ભારતીય સમાજની પાંચ પવિત્ર સ્ત્રીઓ, સુંદરતાની સાથે હતી ગુણવાન પણ.

ભારતીય હિંદુ સમાજમાં સ્ત્રીઓને સૌથી ઉંચુ સ્થાન આપવામાં આવે છે. પરંતુ તેમ છંતા વર્ષોથી જ્યારે તેમની પવિત્રતા પર વાત આવે છે ત્યારે અનેક સવાલ ઉઠાવવામાં આવે જ છે. નાની-નાની વાતોને લઈને તેમના પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. સીતામાતાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. ફક્ત સીતામાતા જ નહિ, પરંતુ તેવી અન્ય મહિલા વિશે આપણે જાણીએ જે પવિત્રતા અને પ્રમાણિકતાનું  શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. તો આજે આ લેખમાં અમે તમને એવી પાંચ પવિત્ર સ્ત્રીઓ વિશે જણાવશું. 

સીતામાતા : ભગવાન શ્રી રામને જ્યારે વનવાસ મળ્યો હતો ત્યારે માતા સીતા પણ મહેલોનું સુખ, ધન અને વૈભવ છોડીને પતિની સાથે 14 વર્ષ સુધી વનવાસમાં ગયા હતા. જ્યારે તેમને રાવણ જબદસ્તી ઉઠાવીને લઈ ગયો ત્યારે તેમણે 1 વર્ષ લંકામાં પતિના વિયોગમાં પસાર કર્યું હતું. પરંતુ પોતાની પવિત્રતાને તેમણે ભંગ થવા દીધી ન હતી. એટલું જ નહિ ભગવાન શ્રી રામ રાવણનું યુદ્ધ થયું ત્યાર બાદ પણ તેમણે પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપી હતી. જો કે ધોબીના લગાવેલા આરોપના કારણે થોડા સમય બાદ ફરી સીતામાતાને વનવાસ જવું પડ્યું હતું. આજે પણ સીતા માતાને સૌથી પવિત્ર સ્ત્રી માનવામાં આવે છે અને તે એક પૂજનીય અને પતિવ્રતા પત્ની હતા. 

દ્રૌપદી : પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી પણ પવિત્ર સ્ત્રીઓમાંથી એક છે. દ્રૌપદી એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી. તેણે પોતાના જીવનકાળમાં દરેક પરિસ્થિતીમાં પતિઓનો સાથ આપ્યો હતો. તેણે ક્યારેય કોઈ પતિ સાથે રહેવાની હઠ કરી ન હતી. દ્રૌપદીને પાપ અને અધર્મનો વિનાશ કરનારી સ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. 

દેવી અહલ્યા : માતા અહલ્યા ઋષિ ગૌતમની પત્ની અને ખુબ જ સુંદર સ્ત્રી હતી. એક દિવસ જ્યારે ઋષિ ગૌતમ ન્હાવા ગયા ત્યારે ભગવાન ઈન્દ્રએ ઋષિ ગૌતમનું સ્વરૂપ લઈને માતા અહલ્યા સાથે સમય વિતાવવા માટે આવ્યા હતા. ત્યાર બાદ જ્યારે ઋષિ ગૌતમ ઘરે પાછા ફર્યા અને માતા અહલ્યા અને ઇન્દ્રદેવને સાથે જોઇને ખુબ જ ગુસ્સે થયા. તેણે અહલ્યા દેવીને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. જો કે, વાસ્તવિકતામાં દેવી અહલ્યા પવિત્ર અને પ્રામાણિક હતા. તેમ છતાં પતિએ આપેલા શ્રાપને અહલ્યાએ સ્વીકારી લીધો. જ્યારે પતિનો ક્રોધ ઓછો થયો ત્યારે ઋષિ ગૌતમએ કહ્યું કે, જ્યારે શ્રી રામ દેવીના પગને સ્પર્શે છે, ત્યારે તે શ્રાપ મુક્ત થશે. ભગવાન શ્રી રામે પગને સ્પર્શ કર્યો પછી દેવી શ્રાપ મુક્ત થયા. તે દિવસથી તેઓને પવિત્ર સ્ત્રી માનવામાં આવે છે.

દેવી તારા : સુગ્રીવના ભાઈ વાલીની પત્ની દેવી તારાનો જન્મ સમુદ્ર મંથનમાં થયો હતો. ભગવાન વિષ્ણુએ પોતે વાલીને દેવી તારાનો હાથ આપ્યો હતો. દેવી તારા અત્યંત હોશિયાર હતી અને તમામ પ્રકારની ભાષાઓ જાણતી હતી. એક વાર બંને ભાઈઓ અસુરો સાથે યુદ્ધ માટે રવાના થયા, પરંતુ કેટલાક કારણોસર સુગ્રીવ બાલીને મૃત માની લીધો હતો, અને પછી દેવી તારા સહિત સુગ્રીવએ રાજ-પાઠ સંભાળી લીધો હતો. જો કે, જ્યારે વાલી પાછો આવ્યો, ત્યારે તેણે સુગ્રીવ પાસેથી બધું પાછું લઈ લીધું અને દેશદ્રોહી તરીકે તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. દેવી તારાએ બાલીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેણે તેને છોડી દીધી. તેમ છંતા દેવી તારાને સૌથી પવિત્ર મહિલામાંથી એક માનવા આવે છે.

મંદોદરી : રાવની પત્ની મંદોદરી ખુબ જ સુંદર સ્ત્રી હતી. તે રાવણને હંમેશા સાચા – ખોટા વચ્ચેનો ભેદ સમજાવતી હતી. પરંતુ રાવણ ક્યારેય તેની વાત માનતો ન હતો. તે પોતાના શાંતમય ગુણોના કારણે તેને કુંવારી અને પવિત્ર સ્ત્રી માનવામાં આવે છે.

Leave a Comment