ગાંધારીનું રહસ્ય : મહાભારતમાં ગાંધારીએ આ રીતે આપ્યો હતો 100 કૌરવોને જન્મ. 

મિત્રો લગભગ મોટાભાગના લોકો મહાભારતના પાત્રો વિશે જાણતા હશે. કેમ કે તેના દરેક પાત્રોની કોઈને કોઈ વિશેષતા છે. તો આજે અમે આ લેખમાં મહાભારતના એક ખુબ જ મહત્વના પાત્ર વિશે જણાવશું. મિત્રો કૌરવની માતા ગાંધારીને બધા જ ઓળખતા હોય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં ગાંધારી વિશે અમુક ખાસ માહિતી જણાવશું. તે ક્યાંથી આવી, કોણ છે અને તેનામાં શું શક્તિ રહેલી હતી તેના વિશે આ લેખમાં જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

મિત્રો ગાંધારી ગાંધાર રાજ્યના રાજા સુબલની પુત્રી અને શકુનીની નાની બહેન હતી. આજે જેને અફઘાનિસ્તાનમાં આવેલ કંધાર કહેવામાં આવે છે, તેને એ સમયમાં ગાંધાર પ્રદેશ કહેવામાં આવતો. ગાંધારી ભગવાન શિવજીની ખુબ જ મહાન ભક્ત હતી, ભગવાન શિવજીએ તેને 100 પુત્રોનું વરદાન પણ આપ્યું હતું. 

ગાંધારી ખુબ જ સુંદર હતી અને તેના જ કારણે ભીષ્મએ ધૃતરાષ્ટ્ર માટે રાજા સુબલ પાસે ગાંધારીની હાથ માંગ્યો હતો. પરંતુ જ્યારે ગાંધારીને જાણ થઈ કે ધૃતરાષ્ટ્ર નેત્રહિન છે તો તેણે પોતે પણ પોતાની આંખમાં પટ્ટી બાંધી લીધી અને આજીવન નેત્રહિનની જેમ જ રહી. પરંતુ શકુની તેની બહેનને ખુબ જ પ્રેમ કરતો હતો. પરંતુ બહેનની આવી હાલત જોઇને શકુનીએ ભીષ્મ અને કુરુવંશને જ ઉત્તરદાયી માન્યા અને કુરુવંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી. 

ગાંધારી કુંતી પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. પરંતુ ઘણો સમય વીતી ગયો છતાં ગાંધારીને પ્રસવ ન થયું. પરંતુ બીજી તરફ મંત્રબળથી કુંતીએ યુધિષ્ઠિરને પ્રાપ્ત કરી લીધો. તેના કારણે ગાંધારી ક્રોધિત થઈ અને તેણે પોતાના ગર્ભ પર જ પ્રહાર કર્યો અને તેનાથી એક માંસના લોચાનોનો પ્રસવ થયો. જ્યારે મહર્ષિ વેદવ્યાસે આ સાંભળ્યું તો તેણે તે માંસપિંડના 101 ટુકડા કરાવ્યા અને 101 ઘીના ઘડામાં રાખવી દીધા. સમય આવ્યો ત્યારે ત્યારે તે ઘડામાં 100 કૌરવ અને દુઃશાલાનો જન્મ થયો. તેમાંથી દુર્યોધન સૌથી મોટો હતો. 

ગાંધારીનું જીવન એક સચ્ચરિત્ર સ્ત્રીનું છે. તે પતિવ્રતા હતી પરંતુ તેણે સદા માટે ધૃતરાષ્ટ્ર અને પોતાના પુત્રોને અન્યાય કરતા રોક્યા હતા. તેણે કુંતીના પુત્રોને પોતાના સંતાન સમાન જ પ્રેમ કર્યો. તે એક વિદુષી સ્ત્રી હતી રાજ્ય ચલાવવામાં પણ ધૃતરાષ્ટ્રનો સહયોગ કર્યો હતો. તેણે સદા માટે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરી પરંતુ તેવું શક્ય ન થયું. 

ગાંધારી મહાભારતના યુદ્ધથી ખુબ જ પરેશાન હતી. જ્યારે યુદ્ધ દરમિયાન 100 માંથી દુર્યોધન જ જીવિત રહ્યો ત્યારે ગાંધારીએ પુત્ર મોહમાં વશ થઈને દુર્યોધનને અજેય બનાવવાનો વિચાર કર્યો. ત્યારે ગાંધારીએ દુર્યોધનને પોતાની સમક્ષ નગ્ન બોલાવ્યો અને પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ચતુરાઈથી દુર્યોધનને કેળાના પાંદ પહેરાવી દીધા. જ્યારે દુર્યોધન ગાંધારીની સમક્ષ આવ્યો ત્યારે ગાંધારીએ પહેલી વાર પોતાની આંખોની પટ્ટી ખોલી અને પોતાના પુણ્યની શક્તિથી દુર્યોધનના શરીર વજ્રનું બનાવી દીધું છે. માત્ર કટીભાગ જે પાંદથી ઢંકાયેલો હતો તે વજ્રનું ન બની શક્યું અને તેના કારણે દુર્યોધનનું મૃત્યુ થઈ ગયું.

મહાભારતના યુદ્ધ માટે ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને દોષી જણાવ્યા હતા અને તેના સમસ્ત વંશને નાશ થવાનો શ્રાપ આપ્યો હતો. યુદ્ધ સમાપ્ત થયા બાદ ઘણા વર્ષો સુધી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરમાં જ રહ્યા પરંતુ ત્યાર બાદ સન્યાસ લઈને બંને વનમાં ચાલ્યા ગયા. કુંતી પણ તેની સાથે ગઈ. ત્યાં વનમાં જ એક વાર આગ લાગી ગઈ અને ત્રણેયનું દેહાંત થઈ ગયું. 

Leave a Comment