જાણો આરિયા અને કાકડી બંને વચ્ચેની આ હકીકત અને તફાવત, મોટાભાગના લોકો જાણતા નથી કે બંનેમાંથી કોનું સલાડ છે સૌથી વધુ ગુણકારી…

મિત્રો અત્યારે ખુબ જ સખ્તની ગરમી પડી રહી છે. આથી તમને ભોજનમાં પણ કંઈ ખાસ ખાવાની ઈચ્છા નથી થતી. ત્યારે તમે ઠંડક મેળવવા માટે ઉનાળામાં કાકડી અને આરિયાનો ઉપયોગ કરી શકો છો. કાકડી અને આરિયાનો સલાડ બનાવીને ખાવાથી તમને ઘણા ફાયદાઓ થશે. 

ગરમીમાં તમે ઘણી વખત આરિયા કે કાકડી ખાધી હશે, પરંતુ લોકો કદાચ નથી જાણતા કે આરિયાની જેમ જ કાકડી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જો કે ભારતના ઘણા ભાગમાં આરિયા અને કાકડીનું સેવન અલગ-અલગ પ્રકારે કરવામાં આવે છે. લોકો સામાન્ય રીતે આરિયાને જ કાકડી સમજી લે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આરિયા અને કાકડીમાં શું તફાવત હોય છે ? 

આરિયા VS કાકડી બનાવટના આધારે : આરિયા અને કાકડી વચ્ચે મુખ્ય અંતર એ છે કે, મોટાભાગના લોકો આરિયાને કાકડીના રૂપમાં જ ઓળખે છે. આરિયા અને કાકડી બંને કુકુરબીટેસી પરિવારથી સંબંધ રાખે છે.

આરિયાનો છોડ એવો હોય છે જે એક વેલણઆકાર સબ્જીને જન્મ આપે છે. તેમ જ કાકડી પણ એક પ્રકારે વેલણ જેવી જ હોય છે. બીજી બાજુ કકડીને આર્મેનિયાઈ કાકડીના રૂપમાં ઓળખવામાં આવે છે. કાકડી એક લાંબુ, પાતળું ફળ છે જે દેખાવમાં આરિયા જેવું જ લાગે છે. છતાં પણ બંને પોતાની રીતે અલગ છે. પરંતુ બંનેના રંગ અને બનાવટમાં તફાવત છે. 

ન્યુટ્રિશનલ વેલ્યૂ : આરિયા અને કાકડી આખું વર્ષ મળતા ફળ અને શાકભાજી છે. એક કાચા આરિયાના ઘણા પોષણ લાભ હોય છે. જેમ કે, વિટામિન કે અને વસાની લગભગ નહિવત માત્રા. કુકુરબીટાસીના કારણે આરિયા થોડા કડવા હોય છે. જો કે કાકડીની સરખામણીએ આરિયામાં પાણીની માત્રા વધારે હોય છે. માટે જ તે તમારા શરીરને વધારે ઠંડુ રાખે છે. બંનેમાં વિટામિન એ, સી, બી-6, ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક અને આયરનની સારી માત્રા હોય છે. કાકડીનું સેવન લોકો ઓછું કરતાં હોય છે. પરંતુ તે તમારા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. તે સ્વાદમાં પણ કડવી હોતી નથી. તમે તેને સલાડના રૂપમાં પણ તમારી ડાયટનો ભાગ બનાવી શકો છો.

આરિયા ખાવાના ફાયદા : જો તમે ઉનાળામાં પોતાના શરીરને ડાઈડ્રેટ રાખવા માંગતા હો, તો તમે આરિયાનું સેવન કરી શકો છો. આરિયા 90 ટકા પાણીથી ભરપૂર હોય છે. આરિયા ફ્લેવેનોઇડ્સનો એક મોટો સ્ત્રોત છે, તેમાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ છે, જે શરીરમાં મુક્ત કણોની હાનિકારક અસરનો સામનો કરે છે. સંભવિત રૂપથી ઓટોઈમ્યુન, હૃદય અને ફેફસાની બીમારીઓના જોખમને ઘટાડે છે. તેમજ આરિયા વિટામિન કે અને વિટામિન સીથી ભરપૂર હોય છે. સાથે જ તે મેગ્નેશિયમ અને પોટેશિયમનો એક મોટો સ્ત્રોત છે, જે માંસપેશિઓના કાર્યમાં સહાયતા કરે છે. કાચા અને છાલવાળા આરિયા ખાવાથી વધારે પોષકતત્વો મળે છે, કર્ણ કે છાલમાં ફાઈબર અને સ્વસ્થ ખનીજ હોય છે. 

કાકડી ખાવાના ફાયદા : કાકડીમાં પણ પાણીનું પ્રમાણ રહેલું છે. તેનાથી તમારું શરીર તંદુરસ્ત રહે છે. કાકડીમાં 90 ટકા પાણી હોય છે તો તે દૈનિક મોઈશ્ચરાઇઝિંગ માટે આદર્શ છે જેની આપણને જરૂરિયાત છે. તેમાં મહત્વપૂર્ણ માત્રામાં આદ્રતા અને થોડું પ્રોટીન હોય છે. તે ફાઈબરથી ભરપૂર હોય છે. તેની પ્રમુખ ખનીજ સામગ્રી કેલ્શિયમ, આયરન અને ફૉસ્ફરસ છે. પેશાબ ઓછો આવો, પેશાબ દરમિયાન બળતરા થવી વગેરે પેશાબ સંબંધિત સમસ્યાઓમાં તે ખુબ ફાયદાકારક છે. 

તારણ : બંનેના ફાયદા અને બનાવટ પરથી જાણવા મળે છે કે, કાકડી અને આરિયા બંને સરખા છે પરંતુ તે રંગ, બનાવટ, ગંધ, સ્વાદમાં અલગ છે. ભલે કાકડી અને ખીરા જોવામાં સરખા દેખાઈ રહ્યા હોય. પરંતુ તેમા સમાનતા જાણવા માટે તેને ચાખીને અને તેની વચ્ચેના અંતરને સમજે.  આમ આરિયા અને કાકડી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment