ગરમીમાં ઘરમાં વાવો આ 5 પ્રાકૃતિક છોડ, મીઠી સુગંધ સાથે મળશે ઠંડક પણ… ઘરની સુંદરતાને લાગી જશે ચાર ચાંદ…

મિત્રો તમારી આસપાસ ફૂલ-છોડ, તેમજ વૃક્ષો હોય તો કેવી મજા આવે. આવા ઉનાળામાં વૃક્ષની ઠંડી છાયામાં કેવી મીઠી લાગે છે. તેમજ ઘરની આસપાસનું વાતાવરણ પણ ઠંડુ રહે છે અને જો ઘરની આસપાસ ફૂલ-છોડ હોય તો તેની સુગંધ આખા ઘરને સુગંધિત કરી દે છે. આથી જો તમે ઉનાળામાં વૃક્ષની ઠંડી છાયા અને ફૂલોની મહેક અનુભવવા માંગતા હો, તો તમે ઉનાળામાં આ છોડને જરૂરથી વાવી શકો છો. 

જે પ્રકારે ગરમીનો પ્રકોપ માણસ સહી નથી શકતો તે જ પ્રકારે વૃક્ષ-છોડ પણ ગરમીથી સુકાવા અને કરમાવા લાગે છે. ગરમીમાં ફૂલછોડને પણ સરખી સારસંભાળની જરૂર હોય છે. ઠંડી ઋતુમાં દરેક બાજુ બહાર ખીલે છે પરંતુ અમુક ફૂલ એવા પણ છે જે ગરમીમાં ખીલે છે. આ ફૂલની સુગંધ અને ઠંડક તમારા આખા ઘરને મહેકાવી શકે છે. જો તમને ગાર્ડનિંગનો શોખ છે તો, અમારો આ આર્ટીકલ તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. 

અમે તમને અમુક એવા છોડ વિશે જણાવશું જેની સુગંધ ખુબ જ સરસ છે અને તેની સંભાળ પણ તમે સરળતાથી રાખી શકો છો.

3 મહિનામાં તૈયાર થતો સૂર્યમુખીનો છોડ : સૂર્ય સામે સતત જોયા કરતુ ફૂલ એટલે સુર્યમુખી. જેવું આ છોડનું નામ છે સૂર્યમુખી, તો તેને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં સૂરજની રોશની આવતી હોય. તેના બીજને વાવ્યાં પછી 10 દિવસમાં જ તે અંકુરિત થાય છે અને 3 મહિનાની અંદર આ છોડ તૈયાર થઈ જાય છે. અને છોડમાં પાણી માત્ર માટી સુકાય ત્યારે જ નાખો. 

બેલાથી મહેકી ઉઠશે તમારું ઘર : બેલા ફૂલની સુગંધ તો તમને માધોષ કરે જ છે. તે જેટલું સુંદર દેખાય છે એટલી જ સરસ તેની સુગંધ હોય છે. બેલાના છોડને લગાડવાનો સૌથી સારો સમય વરસાદની સિઝન છે. તેને લગાડવા માટે માટી, રેતી અને છાણનું ખાતર અથવા કોકોપિત સરખી માત્રામાં જોઈએ. ધ્યાન રહે કે તેને વધારે તડકો આવતો હોય તેવી જગ્યાએ ક્યારેય ન રાખવું. બેલાના છોડને એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં આખો દિવસ હળવો તડકો આવતો હોય. આ છોડથી પણ તમારું ઘર સુગંધિત થઈ જશે.

ઘણા મહિનાઓ સુધી ખીલે છે કોસ્મોસ ઓરેન્જ : કોસમોસના ફૂલ ઘણા રંગના હોય છે જેમ કે, લાલ, પીળા, ઓરેન્જ, ગુલાબી, સફેદ. જો તમે ગરમીમાં ઓરેન્જ કોસમોસનો છોડ લગાડવા માંગો છો તો, તેને સરળતાથી લગાડી શકાય છે. માત્ર એક અઠવાડિયામાં તે અંકુરિત થઈને તમને દેખાવા લાગે છે. કોસમોસના છોડને એવી જ્ગ્યા પર ન રાખવું જોઈએ જ્યાં વધારે તડકો આવતો હોય. આમ આ ફૂલ પણ ઉનાળાની શોભા વધારે છે. તેના રંગબેરંગી ફૂલ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. 

ગુલ-એ શમા પોર્ટુલાકા : પોર્ટુલાકાના ફૂલ પણ ઘણા રંગના હોય છે. કટિંગ લગાડીને તેને ઉગાડી શકાય છે. કટિંગ લગાવ્યા પછી તેને સીધો તડકો આવતો હોય તેવી જગ્યાએ ન રાખવા જોઈએ. એક થી બે અઠવાડિયામાં મૂળ આવી જાય છે. એક મહિનામાં તમે આ કટિંગને મોટા કુંડા કે પ્લાંટરમાં લગાડી શકો છો.

ગરમીમાં ખુબ જ ખીલે છે બોગનવેલિયા : બોગનવેલીયા ગરમી માટે સુટેબલ છોડ છે. તેના ફૂલ ઘણા અલગ અલગ રંગના હોય છે. તેને તમે કટિંગથી લગાડી શકો છો. કટિંગ લગાડતા સમયે ડ્રાઈ રુટ પાવડરનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. કટિંગ લગાડ્યા બાદ તેને સીધા તડકા વાળી જગ્યાએ ન રાખવું જોઈએ. બોગનવેલીયાના છોડને મોનસૂનમાં લગાડવું સૌથી સારું ગણવામાં આવે છે. 

જો કે, ગરમીની ઋતુમાં પણ આ છોડમાં સુંદર ફૂલ ખીલે છે. પરંતુ તેને પણ સરખી સંભાળની જરૂર હોય છે. આમ તમે ઉનાળામાં ફૂલ-છોડ અને વૃક્ષની સંભાળ લઈને ઘરનું વાતાવરણ સુંદર બનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment