ભગવાન વિષ્ણુના મહાન અસ્ત્ર સુદર્શન ચક્રમાં કેટલા હતા આરા, જાણો શાસ્ત્રો અનુસાર.

મિત્રો આપણા દેવતાઓની અનેક નિશાનીઓ છે, તેમાંથી એક નિશાની છે દરેક દેવતા પાસે એક અસ્ત્ર. આપણા હિંદુ દેવી દેવતાઓ પાસે કોઈને કોઈ અસ્ત્ર અવશ્ય હોય છે.બધી ઓળખમાં એ પણ દેવતાની એક અલગ હોય છે. હનુમાનજી પાસે ગદા હતી, ભગવાન શિવજી પાસે ત્રિશુલ, ભગવાન શ્રી રામ પાસે ધનુષ હતું, તો તેવી જ રીતે ભગવાન વિષ્ણુની પાસે સુદર્શન ચક્ર હતું. તો આજે અમે તમને આ લેખમાં ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વિશે જણાવશું, જેને જાણીને તમે ચોંકી જશો. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

આપણે બધા જ જાણીએ છીએ કે દરેક અસ્ત્રની વિશેષતા હોય છે, પરંતુ દેવોના અસ્ત્રની કંઈક અલગ જ વિશેષતા હોય છે. આ લેખમાં તમને જણાવશું કે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રમાં શું વિશેષતા હતી અને તેના ચક્રમાં કેટલા આરા હતા. 

મિત્રો આ વિષયમાં આપણને ધાર્મિક ગ્રંથોમાંથી અલગ અલગ જાણકારી મળે છે. ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે, સુદર્શન ચક્રમાં કુલ 1000 આરા હતા. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે, ભગવાન વિષ્ણુએ તેને પ્રાપ્ત કરવા માટે 1000 વર્ષ સુધી, 1000 નીલ કમલના પુષ્પ દ્વારા ભગવાન શિવજીના 1000 નામોથી સ્તુતિ કરી હતી. ત્યારે પ્રસન્ન થઈને મહાદેવે પોતાના ત્રીજા નેત્રથી ખુબ જ મહાન એવા સુદર્શન ચક્રને ઉત્પન્ન કર્યું હતું. 

શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, 1000 આરા વાળું તે મહાન અસ્ત્ર સુદર્શન ચક્ર ભયંકર પ્રલયાગ્નિ કાઢે છે, અને તે વીરભદ્ર તરફ આગળ વધે છે, પરંતુ તે રુદ્ર અવતારે, જે ખુબ જ રુદ્ર સમાન હતો, તે આ મહાન સુદર્શન ચક્રને મોંમાં પાણીની જેમ ગળી ગયો હતો. એટલે કે અગ્નિ ફેંકતા સુદર્શન ચક્રને વીરભદ્ર પાણી પીતો હોય તેમ મોં મૂકી દીધું હતું. 

તો હરિવંશ પુરાણ અનુસાર સુદર્શન ચક્રમાં 108 આરા હતા. અને તેને ભગવાન ભગવાન પરશુરામે શ્રી કૃષ્ણને પ્રદાન કર્યા હતા. તેમજ 108 આરાનું વિવરણ ત્યારે પણ જોવા મળે છે, જ્યારે મહાવીર હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શનને પકડીને પોતાના મુખમાં મૂકી દે છે. ત્યાં પણ માત્ર 108 આરાનું જ વિવરણ થયું છે. 

જો આ ચક્રનું પ્રાસંગિક વિવરણ વિષ્ણુ પુરાણમાં મળી આવે છે. તો વિષ્ણુ પુરાણ અનુસાર સુદર્શન ચક્રમાં 12 આરા હતા. ભગવાન વિષ્ણુની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવ તેને સુદર્શન ચક્ર આપતા જણાવે છે કે, “હે નારાયણ ! સુદર્શન નામનું આ મહાન આયુધ 12 આરા, 6 નાભીઓ અને 2 યુગો યુક્ત છે. તેના 12 આરામાં 12 આદિત્યોના તથા 6 નાભીઓમાં 6 ઋતુઓનો વાસ હોય છે. તેમજ આ અસ્ત્ર દ્વારા તમે નિર્ભય રૂપે દુષ્ટોનો નાશ કરી શકો છો.” તો આ રીતે દરેક ગ્રંથમાં અલગ અલગ જણાવવામાં આવ્યું છે. 

Leave a Comment