દુબળા, પાતળા અને કમજોર લોકો માટે વરદાન સમાન છે આ 2 વસ્તુ, લોહીની ઉણપ દુર કરી શરીરને કરી દેશે તાકાતવર…

મિત્રો તમે પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે ઘણી હેલ્દી વસ્તુઓનું સેવન કરતા હો છો. આજે અમે તમને આ લેખમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ચણા અને ખજૂરનું એકસાથે સેવન કરવાથી કેટલા ફાયદાઓ મળે છે. તેના વિશે વાત કરીશું. સ્વસ્થ રહેવા માટે હેલ્દી ડાયટ લેવી ખુબ જ જરૂરી છે. ફળ, શાકભાજી, બીન્સ અને દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ આ સિવાય પણ એવા ખાદ્ય પદાર્થ છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તેમાં ચણા અને ખજૂર એટલે કે સુકા ખજૂર એટલે કે ખારેક ને પણ સામેલ કરી શકો. ચણા અને ખારેક બંને હેલ્થ માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. આ બંનેમાં રહેલ પોષક તત્વ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે. 

ચણા અને ખજૂર રહેલ પોષક તત્વ:- ચણામાં હેલ્દી ફેટ, સોડીયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ રહેલ છે. આ સિવાય ચણામાં ફાઈબર, પ્રોટીન, વિટામીન સી, કેલ્શિયમ, આયરન, વિટામીન બી6 અને મેગ્નેશિયમ પણ હોય છે. ખજૂર પણ પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. ખજૂરમાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, અને પ્રોટીન હોય છે. આ સિવાય ખજૂર મેગ્નેશિયમ, આયરન અને વિટામીન બી6 નો પણ સારો એવો સ્ત્રોત છે.

ચણા અને ખજૂર ખાવાના ફાયદાઓ:- ચણા અને ખજૂર બંને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે આ બંને એકસાથે લો છો તો તેનાથી સ્વાસ્થ્યને વધુ લાભ મળી શકે છે. ચણા અને ખારેક ખાવાથી શરીરની ઈમ્યુંનીટી વધે છે. સાથે જ એનીમિયાથી પણ બચાવ થાય છે. ચાલો તો જાણી લઈએ ચણા અને ખજૂરના ફાયદાઓ વિશે.

1) એનીમિયાથી બચાવે છે:- ચણા અને ખજૂરને એકસાથે ખાવાથી એનીમિયા થી બચી શકાય છે. અકસર મહિલાઓને ડીલીવરી પછી એનીમિયા ની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં તમે ચણા અને ખજૂર એકસાથે લઇ શકો છો. ખારેકમાં આયરન વધુ હોય છે આથી તેનાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે અને એનીમિયાથી બચાવ થઇ શકે છે. 2) ઈમ્યુનીટી વધારે છે:- ચણા અને ખજૂર પ્રોટીન સહીત ઘણા પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. જો દરરોજ આ બંને ને એકસાથે ખાવામાં આવે છે તો તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જયારે શરીરની ઈમ્યુનીટી તેજ થાય છે, તો તમે જલ્દી બીમાર નથી પડતા અને હંમેશા સ્વસ્થ રહો છો. ઈમ્યુંનીતી 

3) શારીરિક શક્તિ વધારે છે:- ચણા અને ખજૂરને એકસાથે ખાવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. આ બંનેમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મળે છે. તેનાથી શરીરને પ્રયાપ્ત માત્રામાં ઉર્જા મળે છે. જેનાથી શરીરને વધારે શક્તિ મળે છે. 4) વજન વધારવામાં મદદ મળે છે:- જો તમે દુબળા પાતળા છો અથવા કમજોર છો તો ચણા અને ખજૂરનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે. ચણા અને ખજૂરમાં રહેલ પોષક  તત્વ તમારું વજન વધારવામાં મદદ કરી શકે છે. ચણામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમને ઉર્જાવાન બનાવે છે. નિયમિત રૂપે ચણા અને ખજૂરનું સેવન કરવાથી બીએમઆઈ વધી શકે છે. 

ચણા અને ખજૂર ખાવાની યોગ્ય રીત:- ચણા અને ખજૂરને એકસાથે ખાઈ શકાય છે. આ માટે તમે એક મુઠ્ઠી માં રોસ્ટેડ ચણા લો. હવે તેને ખજૂરની સાથે ખાવ. તેનાથી તમને ઉપર આપેલ જણાવેલ બધા જ લાભો મળે છે. 

તમે પણ  વજન વધારવા માંગતા હો, શારીરિક શક્તિ વધારવા, એનીમિયાથી બચાવા, ઈમ્યુંનીટી વધારવા, માટે ચણા અને ખજૂરનું સેવન એકસાથે કરી શકો છો. પણ જો તમને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને હૃદયને લગતી બીમારી છે તો એક્સપર્ટ ની સલાહ અનુસાર તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment