લોન લીધી હોય તો સરકાર વ્યાજમાં આપી રહી છે માફી ! કોને અને ક્યારે મળશે વ્યાજમાં છૂટ….

લોન મોરેટોરિયમને લઈને નાણાં મંત્રાલય દ્વારા વ્યાજ પર રાહત આપવાનું કેલક્યુલેશન જાહેર કરવામાં આવ્યું હતું. મંત્રાલયએ જણાવ્યું કે, ચક્રવૃદ્ધિ અને સાધારણ વ્યાજની વચ્ચે અંતર માટે રકમ ભરવામાં રાહત યોજના (Ex-gratia relief scheme) હેઠળ 29 ફેબ્રુઆરીના રોજ ઋણના સંદર્ભ રકમ માનવામાં આવશે. આ અંતરની ગણના આ રાશિના આધાર પર કરવામાં આવશે. નાણાં મંત્રાલયએ બુધવારના રોજ આ વિશે એફએક્યૂ(FAQ) જાહેર કરીને તેના વિશે જાણકારી આપી હતી. 

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દરેક લેણદાતા સંસ્થાઓને મંગળવારના રોજ કહ્યું હતું કે, તેઓએ બે કરોડ સુધી લીધેલ દરેક લોન માટે હાલમાં જ વ્યાજ પરના વ્યાજને માફ કરવાની જાહેરાત કરી છે, તેથી આ યોજનાને લાગુ કરો. આ યોજના હેઠળ બે કરોડ રૂપિયા સુધીના વ્યાજ ઉપર લાગેલા વ્યાજ એક માર્ચ 2020 થી છ મહિના માટે માફ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ NBFC સહિત દરેક લેણદાર સંસ્થાઓને મંગળવારએ કહ્યું કે, તે 6 મહિનામાં લોન મોરેટોરિયમ પીરિયડ દ્વારા 2 કરોડ રૂપિયા સુધી લોન હાલમાં જ જાહેરાત કરેલા વ્યાજ પર વ્યાજની માફી યોજનાનો 5 નવેમ્બર સુધી લાગુ કરો. 

સરકારે છેલ્લા શુક્રવારના રોજ પાત્ર ઋણ ખાતાઓ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના અંતર માટે પૈસા ભરવાને લઈને છ મહિનાનો સમય આપવાની જાહેરાત કરી છે. સરકાર બધી બેંકોને પાંચ નવેમ્બર સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા સાધારણ વ્યાજની વચ્ચેના અંતરને લેણદારોના ખાતામાં જમા કરવા માટે કહ્યું છે. આ રાહતથી સરકારી ખાતામાં 6500 કરોડ રૂપિયાનો ભાર પડવાની શક્યતા છે.

વ્યાજ પરના વ્યાજ માફી યોજના પર નાણાં મંત્રાલય દ્વારા જાહેર FAQ માં કહેવામાં આવ્યું કે, આ હેઠળ MSME લોન, શિક્ષા, હોમલોન, ક્રેડિટ કાર્ડ, વાહન લોન, પ્રોફશનલ્સને વ્યક્તિગત લોન અને વપરાશ લોન પર પણ રાહત આપવામાં આવશે. આ યોજનાનો લાભ બે કરોડથી ઓછી લોન લેનારા લેણદારને જ મળશે. તેમાં દરેક લોન સંસ્થાઓ પાસેથી લીધેલી લોનને શામિલ કરવામાં આવ્યું છે. આ રીતે લોન ખાતા 29 ફેબ્રુઆરી 2020 તારીખ સુધી લોનદાતા સંસ્થાઓના વહીવટી ખાતાઓમાં સ્ટેન્ડર્ડ હોવા જોઈએ. એટલે કે વ્યાજની રકમ ભરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી સુધી જ છે. એટલે કે વ્યાજ સંબંધિત NPA નહીં હોય.

નાણાં મંત્રાલયએ કહ્યું કે, જે રિફંડ માટે એક માર્ચથી 21 ઓગષ્ટ 2020 સુધી છ મહિના અથવા 184 દિવસનો સમયગાળો ગણવામાં આવશે. અનુગ્રહ રકમ દરેક પાત્ર લોન લેનારના ખાતામાં સ્થાનાંતરિત કરવામાં આવશે. રિઝર્વ બેંક દ્વારા 27 માર્ચ 2020 ના રોજ જાહેર લોન મોરેટોરિયમનો આંશિક લાભ અથવા પૂર્ણ લાભ આપનારી દરેક લેણદારોની સાથે સાથે વ્યાજ માફી યોજનાનો લાભ એવા ગ્રાહકોને મળશે, જેણે ક્યારેય લોન મોરેટોરિયનો ફાયદો લીધો નથી. આ ઉપરાંત લાભ લેવા માટે આવેદન કરવાની જરૂર નથી. યોજના હેઠળ લોન આપનારી સંસ્થાઓ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચે અંતર પાત્ર લોન લેનારાના ખાતામાં રકમ જમા કરશે.

Leave a Comment