આ શ્રાપની અસર આજે પણ હયાત છે આ દુનિયામાં, જાણો ક્યાં છે એ શ્રાપ.

આમ આપણે આદિકાળથી જોઈએ તો ઘાણ ઋષિઓ અને મુનિઓએ આ દુનિયાના અસુર અને ખોટા કાર્યો કરનારાને શ્રાપ આપ્યા છે. પરંતુ એ શ્રાપના સમય સમય પર નિવારણ થઈ જતા હતા. પરંતુ આજે અમે તમને આ લેખમાં અમુક શ્રાપ વિશે જણાવશું. એ શ્રાપ એટલા ગંભીર હતા કે જેની હયાતી આજે પણ આ દુનિયામાં છે એવું માનવામાં આવે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

ઋષિઓ જ્યારે ખુબ જ ક્રોધિત થઈ જતા ત્યારે શ્રાપ આપી દેતા. તેમજ દેવતાઓ પણ આપતા. તો એ શ્રાપના અંશ અને તેની હયાતી આજે પણ આ દુનિયામાં જોવ મળે છે. અમે જે શ્રાપ વિશે જણાવશું તેના વિશે ખુબ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે. તો ચાલો જાણીએ એ શ્રાપ વિશે.

સ્ત્રીઓને શ્રાપ : મહાભારત અનુસાર જ્યારે યુદ્ધ સમાપ્ત થયું તો માતા કુંતીએ પાંડવોની પાસે જઈને એક રહસ્ય જણાવ્યું હતું. પાંડવોને કુંતીએ રહસ્ય જણાવતા કહ્યું કે, કર્ણ તમારો ભાઈ હતો. આ વાત જ્યારે બધા જ પાંડવોએ સાંભળી તો બધા દુઃખી થઈ ગયા. ત્યાર બાદ યુધિષ્ઠિરે બધા જ વિધિ-વિધાન સાથે કર્ણના અંતિમ સંસ્કાર કર્યા. ત્યાર બાદ યુધિષ્ઠિર શોકાકુળ થઈને માતા કુંતી સામે જાય છે અને એ જ ક્ષણે આખી સ્ત્રી જાતિને એવો શ્રાપ આપી દે છે કે, આજ પછી કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકારની ગોપનિય વાતનું રહસ્ય છુપાવી નહિ શકે. 

ધરતી પર કળિયુગ : એક વાર રાજા પરિચિતે શમિક ઋષિના ગળામાં મૃત્યુ પામેલ સાંપ નાખી દીધો હતો. પરંતુ જ્યારે આ વાત ઋષિ શમિકના પુત્ર શ્રુંગીને ખબર પડી તો તેણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે, આજથી સાત દિવસ બાદ રાજા પરીક્ષિતનું મૃત્યુ તક્ષક નાગના કરડવાથી થયું હતું. રાજા પરીક્ષિતના જીવિત હોવાથી કળિયુગમાં એટલી હિંમતન હતી કે તે દુનિયા પર હાવી થઈ શકે. પરંતુ જેવું રાજા પરીક્ષિતનું મૃત્યુ થયું કે તરત જ કળિયુગ આખી દુનિયા પર હાવી થઈ ગયા. 

અશ્વત્થામા પૃથ્વી પર ભટકતો રહેશે : મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ પોતાના અસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ કરી દીધી હતી. તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે તું ત્રણ હજાર વર્ષ સુધી આ પૃથ્વી પર ભટકતો રહીશ અને કોઈ પણ જગ્યા, કોઈ પણ માણસની સાથે તારી વાતચીત નહિ થઈ શકે. આવા સંખ્ય શ્રાપ છે જેની અસર કળિયુગમાં જોવા મળી રહી છે. 

Leave a Comment