વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસમાં આટલી વસ્તુનું રાખો ધ્યાન, અટકતા વિકાસનો ગ્રોથ થશે.

મિત્રો આપણું ઘર કે ઓફિસ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોય તો ખુબ જ શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, તેનાથી માનસિક અને આર્થિક બંને લાભો મળે છે. માટે આજકાલ આપણે જોઈએ છીએ કે વાસ્તુશાસ્ત્રમાં લોકો ખુબ જ વિશ્વાસ ધરાવે છે. કેમ કે તેનાથી લાભ થાય છે. તો ઘણી વાર આપણા ઘરમાં કોઈ વસ્તુ પણ વાસ્તુદોષ અનુસાર ભૂલથી મુકવામાં આવી હોય તો એ આપણી માટે મુશ્કેલી ઉભી કરે છે. 

તો મિત્રો ઘર હોય કે ઓફિસ, જો બંને જગ્યાઓ પર વસ્તુદોષ હોય તો નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. તેના કારણે કામમાં મન ન લાગવાની પણ સમસ્યા ઉભી થાય છે, સાથે જ તણાવ પણ રહે. તો આજે અમે આ લેખમાં ઓફિસમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય તેના માટે અમુક સરળ વાસ્તુ ટીપ્સ જણાવશું, કદાચ તમે પણ એ સમસ્યાથી પરેશાન હો, તો આ ટીપ્સ અપનાવવાથી વાસ્તુદોષ ઓછો કરી શકાય. તો ચાલો જાણીએ એ ટીપ્સ વિશે. 

દરવાજાની સામે શુભ ચિન્હ લગાવો : સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે કોઈ પણ ઓફિસની અંદર દરવાજાની બરોબર સામે ટેબલ ન રાખવું. જો બરોબર દરવાજાની સામે ટેબલ રાખવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે. દરવાજાની સામે પણ કોઈ કર્મચારીને બેસવાની જગ્યા પણ ન હોવી જોઈએ. પરંતુ શુભ ફળ માટે દરવાજાની સામે કોઈ શુભ ચિન્હ અથવા ગણેશજીનો ફોટો લગાવવો જોઈએ. 

ઓફિસ મયે હળવા રંગો શુભ હોય છે : બને ત્યાં સુધી તમે જે જગ્યા પર કામ કરો છો, ત્યાં ઘાટા રંગો ન લગાવવા જોઈએ. કેમ કે ઘાટા રંગો પ્રકાશ ઓછો કરે છે. એટલા માટે મોટાભાગે ઓફિસની અંદર સફેદ, ક્રીમ અથવા પીળા રંગનો ઉપયોગ ઓફિસમાં કરવો જોઈએ. આ રંગો ઓફિસ માટે શુભ માનવામાં આવે છે. તેમજ તમારી ઓફિસમાં પાણીની વ્યવસ્થા ઈશાન ખૂણામાં કરવી જોઈએ. ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ. તેમજ આગ એટલે કે ગેસ અથવા સિલિન્ડર જેવી વસ્તુ ઓફિસમાં ન રાખવી જોઈએ. 

વધારાના સામાનથી બચવું જોઈએ : કાર્ય સ્થળ પર હંમેશા કુબેરની મૂર્તિ રાખવી જોઈએ. પરંતુ તેને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કેએ દિશામ કુબેરનો વાસ હોય છે. તેમજ ઓફિસમાં બેસતા સમયે તમારી પીઠ દરવાજા તરફ ન હોય એ પણ ખાસ ધ્યાન રાખવું. કાર્ય સ્થળ પર બેકારનો સામાન ન રાખવો. કેમ કે તેનાથી આપણી અંદર નકારાત્મકતા આવે છે અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 

Leave a Comment