વગર દવાએ ડાયાબિટીસ રહેશે કંટ્રોલ, ખાવા લાગો આ ચમત્કારિક વસ્તુ, કોલેસ્ટ્રોલ, હૃદય અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ રહેશે દુર….

ફળો આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. દરેક ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે અને દરેક ફળોને પોતાના આગવા ગુણ હોય છે. તેવું જ એક ફળ એલ્ડરબેરી છે જે અસંખ્ય પોષક તત્વોથી ભરપૂર છે. આમાં મુખ્ય રૂપે ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ હાજર હોય છે અને ફેટની માત્રા ઘણી ઓછી હોય છે.

અન્ય બેરીની જેમ એલ્ડરબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ, ખનિજ અને વિટામીન ભરપૂર રૂપે હોય છે. તેના સિવાય આમાં અનેક પોષક તત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ વગેરે સારી માત્રામાં હોય છે. એવામાં તમે આના સેવનથી શરીરની અનેક સમસ્યાઓ જેવી કે ગળાની ખરાશ, ઝાડા, શરદી, કફ વગેરેની સમસ્યાને દૂર કરી શકો છો. એલ્ડરબેરીના સેવનથી ફલૂ, કોલેસ્ટ્રોલ, કેન્સર ના જોખમને ઘટાડી શકાય છે. તેના સિવાય તેના  અન્ય લાભ વિશે જાણવા પૂરો લેખ વાંચો.1) ફલૂ થી બચાવે:- એલ્ડરબેરીના સેવનથી વાયરલ ફલૂથી બચાવ કરી શકાય છે. એક શોધ પ્રમાણે એલ્ડરબેરી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ શરીરની બીમારીઓથી લડવાની ક્ષમતા વધારે છે. એવામાં એલ્ડરબેરીના સેવનથી ફ્લૂના લક્ષણોને દૂર કરી શકાય છે.

2) કોલેસ્ટ્રોલને કરે સંતુલિત:- એલ્ડરબેરીમાં સ્ટેરોલ્સ હાજર હોય છે. આ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલના અવશોષણને રોકવામાં મદદરૂપ થાય છે. શોધ પ્રમાણે જો તમે દરરોજ બે ગ્રામ સ્ટેરોલ્સ યુક્ત આહાર કરો છો તો તેનાથી શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકાય છે.3) કેન્સરથી કરે બચાવે:- એલ્ડર બેરી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. શોધ પ્રમાણે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર આહારનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સથી બચાવ કરી શકાય છે. ફ્રી રેડિકલ્સ કોશિકાઓને નુકસાન પહોંચાડી શકે છે જે કેન્સરનું કારણ બને છે. એવામાં એલ્ડરબેરીનું સેવન કરવાથી કેન્સરના જોખમને દૂર કરી શકાય છે.

4) હૃદયને રાખે સ્વસ્થ:- એલ્ડર બેરીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. જો તમે નિયમિત રૂપે એલ્ડરબેરીનું સેવન કરો છો તો તેમાં હાજર ફ્લેવોનોઈડ્સ હૃદયથી જોડાયેલી બીમારીઓના જોખમને દૂર કરે છે.5) ડાયાબિટીસને નિયંત્રિત કરે:- એલ્ડર બેરીમાં પોલિફેનોલ્સ હોય છે. જે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. એલ્ડર બેરીમાં હાજર પોલિફેનોલ્સ ટાઇપ-2 ડાયાબિટીસ ના જોખમોને દૂર કરવામાં સહાયક બને છે.

એલ્ડર બેરીનું કેવી રીતે કરવું સેવન? એલ્ડર બેરીનું સેવન સિરપના રૂપમાં કરી શકાય છે તેના માટે લગભગ 100 ગ્રામ એલ્ડરબેરી લો તેમાં એક ગ્લાસ પાણી અને કાચું મધ મિક્સ કરીને ઉકાળી લો. હવે આ સીરપ ને એક જારમાં બંધ કરીને સ્ટોર કરી લો. જરૂરત પડે ત્યારે કેક, પેન કેક જેવી વસ્તુઓમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકાય છે. એલ્ડરબેરીનું સેવન સલાડ રૂપે કરી શકાય છે. તેના સિવાય એલ્ડરબેરીને ડાર્ક ચોકલેટ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. એલ્ડરબેરીના સેવનથી શરીરને અનેક ફાયદા થઈ શકે છે પરંતુ જો તમને કોઈ ગંભીર સમસ્યા હોય તો એક્સપર્ટની સલાહ લઈને જ આનુ સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment