કળિયુગમાં જ જીવી રહ્યા છીએ. કળીયુગમાં પાપનું પ્રમાણ 75 % છે અને પુણ્યનું પ્રમાણ 25 % જ છે. જ્યારે અમે તમને જણાવી દઈએ કે, હજુ તો કળિયુગનું પ્રથમ ચરણ જ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, કળિયુગનો પ્રારંભ 3102 ઈ.સ. પૂર્વ થયો હતો. એટલે કે હજુ તો કળિયુગે પોતાના માત્ર 5120 વર્ષ જ પુરા કર્યા છે. જ્યારે તેના 4,26,880 વર્ષ તો બાકી છે. 

પરંતુ કળિયુગનો અંત કેવો હશે તેનું વર્ણન પહેલેથી જ બ્રહ્મ પુરાણમાં કરવામાં આવ્યું છે. બ્રહ્મપુરાણ અનુસાર કળીયુગમાં માણસની આયુષ માત્ર 12 વર્ષ જ રહી જશે. કળિયુગમાં જેમ જેમ માણસની આયુષ વધતી જશે તેમ તેમ નદીના પાણી સુકાતા જશે, લોકોમાં દ્રેષની ભાવના પ્રબળ હશે, ધન મેળવવા માટે માનવ કોઈ પણની હત્યા કરતા અચકાશે નહિ, માણસ બધા પ્રકારનું ધાર્મિક કાર્ય કરવાનું બંધ કરી દેશે, ગાય દૂધ દેવાનું બંધ કરી દેશે, માનવતા નષ્ટ થઈ જશે, સ્ત્રીઓ સુરક્ષિત નહિ રહે, તેનું પોતાના ઘરમાં જ શોષણ થશે, બધા જ સંબંધો નષ્ટ થઈ જશે, જ્યારે આતંક પોતાની ચરણ સીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે. ત્યાર પછી ફરીથી એક વખત સતયુગનો પ્રારંભ થશે. 

યુગ પરિવર્તનનું આ 22 મું ચક્ર ચાલી રહ્યું છે અને 22 મું ચક્ર પૂરું થયા પછી તે પોતાનું 23 મું ચક્ર શરૂ થશે. આમ આ ચાર યુગની રચના આપણા પુરાણોમાં કરવામાં આવી છે.  વધુ જાણકારી માટે નીચે વિડીયોની લિંક પણ આપી છે.

Leave a Comment