જમ્મુ-કશ્મીરમાં જમીન ખરીદવી થઈ ગઈ આસાન ! મોદી સરકાર લાવી નવો નિયમ.

જો જમ્મુ-કશ્મીર અથવા લદ્દાખમાં ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક સારી ખબર આવી છે. કેન્દ્ર સરકારે નવા નિયમ નોટીફાઈ કરી દીધા છે, એ હેઠળ બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેવા માટે ઘર અથવા જમીન ખરીદવા માટે કાયમી રજીસ્ટ્રેશન હોવું જરૂરી નહિ હોય. એટલે કે હવે ત્યાં કોઈ પણ લોકો જમીન કે મકાન ખરીદી શકશો. તેના માટે તમારી નાગરિકતા ભારતીય હોવી જરૂરી છે. 

હવે કોઈ પણ ખરીદી શકશે જમીન ; કેન્દ્ર સરકારે બંને જગ્યાઓ પર જમીન સાથે જોડાયેલા નવા કાનુન નોટીફાઈ કરી દીધા છે. તેમાં ખાસ કંડીશનને ખતમ કરી દેવામાં આવી છે, જે ત્યારે લાગુ પડે છે જ્યારે આ પ્રદેશમાં આર્ટિકલ 370 લાગુ હતી. અત્યારે હવે ત્યાં કોઈ પણ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં કોઈ પણ ડોમિસાઈલ અથવા પરમિટ વગર જમીન ખરીદી શકશે. 

નવા જમ્મુ-કશ્મીર ડેવલપમેન્ટ એક્ટના નોટિફિકેશનમાં રાજ્યના સ્થાઈ નિવાસી થવાની શર્તને ખતમ કરી દીધી છે. હવે કોઈ પણ ત્યાં જઈને જમીન ખરીદી શકશે. પરંતુ કૃષિ યોગ્ય જમીન ખરીદવા માટે સાબિત કરવું પડશે કે ખરીદનાર ખેડૂત છે. તે સિવાય સરકારે કોઈ પણ લોકલ એરિયાને સ્ટ્રેટજિક એરિયો ઘોષિત કરવા પર પણ સંમત થઈ ગયા છે. તેના માટે આર્મીના કોઈ કોર્પ કમાન્ડર લેવલના અધિકારીને લેખિતમાં રિક્વેસ્ટ આપવી પડશે. તે કામ સરકાર કોઈ ખાસ વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન અથવા ટ્રેનિંગ એકસરસાઈઝને ધ્યાનમાં રાખીને કરી શકે છે.

ખતમ કરી દીધા ઘણા જુના કાનુન ; કેન્દ્ર સરકારે માત્ર નવા નિયમો જ નોટીફાઈ નથી કર્યા, પરંતુ ઘણા જુના કાનૂની નિયમોને પણ ખતમ કરી દીધા છે. મિસાલ રૂપે, જમ્મુ-કશ્મીર એલિનેશન ઓફ લેન્ડ એક્ટ, 1959, જમ્મુ કશ્મીર બીગ લેન્ડ એસ્ટેટ એક્ટ, જમ્મુ-કશ્મીર કોમન લેન્ડ્સ રેગ્યુલેશન એક્ટ, 1956 અને જમ્મુ-કશ્મીર કન્સોલિડેશન ઓફ હોડિંગ એક્ટ 1962 ને ખતમ કરી દીધા છે. 

સરકારે નવા નિયમો હેઠળ હેલ્થ અને એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે કોઈ માણસ અથવા સંસ્થાના નામ પર જમીન ટ્રાન્સફર કરવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તેના દ્વારા સરકાર હેલ્થ કેર, સિનીયર સેકેન્ડરી, હાયર અને સ્પેશલાઈઝ્ડ એજ્યુકેશન માટે રાજ્યમાં જમીન આપવાની વાત કરી રહી છે. 

Leave a Comment