શા માટે દાનવો નથી કરતા ભગવાન વિષ્ણુની તપસ્યા, જાણો તેનું સાચું રહસ્ય.

દેવતા અને દાનવ બંને ભગવાનની આરાધના કરતા હતા. પરંતુ આજ સુધીમાં લગભગ મોટાભાગના દાનવો ભગવાન શિવ અને બ્રહ્માજીનું જ તપ કરતા હતા. તેઓ ભગવાન વિષ્ણુની આરાધના ખુબ જ ઓછી કરતા હતા. તો હવે પ્રશ્ન એવો ઉભો થાય કે આવું શા માટે ? તો તમને જણાવી દઈએ કે, મોટાભાગે દાનવો એટલે કે રાક્ષસ ભગવાન શિવજી અને બ્રહ્માનું તપ કરીને તેની પાસેથી જ વરદાન મેળવતા હતા. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શા માટે દાનવો ભગવાન વિષ્ણુનું તપ ન કરતા. માટે આ લેખને જાણવા માટે અંત સુધી અવશ્ય વાંચો. 

મિત્રો આ સૃષ્ટિમાં ત્રણ ગુણો પ્રમુખ છે, સત્વ, રજસ્વ અને તમો. તેમાં બ્રહ્મા રજોગુણ છે, વિષ્ણુ સતોગુણ છે અને ભગવાન શિવજી તમોગુણ છે. તો મુખ્યત્વે અસરો તમોગુણના વશમાં હોય છે. જે દાનવો થોડી સારી પ્રકૃતિના હોય છે તેમાં રજોગુણ હોય છે. પરંતુ સત્વગુણ કોઈ દનાવમાં જોવા મળવું દુર્લભ છે. આ કારણે દાનવો ભગવાન શિવજી અને બ્રહ્માને પ્રાથમિકતા આપતા હતા. 

તેમજ આપણે જાણીએ છે કે, ભોલાનાથ નામના જ ભોળા શબ્દ છે. બધું જ જાણવા છતાં પણ તેનો સ્વભાવ ભોળો હોય છે. તેમજ તેને આશુતોષ પણ કહેવામાં આવ્યા છે, એટલે કે ખુબ જ જલ્દી પ્રસન્ન થનાર. તેને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાનની જરૂર નથી, તેને જો સાચા મનથી જળ અર્પણ કરવામાં આવે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીની બીજી મોટી વાત એ છે કે, દેવો અને દાનવો બંને તેની પૂજા કરે છે. તેનો ત્રણેય લોકોમાં તિરસ્કાર કરવામાં આવ્યો હોય તેને મહાદેવ પોતાની પાસે સ્થાન આપે છે. ભગવાન શિવજી ક્યારેય પણ પક્ષપાત નથી કરતા, એટલા માટે તેઓ અસુરોના પણ એટલા જ પ્રિય દેવતા છે. તેઓ ભૌતિક અને અલૌકિક બંને સંપદાઓના સ્વામી છે અને બંને પ્રકારના ઈચ્છિત ફળ પ્રદાન કરે છે. અસુરો હંમેશા ભૌતિક વસ્તુઓના જ વરદાન માંગતા હોય છે. માટે તેને ભગવાન શિવજી  ખુબ જ સારું ફળ આપે છે. 

બ્રહ્માજીને પરમપિતા માનવામાં આવે છે. આખી સૃષ્ટિ તેમણે જ ઉત્પન્ન કરી. દેવતા અને દાનવો બંને તેના સંતાન છે. મહાદેવની જેમાં દેવતા અને દાનવો બંને તેને પૂજે છે. પ્રસન્ન કરવા મહાદેવ જેટલા સરળ નથી પરંતુ ભગવાન નારાયણ જેટલા કઠીન પણ નથી. મહાદેવની જેમ બ્રહ્મા પણ ભૌતિક વરદાન આપવામાં સંકોચ નથી કરતા. અને અસુરોને મોટાભાગે ભૌતિક વરદાનની જ માંગ હોય છે. 

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા સૌથી કઠીન છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આખું જીવન પણ ઓછું પડે છે. માટે દાનવો આટલી લાંબી પ્રતીક્ષા ક્યારેય ન કરી શકે. તો બીજી તરફ ભગવાન વિષ્ણુ ભક્તિ પ્રધાન દેવતા છે. તેનો કોઈ સાચો ભક્ત હોય તે તેના માટે મહત્વ રાખે છે. મિત્રો ભક્તિ એવી વસ્તુ છે જે અસુરોમાં દુર્લભ જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે ભગવાન વિષ્ણુને ભૌતિક વસ્તુઓ પ્રદાન કરવામાં સંકોચ થાય છે. આ જ કારણ છે કે તેના ભક્ત તેની પાસે અટલ ભક્તિ અથવા મોક્ષનું વરદાન ઈચ્છે છે. પરંતુ અસુરોને તો ભૌતિક વસ્તુઓ જેમ કે ધન, રાજ્ય, એશ્વર્ય, સુરા, સુંદરીઓ સિવાય બીજું કંઈ પણ દેખાતું ન હોય. આ બધી વસ્તુ ભગવાન વિષ્ણુ અસુરોને પ્રદાન ન કરે માટે અસુરો ભગવાન વિષ્ણુનું તપ ન કરે. એ જ અસુર ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, જેમાં સાત્વિકતા હોય, જેમ જે પ્રહલાદ, બલી અને વિભીષણ. 

આ સિવાય બ્રહ્માજી અવતાર નથી લેતા અને ભગવાન શિવજીનો અવતાર દેવો અને અસુરો બંનેને સન્માર્ગ પર લાવવા માટે હોય છે. પરંતુ ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુનો અવતાર માત્ર અસુરોના નાશ હેતુથી થાય છે. આ કારણે અસુરો ભગવાન નારાયણને શત્રુ માને છે અને તેની તપસ્યા નથી કરતા. 

Leave a Comment