રસોડામાં રહેલી આ વસ્તુનું સેવન ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ, બ્લડ પ્રેશર ઘટાડી ડાયાબિટીસને વગર દવાએ કરી દેશે એકદમ કંટ્રોલ…

જો તમારું ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં ન રહેતું હોય તો તમે મગની દાળને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના ઈલાજ તરીકે તમે મગની દાળનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું કામ કરે છે.

ડાયાબિટીસના ઇલાજમાં જેટલી જરૂરી દવાઓ છે તેટલી જ જરૂરી ડાયટ પણ છે. આપણે શું ખાઈએ છીએ શું પીએ છીએ તેની ઘણી અસર ડાયાબિટીસ પર પડે છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને પ્રચુર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, ફૈટ, મિનરલ અને વિટામીન યુક્ત વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપે છે. દર્દીનું ડાયેટ પ્લાન ઘણી વસ્તુઓ પર નિર્ભર કરે છે, દર્દીની ઉંમર, ડાયાબિટીસની સ્થિતિ, વજન સહિત ઘણી વસ્તુઓ છે જે દર્દીના ડાયટ પ્લાનને અસર કરે છે. ડાયાબિટીસના દર્દીઓને પ્રચુર માત્રામાં દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ દાળને લઈને પણ નિયમ છે. કઈ દાળ કેટલી માત્રામાં ખાવામાં આવશે તેને પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમ ડાયાબિટીસના દર્દીઓને કહેવામા આવ્યું છે કે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે મગની દાળનું સેવન કરે. તે સિવાય પણ ઘણી દાળના ઉપયોગની વાત જણાવવામાં આવે છે. 

આ કારણે દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે:- ડાયાબિટીસ ડોટ ઓઆરજી મુજબ દાળમાં ઘૂલનશીલ અને અઘુલનશીલ ડાયટ્રી ફાઈબર, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેડ જોવા મળે છે. તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર જોવા મળે છે અને સાથે જ પ્રોટીનની માત્ર પણ સારી એવી જોવા મળે છે. આ કારણે દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી હોય છે. હવે દાળ એક પ્રકારની તો હોતી નથી, ઘણા પ્રકારની દાળ છે અને અલગ-અલગ તેમના ફાયદા પણ છે. સૌથી પહેલા વાત મગની દાળની જ કરીએ તો, મગની દાળ બનાવીને ખાઈ શકાય છે, તે સિવાય ડોક્ટર બીજા રૂપમાં પણ મગની દાળ ખાવાની સલાહ આપે છે. તે છે સ્પ્રાઉટ્સ સાથે. અહીં તમારે મગની દાળ પહેલા પલાળવાની છે, આખી રાત તેને પાણીમાં પલાળો અને સવારે નાસ્તામાં તે મગની દાળ ખાઈ લેવી. ડોક્ટરના મત મુજબ તે ખૂબ ફાયદાકારક હોય છે અને સવાર સવારમાં તેને ખાવી વધારે ફાયદાકારક રહે છે. તેને ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને ઉચ્ચ રક્ત ચાપમાં ઘણો આરામ મળે છે. 

તે સિવાય ચણાની દાળ પણ ઘણી ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ 8 થી ઓછું હોય છે. ફોલિક એસિડ સાથે તેમાં પ્રચુર માત્રામાં પ્રોટીન પણ જોવા મળે છે જેના કારણે નવી લાલ રક્ત કેશિકાઓનું નિર્માણ થાય છે જેના કારણે આપણુ શરીર સ્વસ્થ રહે છે. તે સિવાય રાજમાની દાળ પણ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું જીઆઇ લેવલ 19 હોય છે. રાજમા ફાઈબર યુક્ત હોય છે તેના કારણે તે, રક્ત માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. અડદની દાળને પણ ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક ગણવામાં આવે છે, તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ 43 હોય છે, તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ડાયાબિટીસના દર્દીએ પોતાની ખાણીપીણીમાં અડદની દાળ સમાવિષ્ટ કરવી જોઈએ. આમ વિવિધ પ્રકારની દાળ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં અલગ અલગ ભૂમિકા ભજવે છે. દાળના પોષક તત્વો ડાયાબીટીસના દર્દીને અનેક રીતે રક્ષણ પૂરું પાડે છે.

દાળ અનેક વિટામીન, મિનરલ અને પોષક તત્વોનો ભંડાર છે. તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં તમારી ઘણી મદદ કરે છે. તમને તંદુરસ્ત જીવન આપે છે. આ હતા એ દાળના નામ જે ડાયાબિટીસના દર્દીઓ અને ખાસ કરીને શુગરની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે ઘણી ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment