વરસાદ આવતાની સાથે જ ઉભરાતા ઉડતા મકોડા ક્યાંથી અને કેમ આવે છે, જાણો સંપૂર્ણ માહિતી… 99% લોકો અજાણ છે આજ સુધી…

મિત્રો હાલ ચોમાસા બરાબર જામ્યું છે. દેશના લગભગ મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ સમયે સખત ગરમીથી ત્રાહિમામ થયેલા લોકો જયારે વરસાદનું આગમન થાય છે ત્યારે એક શાંતિનો અનુભવ કરે છે. પણ આ ચોમાસું ઠંડક કરવાની સાથે કેટલાક જીવ જંતુઓને પણ લાવે છે. આ ચોમાસાની ઋતુ એ કીડીઓ માટે ખાસ મહત્વની હોય છે. આ  કીડીઓ પ્રજજન સમયે બહાર આવે છે.

તમે જોયું હશે કે ચોમાસામાં કીડીઓને પાંખ આવે છે. અને તેઓ એક ટોળામાં ફરવા લાગે છે. પણ આ કીડીઓને ચોમાસામાં જ કેમ પાંખ આવે છે. તેનું કારણ શું છે તેના વિશે આપણે આ લેખમાં જાણીશું. 

ચોમાસામાં કીડીઓને કેમ પાંખ આવે છે?:- ચોમાસામાં આપણે જયારે આકાશમાં જોઈએ છીએ તો આપણને નાની નાની જીવાતો ઉડતી દેખાતી હોય છે. ક્યારેક નીચે જમીન પર કીડીઓ પણ દેખાય છે જેને પાંખ હોય છે. શું કારણ છે કે ચોમાસામાં કીડીઓને પાંખ નીકળે છે. શા માટે ચોમાસામાં કીડીઓને પાંખ આવે છે. તેનો જવાબ ચોકાવે તેવો છે. પણ એ એટલો ખતરનાક પણ નથી જેટલું તમે વિચારો છો. કીડીઓમાં ઘણી એવી પ્રજાતિઓ હોય છે જેના પંખ વસંત અથવા ગરમીની શરૂઆતમાં દેખાય છે.કીડીઓની ઘણી એવી પ્રજાતિઓ હોય છે જે પ્રજનન સમયે બહાર નીકળવા લાગે છે. આ પાંખને કીડીઓની સહકર્મી માનવામાં આવે છે. પ્રજનન ની મહત્વપૂર્ણ અવધી દરમિયાન કીડીઓને સુરક્ષા અને ભોજનની જરૂરત હોય છે. પાંખ વાળી કીડીઓમાં મોટેભાગે નર અને યુવા રાણીઓ જ હોય છે. પાંખ વાળી આ કીડીઓ પોતાનું રહેઠાણ શોધવા માટે ઉડાન ભરે છે. ચોમાસમાં પાંખ વાળી કીડીઓ ખેડૂતો માટે કોઈ ખતરા પેદા નથી કરતી. 

કીડીઓ વર્ષમાં એક વખત વસંત કે ઉનાળામાં પ્રજનન કરે છે. આ સમયે કીડીઓની પાંખ નીકળી આવે છે. તે પાંખ દ્વારા ઉડીને પોતાનો માળો શોધે છે. એક વખત પ્રજનન સ્થળ મળી ગયાં પછી આ પાંખ કીડીઓ માટે કોઈ કામના નથી રહેતા. એવામાં તે આ પાંખને ભોજનના રૂપમાં ખાઈને પોતાની ભૂખ દુર કરે છે. આ પાંખ વાળી કીડીઓ એક ઝુંડમાં ઉડે છે. સંખ્યા વધુ હોવાથી તેને સુરક્ષા મળે છે. અને શિકારીઓને દુર રાખવામાં પણ મદદ મળે છે. આમ પાંખ વાળી કીડીઓને તમે ઘણી વખત જોઈ હશે પણ શું તમે ક્યારેય એવું ધ્યાન કર્યું છે કે આ પાંખ વાળી કીડીઓ ચોમાસામાં જ કેમ દેખાય છે. સામાન્ય રૂપે નર કીડીઓ અને માદા કીડીઓ ચોમાસાની ઋતુમાં પેદા થાય છે. એક માદા કીડીની સાથે ઘણા નર કીડીઓ હોય છે. તેમાંથી એક અથવા વધુ નર માસ કીડીને ઈંડા દેવામાં સક્ષમ બનાવે છે. આ ઉડાન ને કીડીઓની વેવાહિક ઉડાન કહેવામાં આવે છે. 

સામાન્ય રૂપે આ ઉડાન પછી નર કીડીઓનું જીવન સમાપ્ત થઇ જાય છે અને તે મરી જાય છે. માસ કીડીઓ એક દરમાં અથવા કોઈ પત્થરની નીચે સંતાઈ જાય છે અને ઈંડા આપવા લાગે છે. જો કે હવે ઉડવાની કોઈ જરૂરત નથી હોતી અને તેના પંખ નષ્ટ થઇ જાય છે અને આ પાંખને પોતાનું ભોજન બનાવી લે છે. આ જ કારણ છે કે આપણને ચોમાસમાં પાંખ વાળી કીડીઓ વધુ જોવા મળે છે.આમ આ પાંખ વાળી કીડીઓ ચોમાસામાં પોતાનું પ્રજનન કામ કરે છે અને ઈંડા આપીને સંતાઈ રહે છે. આમ નર કીડીઓ અને માદા કીડીઓ પોતાનું કર્મ કરીને પોતાની પ્રજાતિને આગળ વધારે છે. પાંખ વાળી કીડીઓ લોકોને કોઈ નુકશાન નથી કરતી. તેમજ તે અનાજ કે પાકને પણ નુકશાન નથી કરતી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment