લોહીની ઉણપ દુર કરવા ખાવા લાગો આ 7 વસ્તુઓ, જિંદગીમાં ક્યારેય નહિ ઘટે લોહીના ટકા…

શરીરમાં લોહીની કમી એક સામાન્ય સમસ્યા છે. પરંતુ સામાન્ય લાગતી આ સમસ્યા એનિમિયા રોગનું એક મોટું કારણ બની શકે છે. આ સમસ્યા મહિલાઓ અને બાળકોમાં વધુ જોવા મળે છે. લોહીની કમીના કારણે થતા રોગને એનીમિયા રોગ કહેવાય છે. આ રોગ ત્યારે થાય છે કે જ્યારે લોહીમાં આયર્નની કમી હોય. તેથી તમારા ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જેમાં આયર્ન વધુ પ્રમાણમાં મળે. આમાં લોહીની રક્ત કોશિકાઓ સામાન્ય રીતે જેટલી હોવી જોઈએ તેનાથી ઓછી થઈ જાય છે, જેને હિમોગ્લોબીન કહેવાય છે.

એક અભ્યાસ પ્રમાણે પુરુષોમાં હિમોગ્લોબીનની માત્રા 13.8 થી 17.2 ગ્રામ/ડીએલ જ્યારે મહિલાઓમાં 12.1 થી 15.1 ગ્રામ/ડીએલ હોવી જોઈએ. એનિમિયાના મુખ્ય ત્રણ કારણ હોય છે – લોહીની ઉણપ, લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં ઉણપ અને લાલ રક્ત કોશિકાઓનું ઝડપથી ખરાબ થવું.જે સ્થિતિમાં એનિમિયા થાય છે તેમાં સામેલ છે- ગર્ભાવસ્થા, પીરિયડ્સ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ, અલ્સર, કોલોન પોલિપ્સ અથવા કોલોન કેન્સર, વારસાગત વિકૃતિઓ, ખોરાક કે જેમાં પૂરતું આયર્ન, ફોલિક એસિડ અથવા વિટામિન બી ન હોય. કોઈ રક્ત વિકાર જેમકે સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા કે કેન્સર. એનિમિયા તમને થાકેલા, ઠંડક, ચક્કર અને ચીડીયાપણા નો અહેસાસ કરાવે છે. આનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે કે માથાનો દુખાવો થઈ શકે છે.

અભ્યાસ પ્રમાણે એનિમિયાના સૌથી સામાન્ય લક્ષણો થાક કે કમજોરી હોય છે. તેના સિવાય તમને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, માથામાં દુખાવો, હાથ-પગમાં ઠંડક, પીંડી, ત્વચા અને છાતીમાં દુખાવા જેવા લક્ષણો નો અહેસાસ થાય છે.એનિમિયાનું કારણ:- એનિમિયાના અનેક કારણો હોઈ શકે છે જેવી રીતે કોઇ કારણે લોહીની હાની થવી, લાલ કોશિકાઓના ઉત્પાદનમાં કમી કે લાલ રક્ત કોશિકાઓ ખરાબ થવી. આના સિવાય બીજું એક મુખ્ય કારણ છે ખાવાની એવી વસ્તુઓ સામેલ ન કરવાથી જેનાથી આયર્ન મળી શકતું નથી.

લોહીની કમી કેવી રીતે પૂરી કરવી:- આયર્નની ઊણપ પૂરી કરવા માટે સૌથી વધારે નિર્ધારિત કરવામાં આવેલો ખોરાક ફેરસ સલ્ફેટ છે જેનાથી મૌખિક રૂપે દિવસમાં બેથી ત્રણ વાર લેવામાં આવે છે. તેના સિવાય તમારે આયર્નથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ જેમાં સામેલ છે – લીલા રંગના પાનવાળા શાકભાજી જેમ કે -પાલક, આયર્ન – ફોર્ટિફાઇડ અનાજ, આખું અનાજ જેમ કે, બ્રાઉન રાઈસ, કઠોળ, સૂકો મેવો, માસ, જરડાળું.લોહીની કમી થી થતા નુકસાન:- આયર્નની કમી થી તમને અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જેમાં થાક સૌથી મોટું લક્ષણ છે. લીહીની કમી થી થતું એનિમિયા વ્યક્તિ થાકેલું અને સુસ્ત કરી દે છે. આનાથી તમારું ઇમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર બની શકે છે. લોહીની કમી થી ગર્ભવતી મહિલાઓમાં વિશેષ રૂપે જન્મ આપતી વખતે અને આપ્યા બાદ મુશ્કેલીઓનું જોખમ વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment